વરસાદ પછી ધીમે ધીમે વાતાવરણ ઠંડુ થવા લાગ્યું છે. જેના કારણે આ સમય ગર્ભવતી મહિલાઓ માટે પડકારરૂપ બની શકે છે. બદલાતા હવામાન સાથે, વાયરલ ચેપ અને શરદીનું જોખમ પણ વધે છે. જે માતા અને ગર્ભમાં રહેલા બાળક બંનેના સ્વાસ્થ્ય માટે ચિંતાજનક હોઈ શકે છે. આવી સ્થિતિમાં સગર્ભા સ્ત્રીઓને ખાસ કાળજી લેવાની જરૂર છે. આ ઋતુમાં સ્વસ્થ આહાર અને ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરવો જરુરી છે. આ ઉપરાંત તહેવારોની મોસમ પણ નજીક આવે છે, જેના કારણે મહિલાઓએ વધુ સાવધાની રાખવી જોઈએ.
હાલમાં હવામાનમાં સતત ફેરફાર થઈ રહ્યા છે, આવી સ્થિતિમાં ગર્ભવતી મહિલાઓ અને તેમના ગર્ભમાં રહેલા બાળકને વિશેષ કાળજીની જરૂર છે.
સગર્ભા સ્ત્રીઓએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
હાલમાં લોકો ઘરમાં શરદી અને ઉધરસની વધુ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેથી ગર્ભવતી મહિલાઓએ આવા લોકોથી દૂર રહેવું જોઈએ. કારણ કે આ સમયે સગર્ભા સ્ત્રીઓ આ રોગથી સરળતાથી પ્રભાવિત થઈ શકે છે. જો કે હજુ શિયાળો પૂરેપૂરો શરૂ થયો નથી, જેના કારણે લોકો હજુ વધુ ઠંડી વસ્તુઓનું સેવન કરી રહ્યા છે. પરંતુ અત્યારે ભૂલથી પણ ઠંડી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
20 મિનિટ ચાલવાથી માતા સ્વસ્થ રહેશે
સગર્ભા સ્ત્રીઓએ તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આવી સ્થિતિમાં, સવારે અને સાંજે ઓછામાં ઓછા 20 મિનિટ ચાલવું જરૂરી છે. જેથી માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સારું રહે. જો કોઈ પણ પ્રકારની સમસ્યા થાય છે, તો ચોક્કસપણે ડૉક્ટરનો સંપર્ક કરો અને ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈપણ પ્રકારની દવા ન લો.
તહેવારોની સિઝનમાં ભૂલથી પણ આ ભૂલ ન કરવી
આગામી દિવસોમાં તહેવારોની સીઝન આવી રહી છે, જેમાં લોકો મીઠાઈઓ અને તળેલા ખોરાકનું વધુ સેવન કરે છે. પરંતુ, ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય માટે આ બિલકુલ સારું નથી. આ ઉપરાંત દિવાળી દરમિયાન ફટાકડામાંથી નીકળતો ધુમાડો પણ ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ નુકસાનકારક છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.