Abtak Media Google News
  • સતત ચોથા વર્ષે શાળાનું પરિણામ 100 ટકા આવ્યું
  • 10માં એ 1 ગ્રેડ સાથે 19 વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા છે
  • કોરોનાનો ડર હતો છતાં વિધાર્થીઓની મહેનત રંગ લાવી
  • શિક્ષણ જ્ઞાન સેવામાં પ્રીમિયર સ્કૂલ બાલ મનોવિજ્ઞાનના ધોરણે સક્રિયતાથી ચાલ્યા કરતી હોવાથી ઉત્તરોતર છાત્રોની પ્રગતિ થતી જોવા મળે છે

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ10નુ પરિણામ આવ્યું છે તેમાં ઘણા વિદ્યાર્થીઓ ખૂબ સારા અંકો સાથે ઉત્તીર્ણ થયા છે. રાજકોટની જો વાત કરવામાં આવે તો પ્રીમિયર શાળાનું સતત ચોથા વર્ષે 100 ટકા પરિણામ આવતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓ અને શાળાના સંચાલકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોના ના કપરા સમયમાં વિદ્યાર્થીઓને સારું પરિણામ લાવું તે ખૂબ જ કઠિન કાર્ય હતું. પરંતુ વિદ્યાર્થીઓની સાથે વાલીઓની યોગ્ય મહેનતના કારણે આ સારું પરિણામ આવ્યું છે.

પ્રીમિયર સ્કૂલની વિશેષતા એ છે કે અહીં જે શિક્ષકો અભ્યાસ કરાવે છે તે જ સંચાલક તરીકે શાળાની ફરજ બજાવી રહ્યા છે જેથી વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો દાઉદ કે પ્રશ્ન ઉભો થાય તો તેઓ સીધા જ તેમનો સંપર્ક સાધી શકે છે અને તેમના પ્રશ્નનું નિવારણ પણ લાવવામાં આવે છે. શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે શાળામાં જે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે તેનાથી હવે વિદ્યાર્થીઓને પૂરતો ફાયદો મળી રહેશે.

પ્રીમિયર શાળાના છાત્રો પોતાની વ્યથા મુક્ત મને રજૂ કરી શકે છે : મનનભાઈ જોશી

Manan

પ્રીમિયર સ્કૂલ ના સંચાલક મનનભાઈ જોશીએ અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે શાળાનો નિયમ એ જ છે કે ઝીણવટ ભર્યું ધ્યાન વિદ્યાર્થીઓ ઉપર આપવામાં આવે છે જેથી તેઓ તેમની કારકિર્દી યોગ્ય રીતે ઘડી શકે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ હાલ સૌરાષ્ટ્ર એજ્યુકેશન હબ બની ગયું છે ત્યારે હજુ પણ જો યોગ્ય રીતે વિદ્યાર્થીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો તેમનો સર્વાંગી વિકાસ પૂર્ણ રીતે શક્ય બનશે.

સારા પરિણામ પાછળ વાલીઓ અને વિદ્યાર્થીઓનો ભરોસો ખૂબ જ જરૂરી : નિરવભાઈ બદાની

Nirav

પ્રીમિયર સ્કૂલના સંચાલક નિરવભાઈ બદાનીએ અબતક સાથે વાતચીત કરતા કહ્યું હતું કે , કોઈપણ શાળાનો પરિણામ જ્યારે સારું આવે તો તેની પાછળ સારા વાલીઓ અને તેમનો ભરોસો સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવતો હોય છે. તારા હિસાબે લાવવા માટે સારા જે મહેનત કરે છે તેને સાર્થક કરવામાં વાલીઓની હાથ સૌથી મોટો છે.

ઇન્ડિયા સ્કૂલ નું સારું પરિણામ આ પાછળનું એક કારણ એ પણ છે કે શાળા હૈ હર હંમેશ નાના-નાની ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને વિદ્યાર્થીઓને તે દિશામાં જ આગળ વધાર્યા છે.

શાળાના શિક્ષકો બાળક પાછળ પુરતી મહેનત કરે છે : નેહાબેન દેસાઈ

Neha

પ્રીમિયર સ્કૂલના ડાયરેક્ટર નેહાબેન દેસાઈએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આરા દરેક બાળક પાછળ પુરતી મહેનત કરે છે કેમ કે શાળા નો હેતુ એ જ છે કે કોઈ એક વિદ્યાર્થી નહીં પરંતુ અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓં સારામાં સારા અંક સાથે ઉત્તીર્ણ થાય. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, શાળામાં જે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે તેના ઉપર પણ શાળા વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે ટેસ્ટનું જે પરિણામ આવે તેના ઉપર પણ તેઓ વધુ ને વધુ બાળકોને મજાક બનાવે છે અને તેઓએ કઈ દિશામાં મહેનત કરવી તેનું પણ જ્ઞાન આપવામાં આવે છે.

વિદ્યાર્થીઓના નાનામાં નાના મુદ્દાઓ ઉપર વધુ ધ્યાન આપવુ એ શાળાનો હેતુ : મુકેશભાઈ તિવારી

Mukesh

પ્રીમિયર સ્કૂલના ડાયરેક્ટર મુકેશભાઈ તિવારીએ અબતક સાથે વાતચીતમાં.જણાવ્યું હતું કે, ઓનલાઈન એજ્યુકેશન મેળવ્યા બાદ જ્યારે બાળકો ઓફલાઈન તરફ ડાયવર્ટ થયા હતા ત્યારે શિક્ષકોની સાથે વિદ્યાર્થીઓને પણ ઘણા પ્રશ્નો ઉભા થયા હતા તેથી હવે શાળા નો હેતુ એ જ છે કે આગામી મેચમાં વિદ્યાર્થીઓને નાનામાં નાના મુદ્દાઓ ઉપર વધુ ધ્યાન આપી તેમનો જે બેઝ હોય તેને વધુ મજબૂત કરવામાં આવશે. દોસ્તી નહી વધુ સારું પરિણામ અને વધુ વિદ્યાર્થીઓ સારા અંકો સાથે ઉત્તીર્ણ થાય તે પણ એટલું જ મહત્વનું છે અને તે દિશામાં પણ દરેક શિક્ષકો કાર્ય કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.