ફાયરમેનની ભરતી માટે પરીક્ષણ કરાયું

જામનગર મહાપાલિકાની ફાયર બ્રિગેડ શાખામાં ફાયરમેનની ૪૨ જગ્યા માટે ૫૪ ઉમેદવારો આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખામાં ફાયરમેનની ૪૨ જેટલી જગ્યાઓ ખાલી છે. જેમાં હંગામી ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, અને ૬૫ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવાયા છે અને તેઓનું શારીરિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ૫૪ ઉમેદવારો હાજર રહ્યા છે અને સ્વિમિંગ- દોરડાથી ચડવું તેમજ દોડ સહિતની ફિટ્નેશની ચકાસણી કરવામાં આવી રહી છે.

IMG 20210107 WA0059

મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખામાં ૪૨ જેટલી ફાયરમેનની જગ્યાઓ ખાલી છે જે ભરવા માટેની જાહેરાત કરાયા પછી મહાનગર પાલિકામાં કુલ ૮૮ ફોર્મ ભરાયા હતા. જે પૈકી ૬૫ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે અને ફિટનેસ પરીક્ષણ માટે બોલાવાયા હતા. જે પૈકી ૫૪ ઉમેદવારો હાજર રહ્યા હતા. જેનો સૌ પ્રથમ સ્પોર્ટ્સ સંકુલમાં સ્વિમિંગ તેમજ રસ્સા પર ચડવા સહિતનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ એસ.એસ.બી.ના ગ્રાઉન્ડમાં દોડની પ્રેક્ટિસ પણ કરાવાઈ હતી, અને તમામ ઉમેદવારોના હાઈટ, વજન વગેરે ફિટનેસનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે ફિટનેસની પ્રક્રિયા દરમિયાન એસએસબી તેમજ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટીમ હાજર રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.