૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૫માં લોન્ચ કરાયેલા પ્રથમ એસ્ટ્રોસેટ-૧ની મર્યાદા આવતા બે વર્ષમાં પૂર્ણ થતા હવે એસ્ટ્રોસેટ-૨ લોન્ચ કરવાનું ઈસરોનું મિશન
ઈન્ડિયન સ્પેશ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન-ઈસરોએ હવે ભારતના બીજા સ્પેશ ઓબ્ઝવેટરી એટલે કે બીજા એસ્ટ્રોસેટને લોન્ચ કરવાની તૈયારી દાખવી છે. ખગોળશાસ્ત્રના વધુ અભ્યાસ અને વિકાસ અર્થે તેમજ ભૌતિક રસાયણ શાસ્ત્ર વિશે ગ્રહણ અભ્યાસ માટે ઈસરોએ એક નવા મિશન તરફ પ્રયાણ કર્યું છે.
આ એસ્ટ્રોસેટ બ્રહ્માંડમાં પૃથ્વી, આકાશગંગા અને તારાજુથો વચ્ચેનું અંતર માપવામાં મદદ‚પ થાય છે. તેમજ આ સિવાય અન્ય ખગોળશાસ્ત્રીય હેતુની હાંસલ કરવા મદદ કરે છે. જણાવી દઈએ કે, આ અગાઉ વર્ષ ૨૦૧૫માં ૨૮ સપ્ટેમ્બરે ઈસરોએ પ્રથમ એસ્ટ્રોસેટ-૧ લોન્ચ કયુર્ં હતું. જેનું વજન ૧૫૧૫ કિલોગ્રામ હતું. આ એસ્ટ્રોસેટ પૃથ્વીની ફરતે ૯૭ મીનીટમાં એક આંટો મારે છે અને એક દિવસ ૧૫ વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. એસ્ટ્રોસેટ-૧ને તૈયાર કરવામાં ૧૭૮ કરોડ ‚પિયાનો ખર્ચ થયો હતો. જેની પર પાંચ હાઈટેક કેમેરાઓ લાગે છે જે પૃથ્વી ફરતે ફરી ચોકકસ પ્રમાણમાં પરિણામો રજુ કરે છે. અમેરિકા, જાપાન, રશિયા અને યુરોપ પાસે પણ પોતાનો એસ્ટ્રોસેટ છે. આ દેશોએ પોતાના એસ્ટ્રોસેટ લોન્ચ કર્યા બાદ વર્ષ ૨૦૧૫માં ભારતે આ તરફ ડગ ભર્યા હતા.
એસ્ટ્રોસેટ-૧ બાદનરી સ્ટાર સિસ્ટમનો અભ્યાસ કરે છે. જોકે, આ એસ્ટ્રોસેટ-૧ની મર્યાદા પાંચ વર્ષ સુધીની છે જે આવતા બે વર્ષમાં સમાપ્ત થઈ જશે. તેથી ઈસરો એસ્ટ્રોસેટ-૨ને લોન્ચ કરવા ઈચ્છે છે. એસ્ટ્રોસેટ-૧ બનાવવામાં ભારતની પાંચ પ્રમુખ સંસ્થાઓએ સિંહ ફાળો આપ્યો હતો. આ સંસ્થાઓમાં ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ એસ્ટ્રોફીઝીકસ-બેંગ્લોર, અમદાવાદની ફીઝીકસ રીસર્ચ લેબ, બેંગ્લોરની રમણ રીસર્ચ ઈન્સ્ટીટયુટ, પૂણેની ઈન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફીઝીકસ તેમજ બેંગ્લોરની બીજી એક એમ પી બીરલા ઈન્સ્ટીટયુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચનો સમાવેશ થાય છે.