અબતક સાથેની વાતચિત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાએ જણાવ્યું હતુ કે તાઉતે વાવાઝોડાને લઈ રાજકોટ જિલ્લા પંચાયતમાં ક્ધટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ જે ચોવીસ કલાક કર્મચારીઓઅને કલાસ ટુ અધિકારીઓ હેન્ડલ કરી રહ્યા છે. ઉપરાંત દરકે ગામમાં તલાટીમંત્રી, ઈન્ચાર્જ તલાટીમંત્રી તથા શિક્ષક આચાર્ય, ગ્રામસેવક એવા બીજા કર્મચારીઓને ડયુટી આપી છે એટલે કે એક ગામ પર એક કર્મચારીના કોન્સેપ્ટ ઉપર અમે આગળ વધી રહ્યા છીએ અમને મુખ્યમંત્રી તરફથી સુચના આપવામાં આવી છે કે કોઈ પણ ગામમાંજિલ્લામાં અનઈચ્છનીય બનાવ ન બને તે બાબતે તકેદારી રાખી છે. સાથોસાથ પશુઓ બાબતે પણ તકેદારી લીધી છે.
અમારી પશુપાલન શાખા તરફથી સ્થાનીક સેવકો, તલાટીમંત્રી સાથે સંકલન કરી ગામમાં પશુપાલકોને જાણ કરી આપી છે કે આવા વાતાવરણમાં પશુઓને બાંધી ન રાખે તેથી પશુઓની જાનહાની અટકાવી શકીએ.અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારમાં છ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરેલ કાચા ઝુંપડા, ઝુપડપટ્ટીમાં રહેતા લોકોનું રહેવા જમવાની વ્યવસ્થા કરી છે. આરોગ્ય માટેની સેવી મળી રહે તે બાબતે તકેદારી લેવાય છે. જિલ્લામાં લગભગ સાડા આઠસો બહેનો આઈડેન્ટીફાઈ કરવામાં આવે જેઓ ગર્ભવસ્થામાં હોય તેમને સેઈફ જગ્યાએ ખસેડવામાં આવ્યયા જેના કારણે તેને કોઈ અસર ન થાય ઉપરાંત ખેડુતોને છેલ્લા બે દિવસથી સુચના આપી છે. પોતાનો વાવેલો પાક સુરક્ષીત જગ્યા પર ખસેડી લે અને ખેત મજૂરોને પણ સુરક્ષીત જગ્યા પર રાખી જેના કારણે માનવ જાનહાની અટકાવી શકાય.