અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશે કોરોનાને નિયંત્રણમાં રાખવા બેઠક યોજી
કોરોનાના કેસો વધવા લાગતા અગમચેતી માટે જામનગરમાં ૧૦૦૦ દર્દીઓની સારવાર ઈ શકે, તેવી વ્યવસ ઉભી કરવાની તૈયારીઓ તંત્રે શરુ કરી દીધી છે. આ માટે અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશે વિશેષ બેઠક યોજી હતી.
જામનગર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા અને જો સંક્રમણમાં વધારો ાય તો આગામચેતીરુપે કરવામાં આવનાર વ્યવસઓની તૈયારીઓની અંગે રાજયના પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશે કલેકટર કચેરી ખાતે આરોગ્યતંત્ર સો બેઠક યોજી હતી આ બેઠકમાં જામનગરમાં કોરોના સંક્રમણ સામે આગમચેતીના ભાગરુપે જો સંક્રમણ વધે તો ૧૦૦૦ દર્દીઓની સારવાર ઈ શકે તે પ્રકારની સુવિધાઓના નિર્માણ માટેની તૈયારીઓ અને આવશ્યક વસ્તુઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કલેકટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી વિપીન ગર્ગ, મ્યુનિ. કમિશનર સતિષ પટેલ, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અફસાના મકવા, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈ, જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. દિપક તિવારી, અધિક ડીન અને કોરોના નોડલ ડો. એસ.એસ.ચેટરજી, આયુર્વેદ યુનિ. વાઈસ ચાન્સેલર અનુપ ઠાકર જોડાયા હતાં.
કોરોના વધુ બે દર્દીઓને ભરખી ગયો, કુલ મૃત્યુ આંક ૩૧
કોરોનાના વધુ ૧૯ દર્દી મળી આવ્યા: ત્રણ સાજા થયા
જામનગરમાં કાળમૂખો કોરોના વધુ બે દર્દીઓને ભરખી ગયો છે. સલાયાની મહિલા સહિત હાલારમાં ર૦ દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે દાખલ કરાયા છે, જ્યારે ત્રણ દર્દી સાજા તા રજા આપવામાં આવી છે.
જામનગરમાં વિકરાળ સ્વરૃપ ધારણ કરી રહેલા કોરોના વાઈરસએ આજે બે વ્યક્તિઓનો ભોગ લીધો છે જ્યારે જિલ્લામાં વધુ ૧૯ લોકો સંક્રમિત બન્યા છે એમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉપરાંત સલાયાના મહિલા પણ પોઝિટિવ યા છે. જામનગર શહેર તેમજ જિલ્લામાં કોરોના વાઈરસ જેટ ગતિએ ફેલાઈ રહ્યો છે અને સમયાંતરે દર્દીઓ મૃત્યુને ભેટી રહ્યા છે. આજે પણ બે દર્દીઓ વસંતભાઈ ભટ્ટ (ઉ.વ. ૭પ) અને સુરેશભાઈ દેવાણી (ઉ.વ. ૭૦) નો સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતાં. આમ જિલ્લામાં કુલ મૃત્યુ આંક ૩૧ નો યો છે. ગઈકાલે જામનગર શહેરમાં ૧૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ મળી જિલ્લાના કુલ ૧૯ લોકો કોરોના સંક્રમિત બન્યા હતાં. આમ તમામને સારવાર માટે આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ૧૯ દર્દીઓમાંી દસ પુરુષ અને ૯ મહિલાનો સમાવેશ ાય છે. જામનગર શહેરમાં કુલ ૩૪પ પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાંી ગઈકાલે ત્રણ દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ રર૦ દર્દીઓ સાજા તાં તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે શહેરમાં કુલ ર૩ દર્દીના મૃત્યુ નિપજ્યા છે, તો જિલ્લાનો કુલ પોઝિટિવ આંક ૪પ૮ નો યો છે. ગ્રામ્ય વિસ્તારમાં આઠ દર્દીના મૃત્યુ યા છે અને ૧૧૩ પોઝિટિવ કેસ નોંધાયા છે.
જામનગર જિલ્લામાં કુલ ૧૯ પોઝિટિવ કેસ નોંધાતા વહીવટી તા આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા આનુસંગિક કામગીરી હા ધરવામાં આવી હતી. આ ઉપરાંત સલાયાના મહિલા પણ સંક્રમિત બન્યા છે.