મહાકાળી મંદિર પ્રધાનમંત્રી ધ્વજારોહણ કરશે: 121 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસના કામોનું પણ કરશે લોકાપર્ણ
ગુજરાતમાં ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા પોતાનો પ્લાન એક્ષિક્યુટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ચૂંટણીમાં જોશ બતાવવા માટે એક માસના સમયગાળાની અંદર જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી 18મી જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાવાગઢ પધારી મહાકાળી મંદિરનું ધ્વજારોહણ કરવા આવી રહ્યા છે.
વડાપ્રધાન મોદીના હસ્તે મહાકાળી મંદિર પર ધ્વજારોહણ કરાશે. વડાપ્રધાનના આગમનને લઈને મંદિર પ્રશાસન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ વખતે વડાપ્રધાન મોદી મધ્ય ગુજરાતની મુલાકાત લેશે. 18 જૂનના રોજ વડાપ્રધાન મોદી યાત્રાધામ પાવાગઢમાં રૂ.121 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા વિવિધ વિકાસકાર્યોનું નિરીક્ષણ તેમજ લોકાર્પણ કરશે. પંચમહાલના પાવાગઢમાં મહાકાળી મંદિરમાં વડાપ્રધાન દર્શન કરશે. મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન મહાકાળી મંદિર પર ધ્વજારોહણ કરશે. ત્યારે વડાપ્રધાનના આગમનને લઇને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
યાત્રાધામ પાવાગઢનું રાજ્ય સરકાર દ્વારા ભવ્ય રિનોવેશન કરવામાં આવ્યુ છે. બે હજાર શ્રદ્ધાળુ ડુંગરના કોરિડોર પર એકસાથે ઉભા રહી દર્શન કરી શકે તેવું પરિસર તૈયાર કરવામાં આવ્યુ છે. મહાકાળી મંદિરના ઘુમ્મટને સોનાના કળશથી મઢ્યા બાદ હવે મંદિરના ગર્ભગૃહને પણ સોનાથી મઢી દેવામાં આવ્યુ છે. રાજ્ય સરકાર તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા પાવાગઢમાં અનેક વિકાસના કાર્યોને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂનના રોજ પંચમહાલ જિલ્લાની મુલાકાત લઇ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.વડાપ્રધાન મોદીના હસ્તે મહાકાળી મંદિર પર ધ્વજારોહણ કરાશે. વડાપ્રધાનના આગમનને લઈને મંદિર પ્રશાસન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર મંદિરોના વિકાસ માટે અલગથી ગ્રાન્ટ ફાળવીને યાત્રાધામ અને પ્રવાસનને વેગ મળે એ હેતુથી પ્રયત્નો કરી રહી છે. જેના ભાગરૂપે પાવાગઢમાં યાત્રિકો માટે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પગથિયા મોટા કરવાથી માંડીને મંદિર પરિસર પણ નવીન બનાવી એક સાથે વધુ ભક્તો દર્શનનો લાભ લે એવું આયોજન કરવામાં આવ્યું છે.