વિશાળ શોભાયાત્રા માં જુદાજુદા ૨૧ સ્થળોએ મટકી ફોડ કાર્યક્રમ:નગર દરવાજે ધર્મસભા યોજાશે
આગામી ૧૫મી ઓગષ્ટે જન્માષ્ટમી પર્વે મોરબીમાં ભવ્ય શોભાયાત્રા યોજવા વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા તડામાર તૈયારી શરુ કરવામાં આવી છે,આ વર્ષે શોભાયાત્રામાં શહેરમાં જુદા-જુદા ૨૧ સ્થળોએ મટકીફોડ કાર્યક્રમ યોજવામાં આવશે.
જન્માષ્ટમી પર્વે સમગ્ર શહેરમાં ગોકુળિયો માહોલ સર્જવા મોરબીમાં અત્યારથીજ તડામાર તૈયારી શરુ કરી દેવામાં આવી છે. વિશ્વ હિન્દૂ પરિષદ આયોજિત શોભાયાત્રા માટે બજરંગ દળ, શ્યામ મિત્ર મંડળ,અર્જુનસેના,શિશક્તિ યુવા ગ્રુપ,કાલિકા પ્લોટ યુવા ગ્રુપ,બાલગોપાલ મિત્ર મંડળ,વતીકાલે ગ્રુપ તેમજ ગાયત્રી પરિવાર દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. દરમિયાન ૧૫ ઓગષ્ટે શહેરના જડેશ્વર મંદિરથી વિશાલ શોભાયાત્રા પ્રારંભ થશે જે શહેરના જુદા-જુદા માર્ગો પર ફરી દરબારગઢ ખાતે ખોડિયાર મંદિરે સંપ્પન થશે.શોભાયાત્રા દરમિયાન અલગ અલગ રાસ ગરબા મંડળો અને કલાકારો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે.
વધુમાં જન્માંષ્ટમીના દિવસે બપોરે એક વાગ્યે નગર દરવાજા ચોકમાં ધર્મસભા યોજવામાં આવશે જેમાં સાધુ સંતો વિશાલ સંખ્યામાં હાજર રહી ધાર્મિક પ્રવચન કરશે.
જન્માષ્ટમી આયોજન અંતર્ગત આગામી તારીખ ૬ ના રોજ મોરબી જલારામ મંદિર ખાતે મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરાયું છે, જેથી તમામ સંગઠનોએ આ મિટિંગમાં હાજર રહેવા યાદીમાં જણાવાયું છે.