તાજેતરમાં મેડિકલ પ્રવેશ માટે લેવાયેલ નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. પ્રીમિયર સ્કુલ પોતાનાના વિસ્ફોટક પરિણામથી ગુજરાત તથા સૌરાષ્ટ્રને ગૌરવ પ્રાપ્ત કરાવેલ છે. કોરોનાના આવા કપરા કાળમાં અને લોકડાઉન જેવી પરિસ્થિતિમાં પણ સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને નીટ માટેની ટેસ્ટ સિરીઝ અને રિવીઝન લેકચરની ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવેલ જેનો વિદ્યાર્થીઓએ ભરપુર ઉપયોગ કર્યો. સતત મોનિટરીંગ, મોટીવેશન અને ડાઉટ સોલવિંગ દ્વારા ટીમ પ્રીમિયરના શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી આ અવ્વલ દરજજાનું પરિણામ મેળવ્યું છે.
પ્રીમિયર સ્કુલના વિદ્યાર્થીઓએ નીટના પરિણામમાં ૭૨૦માંથી ઉચ્ચ ગુણ મેળવીને દર વર્ષે સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ સુનિશ્ર્ચિત કરી ડોકટર બનવાનું સપનું સાકાર કર્યું છે. પ્રીમિયર સ્કુલનું નીટનું પરીણામ એક કિર્તીમાન સ્વરૂપ છે. તેમાં પ્રીમિયર સ્કુલના ૨૧૫ વિદ્યાર્થીઓમાંથી ૬ વિદ્યાર્થીને ૬૮૦થી વધુ ગુણ હાંસલ કર્યા છે. ૧૬ વિદ્યાર્થીઓ ૬૫૦થી વધુ ગુણ મેળવેલ છે. ૩૩ વિદ્યાર્થીઓ ૬૦૦થી વધુ ગુણ મેળવેલ છે. ૭૬ વિદ્યાર્થીઓ ૫૫૦થી વધુ ગુણ મેળવેલ છે. ૯૨ વિદ્યાર્થીઓ ૫૦૦થી વધુ ગુણ મેળવેલ છે. સ્કુલના હેત શાહ, અક્ષય ચગ, જયંતી રંગાણી, ઈશીત ઠાકર, રાજ શાહ, દેવાંશી રાયચુરા, દેવાંશી પટેલ, યજત રાણપરા અને હિરવા કંઝારીયા સહિતના છાત્રોએ નીટ અને જેઈઈમાં સફળતાના શિખરો સર કર્યા હતા.