શહેરના તમામ વોર્ડમાં પ્રિમોનસુન કામગીરી શરૂ કરતી મનપા
આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થનાર છે. તેમજ આ વખતે ચોમાસાની ઋતુ વહેલી શરૂ થાય તેવા અહેવાલ આવી રહ્યા છે. જેથી ચોમાસા દરમ્યાન જે જે વિસ્તારોમાં પાણી ભરવાના તેમજ શહેરના તમામ વોંકળાઓની સફાઈ થાય તે જરૂરી છે. હાલમાં, શહેરમાં પૂર્વ ઝોનમાં નાના 12, મોટા 06, સેન્ટ્રલ ઝોનમાં નાના 13, મોટા 10, પશ્ચિમ ઝોનમાં નાના 04, મોટા 07, કુલ નાના 29 અને મોટા 23 વોંકળાઓ આવેલ છે. આ વોંકળાની સફાઈની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ થાય તે માટે કામગીરી ચાલી રહેલ છે.
31 મે પહેલા આ કામગીરી પુરી થાય તે માટે દરેક ઝોનમાં ર જેસીબી ફાળવાય
જેમાં, પૂર્વ ઝોનમાં નાના 05 અને મોટા 02 વોંકળા, અને સેન્ટ્રલ ઝોનમાં નાના 04, મોટા 03 વોંકળા અને પશ્ચિમ ઝોનમાં નાના 02, અને મોટા 03 વોંકળા એમ કુલ 11 નાના અને 08 મોટા વોંકળાની સફાઈ કામગીરી કરાવેલ છે. આ વોંકળાની સફાઈમાં કુલ 12200/45050 મીટર કામગીરી પૂર્ણ થયેલ છે. આજ સુધી 101 ડમ્પરના તેમજ 144 ટેક્ટરના ફેરા મળી કુલ 1154 ટન કચરો કાઢવામાં આવેલ છે. વિશેષમાં, તા.31/05/2021 પહેલા આ કામગીરી પૂર્ણ થાય તે માટે દરેક ઝોનમાં 2 જેસીબી ફાળવવામાં આવેલ છે.
હાલમાં, શહેરના 19 વોંકળાની સફાઈની કામગીરી પૂરી થયેલ છે અને બાકીના વોંકળાની સફાઈની કામગીરી કરવામાં આવી રહેલ છે. આ ઉપરાંત શહેરના તમામ વોર્ડમાં ડ્રેનેજના મેનહોલ સફાઈની કામગીરી પણ શરૂ કરી લીધેલ છે. આ ઉપરાંત ચોમસા દરમ્યાન નીચાણ વિસ્તાર તથા નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાય છે તેવા વિસ્તારમાં લોકોને મુશ્કેલી ન પડે તે રીતે કામગીરી શરૂ કરવા ઉપરાંત ફાયર બ્રિગેડ વિભાગને પણ આ માટે જરૂરી એક્શન પ્લાન મુજબ તૈયારી રાખવા જણાવવામાં આવેલ છે. વિશેષમાં, જે જે વિસ્તારોમાં પાણી ભરવાના પ્રશ્ન થાય છે તેવા વિસ્તારોમાં કોઈ દબાણ હોઈ તો તે દુર કરવા તેમજ આગામી ચોમાસા દરમ્યાન લોકોને મુશ્કેલી ન પડે તે રીતે કાર્યવાહી હાથ ધરવા સંબધક અધિકારીઓને જણાવેલ છે.