સરહદ પર વારંવાર સીઝ ફાયરનુ ઉલ્લંઘન કરવાની પાકિસ્તાનની નાપાક હરકત ચાલુ છે. ગઈકાલે જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેકટરમાં અંધાધૂંધ ફાયરીંગ પાકિસ્તાને કરતા ભારતીય સૈન્યના કેપ્ટન સહિત ચાર જવાનો સહિત યા હતા. ભારતીય સૈન્યએ પણ પાકિસ્તાનના આ કરતુતનો જવાબ દેવા માટે તૈયારી કરી છે. એલઓસી નજીકની ચોર્યાસી શાળાઓને બંધ રાખવાનો આદેશ અપાયો છે.
ગઈકાલે પાકિસ્તાને કરેલા ફાયરીંગ અને મિસાઈલ હુમલાથી ૨૩ વર્ષીય કેપ્ટન કપીલ કુંડુ સહિત ચાર સૈનિકો શહિદ થયા છે. પાકે એન્ટીટેન્ક ગાઈડેડ મિસાઈલનો વાર પણ કર્યો હતો. આ મિસાઈલનો ઉપયોગ બંકર ઉડાડવા માટે તો હોય છે. પાકિસ્તાનની આ નાપાક હરકતનો જવાબ દેવા ભારતીય સૈન્ય સજ્જ ઈ ગયું છે. પ્રારંભીક ધોરણે ભારતીય સેનાએ પાકિસ્તાનની સરહદી ચોકીઓને ભારે નુકશાન પહોંચાડયું છે.
સેનાના પ્રવકતાએ કહ્યું છે કે, ભારતીય સૈનિકોની શહિદી બેકાર નહીં જાય પાકિસ્તાને કરેલા ફાયરીંગનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. સેનાના પ્રવકતાના આ નિવેદન પરી સંકેત મળ્યો છે કે, ટૂંક સમયમાં સરહદે ભારે ઈ શકે છે. ભારતીય સૈન્ય પાકિસ્તાનના બંકરો અને ચોકીઓનો ખાત્મો બોલાવશે તેવી ધારણા છે. બન્ને દેશો વચ્ચે મીની યુદ્ધ પણ છેડાઈ શકે છે.
પાકિસ્તાને સરહદે કરેલા ફાયરીંગના કારણે સરહદી પાંચ કિ.મી.ની આજુબાજુમાં ૮૪ શાળાઓને ત્રણ દિવસ માટે બંધ રાખવાનો આદેશ અપાયો છે. ગઈકાલે યેલા પાયરીંગમાં રાઈફલ મેન રામ અવતાર, શુભમસિંહ અને હવાલદાર રોશનલાલ શહિદ યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૪૦ દિવસોથી સીમા પર પાકિસ્તાન દ્વારા અવાર-નવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જેનો જવાબ પણ ભારતીય સૈનિકો જડબાતોડ આપે છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ ભારતીય સૈનિકોની શહિદી ઉપર દુ:ખ વ્યકત કર્યું છે. બીજી તરફ એલઓસી નજીક આઈએસઆઈ મોટો હુમલો કરે તેવી વોર્નિંગ પણ આપવામાં આવી છે.