- કાલાવાડ રોડ રાધા રમણ મંદિરે કાલે મામેરા વિધિથી મહોત્સવનો થશે આરંભ, અષાઢી બીજે 7મીએ ભગવાન જગન્નાથ નગર યાત્રાએ નિકળશે
ધર્મનગરી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અષાઢી બીજ ની ઉજવણીની તડામાર તૈયારીઓ સાથે ભગવાન જગન્નાથ ,ભાઈબલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ભગવાન નગર ચર્ચાએ નીકળશે રાજકોટમાં ભગવાનની રથયાત્રા માટે તૈયારીઓ ચાલી રહી છે.
શહેરના કાલાવડ રોડ પર આવેલ જગન્નાથ મંદિર ખાતે અષાઢી બીજ ના ધર્મોત્સવ ની ઉજવણીના તોરણ બંધાયા હોય તેમ તૈયારીઓ ધમધમી રહી છે સાત જુલાઈ રવિવારે અષાઢી બીજના શુભ દિવસે સવારે 8:30 વાગે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી અલૌકિક રથમાં બિરાજમાન થઈ પરંપરાગત રીતે રાજકોટ મહાનગરના વિવિધ રાજમાર્ગો પર ધર્મ પ્રેમી ભાવિકોને દર્શનનો લ્હાવો આપવા નગર ચર્ચા એ નીકળશે.
જગન્નાથ મંદિરે સમિયાણા બંધાઈ ચૂક્યા છે, અને રથયાત્રાની તૈયારીઓ સાથે અષાઢી બીજના વિવિધ ધાર્મિક પ્રકલ્પો માટે તૈયારીઓને અંતિમ આપવામાં આવી રહ્યું છે, આ મહોત્સવના આરંભમાં પાંચમી જુલાઈ શુક્રવારે સાંજે 5:00 વાગે યજમાન અભયભાઈ ગણપતરાય ભારદ્વાજ નીતિનભાઈ ગણપત રાય ભારદ્વાજ પરિવાર તરફથી મામેરાવિધિ યોજાશે અષાઢી બીજ સાત જુલાઈ રવિવારે સવારે 8:30 વાગે જગન્નાથ મંદિરના પ્રાગણમાંથી નીકળનાર રથયાત્રા ની બહિધિ વિધિ રાજકોટના રાજવીએ ઠાકોર સાહેબ માધાતા સિંહજી જાડેજા ના હસ્તે રથ ખેંચીને શુભારંભ કરવામાં આવશે, આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સમસ્ત નાના મહુવા ગ્રામજનો ઉપસ્થિત રહેશે ,અષાઢી બીજ મહોત્સવ પૂર્વે પાંચ સાત શુક્રવારે ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલદેવજી નું ગર્ભગ્રહમાં રત્નાવેદી પર પ્રતિષ્ઠા પરિવારના યજમાન તરીકે ઉદયભાઇ નારણભાઈ લુહાર મારવાડી પરિવાર ને ધર્મ લાભ અપાશે.
નેત્રોત્સવ પૂજન વિધિ મહારથી સવારે આઠ વાગે થી 12:00 વાગ્યા સુધી થશે અષાઢી બીજના દિવસે પરંપરાગત રીતે યોજનારી રથયાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ કૈલાશધામ આશ્રમ નાના મવા થી સવારે 8:30 વાગે પ્રસ્થાન થશે અને રાત્રે 8:30 વાગે નિજ મંદિરમાં મહા આરતી સાથે સંપન્ન થશે આ મહોત્સવ નો લાભ લેવા જગન્નાથજી મંદિર ના મહંત ત્યાગી મનમોહનદાસ રામ કિશોરદાસજી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
રાજકોટ થી સૌરાષ્ટ્રમાં અષાઢી બીજ ની ધર્મમય ઉજવણી નો માહોલ પ્રવૃત્તિ રહ્યો છે રાજકોટ ખાતે પરંપરાગત રીતે અષાઢી બીજ ની રથયાત્રા થાય છે રવિવારે તારીખ સાતમી જુલાઈએ દિવસે જગન્નાથ મહાદેવ મંદિર કૈલાશધામ ખાતેથી રથયાત્રા પ્રસ્થાન કરશે આવેલા ત્યાગી મનમોહનદાસજી મહારાજ રાઘવદાસજી મહારાજ બલરામદાસજી મહારાજ રાજુભાઈ ઝુંઝા બ્રિજેશભાઈ પાંડે સુધીરભાઈ પોપટ ઉપેન્દ્રસિંહ જાડેજા અને અજય સિંહ ઝાલાએ અષાઢી બીજ નારી ભગવાન જગન્નાથ રથયાત્રા અંગે વિગતો આપતા જણવ્યું હતું કે