મુસદાની સુચિત દરખાસ્તની જમીન ખાતેદારોને સમજણ અને સલાહ અપાશે
કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ શહેરની પસંદગી સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત રૈયા વિસ્તારમાં ટીપી સ્કીમ નં.૩૨ બનાવવા માટે ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે. ટીપી સ્કીમ બનાવવા માટેનો ધમધમાટ શ થઈ ગયો છે. આ ટીપીમાં જે રેવન્યુ સર્વે નંબર અને પેટા ભાગનો સમાવેશ થાય છે તેના જમીન ખાતેદારોના વાંધા-સુચનો સાંભળવા માટે આગામી મંગળવારના રોજ કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરી ખાતે એક ઓનર્સ મીટીંગ બોલાવવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાપાલિકા દ્વારા તા.૧૧/૮/૨૦૧૭ના રોજ ટીપી સ્કીમ નં.૩૨ (રૈયા) તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરાયો હતો. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૯૬ની કલમ ૪૧(૧)ની જોગવાઈ હેઠળ ટીપી સ્કીમનો સુચિત મુસદો ઘડીને યોજનાની જોગવાઈઓને પાર પાડવા માટેના સુચિત નિયમોનો મુસદો તૈયાર કરવામાં આવ્યો છે. ટીપી સ્કીમ નં.૩૨માં રૈયાના અલગ-અલગ સર્વે નંબર તથા પેટા ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો ૧૯૫૯ના નિયમ નંબર ૧૭ની જોગવાઈ હેઠળ મુસદાપ નગર રચના યોજના રાજકોટ નં.૩૨ રૈયાના મુસદાની સુચિત દરખાસ્તોની સમજણ આપવા તથા સલાહ સુચના મેળવવા માટે આગામી મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરી ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માલિકો તથા હિત સંબંધ ધરાવનારી વ્યકિતઓને હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. આ મીટીંગમાં ટીપી સ્કીમને લગતા તમામ સાહિત્ય, વિગતો, સભામાં રજુ કરી તેની સમજણ આપવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com