પેરાલિમ્પિક્સમાં ભારતના મેડલની સંખ્યા હવે 7 પર પહોંચી: ભારતે અત્યાર સુધીમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા

પેરિસ પેરાલિમ્પિક્સ 2024ના ચોથા દિવસે એટલે કે 1લી સપ્ટેમ્બર ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને દેશ માટે છઠ્ઠો મેડલ જીત્યો હતો. મહિલા એથ્લેટ પ્રીતિ પાલે મહિલાઓની 200 મીટર દોડ (ટી35) ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 30.01 સેક્ધડમાં રેસ પૂરી કરી હતી. આ પેરાલિમ્પિક્સમાં પ્રીતિનો આ બીજો બ્રોન્ઝ છે. અગાઉ તેણે 100 મીટરમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ સાથે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલની સંખ્યા હવે 7 પર પહોંચી ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. અવનીએ શુક્રવારે આર2 મહિલા 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવનીએ પેરાલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની મોના અગ્રવાલે આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.22 વર્ષની અવનીએ ફાઇનલમાં 249.7 પોઈન્ટ બનાવ્યા જે એક પેરાલિમ્પિક રેકોર્ડ છે. બ્રોન્ઝ મેડલ વિજેતા મોનાએ 228.7 પોઈન્ટ મેળવ્યા હતા. અવનીએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં પણ આ જ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એટલે કે તેણે પોતાના ટાઇટલનો બચાવ કર્યો છે.

10 મીટર એર પિસ્તોલમાં રૂબીનાને બ્રોન્ઝ મેડલ

પેરિસ પેરાલિમ્પિક્સ 2024ના ત્રીજા દિવસે 31 ઓગસ્ટના રોજ મહિલા શૂટર રૂબિના ફ્રાન્સિસે પાંચમો મેડલ જીત્યો. આ બ્રોન્ઝ મેડલ હતો. રૂબીનાએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ફાઇનલમાં 211.1 પોઇન્ટ્સ મેળવ્યા હતા. આ રીતે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલની સંખ્યા અત્યાર સુધી પાંચ પર પહોંચી ગઈ છે. જેમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

પેરિસ પેરાલિમ્પિક્સ માટે ભારતનું આજનું શેડ્યૂલ

પેરા બેડમિન્ટન

બપોરે 12:00 કલાકે – મિક્સ ડબલ્સમાં જઇં6 બ્રોન્ઝ મેડલ મેચ – નિત્યા શ્રી સિવાન/શિવરાજન સોલાઈમલાઈ દત સુભાન/મર્લિના (ઈન્ડોનેશિયા). રાત્રે 11:50 કલાકે – વિમેન્સ સિંગલ્સ જઇં6 બ્રોન્ઝ મેડલ મેચ – નિત્યા શ્રી સિવાન દત રીના માર્લિના (ઈન્ડોનેશિયા). બપોરે 3:30 કલાકે – મેન્સ સિંગલ્સ જક3 ગોલ્ડ મેડલ મેચ – નીતીશ કુમાર દત ડેનિયલ બેથેલ (ગ્રેટ બ્રિટન). રાત્રે 9:40 કલાકે – મેન્સ સિંગલ્સ જક4 ગોલ્ડ મેડલ મેચ – સુહાસ યથિરાજ દત લુકાસ મઝુર (ફ્રાન્સ). રાત્રે 9:40 કલાકે – મેન્સ સિંગલ્સ જક4 બ્રોન્ઝ મેડલ મેચ – સુકાંત કદમ દત ફેડી સેટિયાવાન (ઈન્ડોનેશિયા). વિમેન્સ સિંગલ્સ જઞ5 બ્રોન્ઝ અને/અથવા ગોલ્ડ મેડલ મેચોમાં તુલાસિમથી મુરુગેસન/મનીષા રામદોસ.

પેરા એથ્લેટિક્સ

બપોરે 1:30 કલાકે – મેન્સ ડિસ્કસ થ્રો ઋ56 ફાઈનલ – યોગેશ કથુનિયા. રાત્રે 10:30 કલાકે – મેન્સ જેવલિન થ્રો ઋ64 ફાઈનલ – સુમિત અંતિલ, સંદીપ અને સંદીપ સરગર. રાત્રે 10:34 કલાકે – વિમેન્સ ડિસ્કસ થ્રો ઋ53 ફાઈનલ – કંચન લાખાણી. રાત્રે 11:50 કલાકે – વિમેન્સ 400ળ ઝ20 રાઉન્ડ 1 – દીપ્તિ જીવનજી. પેરા શૂટિંગ બપોરે 12:30 કલાકે – ઙ3 મિક્સ્ડ 25ળ પિસ્તોલ જઇં1 ક્વોલિફિકેશન પ્રિસિઝન રાઉન્ડ – નિહાલ સિંહ અને અમીર ભટ. સાંજે 4.30 કલાકે – ઙ3 મિક્સ્ડ 25ળ પિસ્તોલ જઇં1 ક્વોલિફિકેશન રેપિડ રાઉન્ડ – નિહાલ સિંહ અને અમીર ભટ. રાત્રે 8:15 કલાકે – ઙ3 મિક્સ્ડ 25ળ પિસ્તોલ જઇં1 ફાઈનલ – નિહાલ સિંહ અને અમીર ભટ (ક્વોલિફિકેશનના આધારે). પેરા તીરંદાજી રાત્રે 8:40 કલાકે – મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડ ઓપન ક્વાર્ટર ફાઈનલ – રાકેશ કુમાર અને શીતલ દેવી. રાત્રે 9:40 કલાકે – મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડ ઓપન સેમીફાઈનલ – રાકેશ કુમાર અને શીતલ દેવી (ક્વોલિફિકેશનના આધારે). રાત્રે 10:35 કલાકે – મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડ ઓપન બ્રોન્ઝ મેડલ મેચ – રાકેશ કુમાર અને શીતલ દેવી (ક્વોલિફિકેશનના આધારે). રાત્રે 10:55 કલાકે – મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડ ઓપન ગોલ્ડ મેડલ મેચ – રાકેશ કુમાર અને શીતલ દેવી (ક્વોલિફિકેશનના આધારે).

50 મીટર પિસ્તોલ એસએચ-1 ઈવેન્ટમાં મનીષ નરવાલે સિલ્વર મેડલ મેળવ્યો

મનીષ નરવાલે ભારતને ચોથો મેડલ અપાવ્યો હતો. તેણે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ)માં સિલ્વર મેડલ જીત્યો હતો.મનીષ નરવાલે પેરાલિમ્પિક ગેમ્સમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ તેણે પી4 મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ એસએચ-1 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મનીષ નરવાલે ફાઇનલમાં કુલ 234.9 પોઇન્ટ મેળવ્યા હતા. દક્ષિણ કોરિયાના જોન જોંગડુએ 237.4 પોઈન્ટ મેળવીને આ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.