ખેતીના માધ્યમી દેશના વિકાસને કઈ રીતે બુસ્ટર ડોઝ આપી શકાય તે વાત ચીનના ગળે સંપૂર્ણ રીતે ઉતરી ગઈ છે. માટે ચાલુ વર્ષ માટે ચાલુ વર્ષે કૃષિ ક્ષેત્રને બુસ્ટર ડોઝ આપવા સંપૂર્ણ આધુનિકરણ માટેની પોલીસી ઘડવાની તૈયારી ચીનની સરકારે કરી છે. આ પોલીસીમાં વર્ષ ૨૦૩૫ સુધીમાં ખેતીને સંપૂર્ણ આધુનિક બનાવવામાં આવે તે માટેનો ટાર્ગેટ રખાયો છે.
તાજેતરમાં મોદી સરકારે ભારતના ખેડૂતોની આવક બે ગણી કરવા અનેક પ્રોત્સાહક પગલા લીધા હતા. પરંતુ ઈન્ફાસ્ટ્રકચર અને આધુનિકરણના અભાવે ખેડૂતોની આવકમાં અસરકારક વધારો જોવા મળી રહ્યો ની. અધુરામાં પૂરું જળ તંગીના કારણે કેટલાક ક્ષેત્રોમાં ખેડૂતોની આવક ઘટી જાય તેવી દહેશત છે. જો કે, આ મામલે ચીને કરેલા પ્રયાસો નોંધનીય રહ્યાં છે. ચીને અત્યારી જ ૨૦૩૫ને ધ્યાને રાખી ખેતીને સંપૂર્ણ આધુનિક બનાવવાનો નિર્ધાર કર્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ચીન વિશ્ર્વનું સૌી મોટુ એગ્રીકલ્ચર સેકટર છે. જયાં કરોડો લોકો ખેતી સો જોડાયેલા તો છે પરંતુ ઉત્પાદકતા ભારતની જેમ જ નબળી રહી છે. માટે ચીન સરકાર આ મુદ્દે ચિંતીત છે અને આગામી સમયમાં સામૂહિક ખેતી અને આધુનિકરણી કૃષિનો વિકાસ કઈ રીતે ઈ શકે, ઉત્પાદિતા કઈ રીતે વધારી શકાય તે સહિતના પ્રશ્ર્નો મામલે નવી પોલીસી ઘડવા જઈ રહ્યું છે.
અત્યાર સુધી ચીન કોન્ટીટીમાં માનતું હતું પરંતુ કૃષિ ક્ષેત્રે હવે કવોલીટી પણ જોવાની ઈચ્છા ચીનની છે. ચીને તો ગયા વર્ષે જ આધુનિકરણ માટેના પગલા લેવાનું શ‚ કર્યું હતું. વિવિધ યોજનાઓ શ‚ કરી હતી. ભારત પણ ડ્રેગનના પગલે ચાલીને અત્યારી જ આધુનિક તેમજ સામૂહિક ખેતી માટેના ટાર્ગેટને નજરમાં રાખી નવી પોલીસી તૈયાર કરે તેવું ઈચ્છનીય છે.