સ્ક્રીન, હેર તેમજ વજનનું સંતુલન જાળવવા પૌષ્ટિક ખોરાક તેમજ ૪ થી ૫ લિટર પાણી પીવું જરૂરી: ડો. માહી ખેતિયા
હાલ નવરાત્રિ આડે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ખરીદીનો માહોલ જામ્યો છે. સાથે સાથે ખેલૈયાઓ નવરાત્રિમાં ઝુમવા માટે જોર શોરથી તૈયારીઓ કરી રહ્યા છે. નવરાત્રી દરમિયાન સુંદર અને આકર્ષક દેખાવા માટે અત્યારથી જ કેવા કપડા પહેરવા, કયાં સલોનમાં દરરોજ તૈયાર થવા જવું. કયાં પ્રકારની ટ્રીટમેન્ટ કરાવવી વગેરે જેવી બાબતોની લોકો કાળજી રાખી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ પ્રકારની હેર ટ્રીટમેન્ટ, સ્ક્રીન ટ્રીટમેન્ટ, ટેટુ વગેરે પણ કરાવી રહ્યા છે. આ તકે રાજકોટના યુનિવર્સિટી રોડ પર ગૂરૂકૃપા કોમ્પ્લેક્ષ પર આવેલ ડો. માહીઝ કલીનીકના ડો. માહિ ખેતિયાએ અબતકની ટીમ સાથે વિશેષ વાતચીત કરી હતી.
આ તકે ડો. માહી ખેતિયાએ જણાવ્યું હતુ કે નવરાત્રિમાં લોકો સ્કીન પ્રત્યે ઘણા જાગૃત બને છે. અમારે ત્યાં અલગ અલગ સ્કીનની સમસ્યાઓ માટે વિવિધ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. સ્કીનની કાળજી રાખવા માટે તડકામાં જવા સમયે કાળજી રાખવી જોઈએ, વધુ પાણી પીવું જોઈએ શાકભાજી અને ફળો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ. અમારે ત્યાં સ્કીન માટે ઈન્સ્ટન્ટ ગ્લો, વ્હાઈટીંગ, બેક પોલિશીંગ એન્ડ ગ્લોઈઠગ, એન્સ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. આ ઉપરાંત વાળ માટે હર્બલ સ્પા, હેર બોટોક્ષ ટ્રીટમેન્ટ, હેર મોશ્ર્ચરાઈઝીંગ, ટ્રીટમેન્ટ, હેર ફોલ ટ્રીટમેન્ટ, લેસર ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. આ ઉપરાંત નવરાત્રીને લઈને અમારે ત્યાં હેર રીમુવલ, સ્ક્રીન ટ્રીટમેન્ટ, હેરે ટ્રીટમેન્ટ, વેઈટ લોસ, વેઈટ ગેઈન વગેરેમાં ખૂબજ આકર્ષક ઓફર છે.
આ ઉપરાંત નવરાત્રિમાં લોકો ટેટુ પણ કરાવતા હોય છે. જેને લઈને ટેટુ રીમુવલ ટ્રીટમેન્ટ પણ ઉપલબ્ધ છે. જેનાથી ટેટુને સરળતા પૂર્વક રીમૂવ પણ કરી શકાય છે. આ તકે તેમણે નવરાત્રિ દરમિયાન શું કાળજી રાખવી તે પ્રશ્ર્નના ઉત્તરમાં જણાવ્યું હતુ કે સ્કીન, હેર અને વજન આ ત્રણેય એવી વસ્તુ છે. જેને મેઈન્ટેઈન કરવું જરૂરી છે. જેના માટે ખોરાક બરાબર લેવો જોઈએ, ૩ થી ૪ લીટર પાણી પીવું જોઈએ તેમજ ઉંઘ બરાબર લેવી જોઈએ. વધુને વધુ ખૂશ રહો અને ડોકટરને ક્ધસલ્ટ કર્યા વગર એક પણ વસ્તુ આપમેળે યુઝ ન કરવી જોઈએ અને વાટે વાટે બદલવી ન જોઈએ.
ટીપ્સ
- ખોરાક વ્યવસ્થિત લેવો.
- ૩ થી ૪ લિટર પાણી પીવું
- પૂરતી ઉંઘ લેવી.
- તડકામાં જવા સમયે કાળજી રાખવી.
- ડોકટરને ક્ધસલ્ટ કર્યા વગર કોઈ વસ્તુ આપમેળે ન લેવી.
- હંમેશા ખુશ રહેવું.