સંક્રાતમાં સંક્રમણને અટકાવવા તંત્ર હરકતમાં: જાહેરનામાની કરાઈ અમલવારી, ૪ થી વધુ લોકોએ અગાશી પર ભેગા થવું નહિ
કાય પો છે…
અગાશી ઉપર કાય પો છેની ચીચીયારીઓ ગુંજી ઉઠશે: આકર્ષક પતંગો અને માંજાની અવનવી વેરાયટીથી બજાર છલકાઇ
ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ઘણું મહત્વ છે ભાતીગળ સંસ્કૃતિની વાત કરીએ તો દેશના વિવિધ રાજ્યો તેના તહેવારોથી ઓળખવામાં આવતા હોય છે મકરસંક્રાંતિ તહેવાર દેશના વિવિધ રાજ્યોમાં વિવિધ રીતે ઉજવવામાં આવતો હોય છે ખાસ કરીને ગુજરાતની અંદર સંક્રાત ની ઉજવણી લોકો હર્ષ અને ઉલ્લાસથી ઉજવતા હોય છે તેમજ આ વર્ષે મકરસંક્રાતિ ને લય જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કોરોના ની ભીતિ સર્જી હોવાને લીધે તંત્રનએ લોકો ની સલામતી ને ધ્યાન માં રાખી જાહેરનામું બહાર પાડ્યું છે તેમજ અગાસી પર ૪ થી વધુ વ્યક્તિઓ ભેગા થવું નહીં એવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
બીજી તરફ જો વાત કરીએ સંક્રાંતના તહેવારની તો વેપારીઓ અને માંજા પાવરાવતા ધંધાર્થીઓની જોરોસોરોથી હાલ તૈયારીઓ કરી રહ્યા છે ખાસ કરીને રાજકોટ ખાતે પતંગ રસિકો આ તહેવાર માં પારિવારીક તેમજ મિત્રો સાથે ઉજવવાની કરતા હોય છે મકરસંક્રાંતિના તહેવાર ની પતંગ રસિકો હોલસેલ વેપારીઓ તેમજ દોરી પાવરાવતા ધંધાર્થીઓની કેવી છે તૈયારીઓ શું છે તેમના જાહેરનામા ઉપર ના વિચારો અને કેવી રહેશે આ વખતની સીઝન તેનો અબતક દ્વારા સંપૂર્ણ ચિતાર મેળવવામાં આવ્યો હતો.
વર્ષોથી ગ્રાહકને તેમના અપેક્ષા મુજબની જ દોરી આપી સંક્રાંતની ઉજવણીનો આંનદ આપવા તત્પર: મિથુન દોરી વાળા
મિથુનભાઈ એ અબતક સાથે ની ખાસ મુલાકાત માં જણાવ્યું હતું કે હર વખતની જેમ આ વખતે પણ સીઝન ની મજા સારી છે વેપાર પણ ખૂબ સારો થઈ રહ્યો છે હાલ સિઝન ખૂબ સારી જઈ રહી છે ગ્રાહકોની તેમજ વેપારીઓની પણ માંગ છે થોડા સમય પહેલા લોકડોઉન ની વાત કરીએ તો સંપૂર્ણપણે અમારો ધંધો થોભી ગયો હતો સાથે ૫૦ ટકા ધંધાની ખોટ પણ પડી છે પરંતુ હાલ ખૂબ સારી સીઝન જઈ રહી છે છેલ્લા ૩૩ વર્ષથી હું રાજકોટ ખાતે પતંગ રસિકો ને તેમના અપેક્ષા મુજબની દોરી પાવરાવી આપી તેમને આનંદિત કરું છું યુ પી ખાતે કાંસાના કાચ એકઠા કરી અને અમારા મહિલાઓ દ્વારા તેને ખાંડવા આવે ત્યારબાદ સરસ કાચ અને અન્ય બીજી વસ્તુઓ નું મિશ્રણ કરી દોરી પાવા નો માલ બનાવી અને કાર્ય કરવામાં આવે છે ખેંચ કે ઢીલ ના દોરા ની વાત કરી તો પતંગ રસિકો ના મનમાં એવું હોય છે કે વધારે કાચવાળો દોરો ખેંચનો તેમજ ઓછા કાચવાળો ઢીલ નો પરંતુ હંમેશા પતંગમાં પણ ક્રિકેટ જેવું જોવા મળે છે જે દડે તમારું બેટ ફેરવો અને છકો લાગ્યો એટલે એ દડો તમારો એવી રીતના જેવા પેજ લાગ્યા અને તમે ખેંચીને કાપો કે ઢીલ દય ને કાપો એ તમારા પર આધાર રાખે છે. સાંકળ આઠ, પાંડા આ બધી દોરી વર્ષોજૂની કંપનીઓ છે ચાઈનીઝ તુક્કલ પર સરકારનો પ્રતિબંધ છે સાથે આ વર્ષે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે કે અગાસી પર એક સાથે ચાર વ્યક્તિઓએ ભેગા થઇ પતંગ ચગાવી નહિ તો ક્યાંક ગ્રાહકોને પણ પરિવાર સાથે મનોરંજન માણવાની ઇચ્છા હોય છે પરંતુ અમે એવું ઈચ્છે છે કે અમારા માનવંતા ગ્રાહકો સરકારની માર્ગદર્શિકા હેઠળ સલામતી વાડી આ વર્ષની મકરસંક્રાતિ ઉજવે તેવી મારી વિનંતી છે.
વર્ષોથી લોકોને કુસલ માંજાનો વિશ્ર્વાસ એ જ અમારી પ્રસિદ્ધિ: નિલેશભાઈ બૂંદેલા
નવરંગ સીઝન સ્ટોર ના નિલેશભાઈ બૂંડદેલાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી અમે માંજા ના વ્યવસાય સાથે જોડાયેલા છે અમારું નવરંગ સીઝન સ્ટોર શહેરની અંદર ખૂબ પ્રખ્યાત છે લોકોને વર્ષોથી અમે હર સીઝન ને કંઈક નવું આપતા રહેજે સંક્રાત ના સિઝનની વાત કરીએ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ થોડા ઉતાર-ચડાવ હતાં જ પરંતુ આ વર્ષે લાંબા સમય નો ઉતાર-ચડાવ રહ્યો ખાસ તો લોકડાઉન ત્યારબાદ હાલ રાત્રી કરફ્યુ તેને લઇ કામમાં માઠી અસર જોવા મળી રહી છે વેપાર સારો છે ગ્રાહકી પણ સારી છે સંક્રાંત ની સિઝનમાં હાલ ગ્રાહકી ખૂબ સારી જોવા મળી રહી છે ખાસ કરીને લોકો દ્વારા પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે વેપારીઓ પણ સારો ધંધો કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ જોવા જઈએ તો મકર સંક્રાતિએ અગાસી એ માત્ર ભેગુ થવાનો નહીં પરંતુ પારિવારિક લાગણીઓ નો તહેવાર છે ત્યારે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેનો પણ ખ્યાલ લોકોએ રાખવો જરૂરી છે કૂસલ માંજા ની વાત કરવામાં આવે તો છેલ્લા ૩૪ વર્ષથી અમે સતત અમારા માનવંતા ગ્રાહકોને તેમની અપેક્ષા મુજબની દોરી આપી રહ્યા છે આ વર્ષે પણ ઇકોફ્રેન્ડલી દોરી માર્કેટમાં આવેલી છે ખાસ કરીને નવતાર દોરી જે ઢીલ અને ખેચ બંનેમાં ચાલે છે તેમજ કોઈપણ જાતની હની પોહચે નહીં તેને ધ્યાનમાં રાખી અમે માંજો પવરાવત હોય છી તંત્રના જાહેરનામાનો લોકો દ્વારા અમલ થાય એવી અમારી લોકોને અને અમારા સ્નેહીજનોને વિનતી છે.
લોકડોઉન, રાત્રી કર્ફ્યુએ આ વર્ષે ધંધામાં ૫૦ ટકાની ખોટ ઉપજાવી: નિમિશ કારિયા
વેરાઈટી સીઝન સ્ટોરના માલિક નિમિશ કારિયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે લોકડાઉન સમયથી જ ધંધા ની અંદર ખૂબ માઠી અસરો જોવા મળી હતી થોડાક સમય માટે ધંધો આમ પણ બંધ હતો ત્યારબાદ અનલોક શરૂ થયા પછી પતંગ ની સિઝન માટે પણ ઘણી બધી નુકસાની જોવા મળી ખાસ કરીને ૫૦ ટકા જેટલા ઉત્પાદન માં ઘટાડો થયો છે ફિરકી પતંગ માં હાલ ઘટાડો થયો હતો આ વર્ષે સિઝન આમ જોવા જઈએ તો ૫૦ થી ૪૦ ટકા જેટલી નુકસાની સાથે છે પરંતુ રાજકોટની પબ્લિક તેમજ ગુજરાતની પ્રજા પતંગ રસિકો જોરો સોરો થી તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે પતંગ માં પણ આ વર્ષે વિવિધ વેરાયટીઓ આવી છે ખાસ કરીને ૨૦૨૧ , આઈ લવ ઇન્ડિયા પતંગો તેમજ અન્ય ઘણી બધી પતંગો માર્કેટમાં આવી છે બાળકો માટે એર હોર્ન , માસ્ક તેમજ વિવિધ મનોરંજન ની વસ્તુઓ પણ હાલ માર્કેટમાં મળી રહે છે સરકારની માર્ગદર્શિકા હેઠળ લોકો મકરસંક્રાંતિ ઉજવવાની તૈયારીઓ કરી રહ્યા છે બીજી તરફ દોરી ની વાત કરીએ તો સાકાર આંઠ કંપનીનો તેજસ દોરી આ વર્ષે માર્કેટમાં નવું જોવા મળી રહ્યું છે લોકોને પણ ખૂબ પસંદ પડી રહ્યું છે સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે બીજી તરફ જોવા જેવું એ રહ્યું કે લોકોને હાલ મકરસંક્રાતિ ઉજવવા ની ઉમંગ ખૂબ સારી જોવા મળી રહી છે અમે પણ સરકારની માર્ગદર્શિકા હેઠળ હાલ ધંધો કરી રહ્યા છે.
વેપારની ગતિને અવરોધ આવે એવી સિઝન હાલ જોઈ શકાય છે: મહેન્દ્રભાઇ
સદગુરુ સીઝન સ્ટોર ના મહેન્દ્રભાઇએ અબતક સાથેની ખાસ મુલાકાત માં જાણવ્યું હતું કે સીઝન ની શરૂઆત ઘણી ઉતાર ચડાવતી ભરેલી રહી છે લોકડોઉન માં ધંધો તેમજ પ્રોડક્શન પણ બંધ હતું ફીરકી માં ભાવ વધારો જોવા મળી રહ્યો છે તેની સામે પતંગ નું પ્રોડક્શન હાલ વધારે જોવા મળે છે ત્યારે બીજી બાજુ વેપારની માપદંડ રેખા હાલ ૪૦થી ૫૦ ટકા જેટલી છે ધંધામાં હાલ અવરોધ આવ્યો હોય એવું લાગી રહ્યું છે દર વર્ષની જેમ આ વર્ષની સીઝન પણ હજુ કહી ના શકાય કેટલા અંશ શુધી સારી રહેશે પરંતુ ગ્રાહકી ધીમે ધીમે શરૂ થઈ છે લોકો પણ આવી રહ્યા છે ખાસ કરીને સંક્રાંત માં જે પતંગ રસિકો છે તેઓએ નું પ્રતિસાદ બતાવવાનું શરૂ કર્યો છે તેમજ બહારગામથી પણ લોકો આવી રહ્યા છે રિટેલ વેપાર કરવા માટે પણ પતંગ દોરો લઈ રહ્યા છે જોવાનું એ રહ્યું કે હવે સરકારના માર્ગદર્શિકા હેઠળ રહી જાહેરનામાનો ભંગ ન થાય તેમજ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવામા આવે આ વર્ષની મકરસંક્રાંતિ કેવી રીતે ઉજવશે હાલ મોટી બાબત બની છે સાથે એ પણ જોવાનું રહ્યું કે સોશિયલ ડિસ્ટન્સ માં અગાસી પર એકથી વધુ ચાર લોકો પણ ભેગા ના થાય તેનો પણ ખ્યાલ રાખવાનો છે વેપારમાં નવી પતંગો સાથે લોકોને આકર્ષી રહ્યા છે સારા માંજા તેમજ નવી વેરાઈટી સાથે અમે અમારા ગ્રાહકોને તેમની અપેક્ષા મુજબની દોરી આપી રહ્યા છે બાળકો માટે પણ ફેન્સી પતંગોથી લઈ મનોરંજન પૂરું પાડે તેવા દરેક પ્રયાસો અમે કરી રહ્યા છે. પતંગ રસિકોએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સંક્રાંત મા ચાર થી વધુ લોકો ભેગા ન થાય એ જાહેરનામાને તેઓ એ પોતાના માટે સારો ગણાવ્યો છે ખાસ તો હાલ જે રીતે પરિસ્થિતિ વણસી છે તેને ધ્યાનમાં રાખીએ તો ખૂબ સારો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ મકરસંક્રાંતિ હર્ષ અને ઉલ્લાસનો તહેવાર છે પારિવારિક માહોલમાં ઉજવાતો તહેવાર છે ત્યારે અગાસી પર ચારથી વધુ લોકો ભેગા થાય નહીં તે પણ ધ્યાન રાખવુ ખાસ માસ્ક પહેરી રાખવું સોશિયલ ડિસ્ટન્સની પણ તાકીદ રાખીશું તેમજ પક્ષીઓને પણ ઈજા ન થાય તે રીતે સંક્રાત ઉજવસે અને પોતાની અને પરિવારની સલામતી ની તમામ તકેદારીઓની જાણવાની રાખવામાં આવશે.