સૌરાષ્ટ્ર યુનિ. અને સી.સી.ડી.સી. દ્વારા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સીસીડીસી મારફત જુદી જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની સચોટ તાલીમ તજજ્ઞ નિષ્ણાંતોના માધ્યમથી કરવામાં આવે છે. જેના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારના અનેક છાત્રોને સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન સાકાર થયેલ છે. સીસીડીસીના તાલીમ વર્ગોમાં દરરોજ સીલેકટેડ ટોપીક ઉપર માર્ગદર્શન, સ્વચકાસણી સ્વરૂપ એમ.સી.ક્યુ. પરીક્ષા, જ્ઞાનના સાગર રૂપી ઈનહાઉસ લાયબ્રેરી તથા પરીક્ષામાં સફળતા મેળવે તે પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ અને કુલસચિવના સફળ માર્ગદર્શન હેઠળ ટીમ સીસીડીસી મારફત અનેક સફળતાપૂર્વક કાર્યક્રમ અને તેના ફળ સ્વરૂપ દરેક પરીક્ષામાં છાત્રો મારફત ઝળહળતી સફળતા મેળવી તાલીમ વર્ગોને અને કાર્યશાળાઓના આયોજનને બિરદાવેલ છે.
હાલ જી.પી.એસ.સી. દ્વારા જુદી-જુદી જગ્યાઓ વર્ગ-1 માટે ગુજરાત વહીવટી સેવા, જુનિયર સ્કેલ નાયબ કલેકટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારી-15, નાયબ પોલીસ અધિક્ષક-08, જિલ્લા/નાયબ રજિસ્ટ્રાર-01, સહાયક રાજ્યવેરા કમિશનર48, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)-01 અને વર્ગ-2 માટે મામલતદાર-12, તાલુકા વિકાસ અધિકારી-10, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર-10, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)-01, સરકારી શ્રમ અધિકારી-02, રાજ્ય વેરા અધિકારી75 માટે કુલ 183ની ભરતી કરવામાં આવનાર છે. ભરતીની જાહેરાતનાં અનુસંધાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સી.સી.ડી.સી.નાં દ્વારા બીજી બેચ તા. 07-10-2011 ને ગુરૂવારથી પ્રિલીમ્સના તાલીમવર્ગોનું આયોજન કરવામાં આવેલ છે.
તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ વહેલા તે પહેલાના ધોરણે તા. 05-10-2021 સુધીમાં ગ્રાઉન્ડ ફલોર, સી.સી.ડી.સી. બિલ્ડીંગ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ ટોકન શુલ્ક સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા, જી.પી.એસ.સી.નું ઓનલાઈન ભરેલ એપ્લીકેશન ફોર્મની ઝેરોથા, આઈ.ડી. પ્રફ અને લીવીંગ સર્ટીફિકેટ સાથે લાવવાનું રહેશે તેમ એક યાદીમાં જણાવાયું છે.