મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનું સપનું જોયું હતું. આજે વડાપ્રધાન તરીકે જાપાનના સહકારથી સપનું સાકાર કરવાની શરૂઆત કરી છે. મોદી અને આબે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પાસે એથલેટીક્સ ગ્રાઉન્ડ ખાતે બૂલેટ ટ્રેન એટલે કે હાઈ સ્પીડ ટ્રેનનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન કર્યું હતું. સાથે ભારતીય રેલ્વે ના ઈતિહાસમાં એક નવા યુગનો પ્રારંભ થયો હતો. પરિણામે દેશમાં અન્યત્ર બુલેટ ટ્રેન શરૂ થવાનો માર્ગ પણ મોકળો બનશે. ખાતમૂહુર્ત પહેલા શિન્ઝો આબેને વડાપ્રધાન નરેન્દ મોદીએ હાઈસ્પીડ રેલના રૂટનું મોડલ દર્શન કરાવ્યું હતું. ભૂમિપૂજન સ્ટેડિયમમાં બેસીને બંને વડાપ્રધાન કર્યું હતું. આબેએ પોતાના પ્રચવનની શરૂઆત કરી નમસ્કારથી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશે બુલેટ ટ્રેનમાં બેસીને મુંબઈ આવીને ઉદઘાટન કરવા માટે આમંત્રણ આપ્યું હતું.
વડાપ્રધાન મોદીએ શું કહ્યું
મારે તમને બધાને પણ અભિનંદન આપવા છે. વિશ્વના એક નેતાને જાપાનના પ્રધાનમંત્રી અને પરમ મિત્રને, મારા અંગત મિત્રને સ્વાગત બદલ બાધનું આભાર માનું છું. સારો મિત્ર સંબંધ અને સમયની સીમાઓથી પર હોય છે. જાપાન ભારતનો એવો જ મજબૂત મિત્ર છે.
આબેએ નમસ્કાર સાથે પ્રવચનની શરૂઆત કરી
ભારત સાથેના સંબંધની નવી શરૂઆત થઈ રહી છે.બે વર્ષ પહેલા બુલેટ ટ્રેનનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે હવે સાકાર થઈ રહ્યો છે.10 વર્ષ પહેલા ભારતની સંસંદમાં સંબોધન કરવાનું સૌભાગ્ય મળ્યું, ભારત અને જાપાનની દોસ્તી હિંદ-પેસેફિક મહાસાગરના સંબંધનો સંગમ બની જશે. મોદી દુરદર્શી નેતા છે. મોદીએ ન્યૂ ઇન્ડિયાના નિર્ણય લીધો છે. જાપાનના 100થી વધુ એન્જિનિયર ભારત આવી ચૂક્યાં છે. ભારતના એન્જિયરોને મળીને કામગીરી કરી રહ્યાં છીએ.ભારતના નવા અધ્યાયની શરૂઆતથી થઈ ચૂક્યો છે. ભારત-જાપાનની મિત્રતા દ્રિપક્ષીય નથી રહી.
બુલેટ ટ્રેન દુનિયાની સૌથી સુરક્ષિત ટ્રેન વ્યવસ્થા છે. હિંદ મહાસાગરના તમામ દેશો વિકાસની ચાહ રાખે છે, જેને સાકાર કરવા માટે ભારત-જાપાન પોતાના સંયોગને વધુ મજબૂત બનાવશે, વિજય રૂપણી એ કહ્યું નરેન્દ્રભાઈ નવું નવું વિચારે છે, અને તેને સાકર કરે છે. વિજય રૂપાણીએ વડાપ્રધાન શિન્ઝો આબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાગત કર્યું અને આભાર માન્યો હતો, ત્યારે બાદ અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ ટ્રેનનું મોડલ નિહાળ્યું હતું. કેન્દ્રિય રેલવે મંત્રી પીયુષ ગોયેલ, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશ સહિતના મહાનુભવો હાજર રહ્યા હતા. જાપાનના વડાપ્રધાનનું શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલના મોડલનું જાપાના વડાપ્રધાને નિરિક્ષણ કર્યું હતું.આ પ્રસંગે કેન્દ્રિય રેલવે મંત્રી પીયુષ ગોયેલ, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ત્યાર બાદ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને અંતે વડાપ્રધાન મોદી ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરશે.મહાત્મા મંદિરમાં ઇન્ડિયા જાપાન એન્યુઅલ મિટિંગમાં એક્ઝિબિશન યોજવાનું જેમાં જાપાનની બુલેટ ટ્રેન માટેની શિંકનસેન ટેક્નોલોજી દર્શાવાશે. અહીં બુલેટ ટ્રેનનું સિમ્યુલેટર મોડેલ પણ મુકવામાં આવ્યું છે.