- પ્રેગ્નેન્ટ મહિલાઓ આ રીતે કરો વ્રત
- હેલ્ધી રહેશે માતા અને સંતાન બંનેનું સ્વાસ્થ્ય
આ દિવસોમાં ભક્ત વ્રત કરે છે અને માતા પાસે સુખ-સમૃદ્ધિની કામના કરે છે. નવરાત્રી વખતે ઘણી ગર્ભવતી મહિલાઓ પણ વ્રત કરે છે. પ્રેગ્નેન્સી વખતે વધારે ભૂખ્યું રહેવું યોગ્ય નથી હોતું. તેવામાં પ્રેગ્નેન્સીમાં વ્રત કરી રહેલી મહિલાઓને ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઈએ
નવરાત્રીના 9 દિવસ માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. નવરાત્રીનું સમાપન 11 ઓક્ટોબર નવમીના દિવસે થઈ રહ્યું છે. આ સાથે નવરાત્રીમાં દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
ગર્ભવતી મહિલાઓ વ્રતમાં આ વાતોનું રાખો ધ્યાન
-ગર્ભવતી મહિલાઓ વ્રત કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો. તેમજ વ્રત વખતે શરીરમાં વધારે કમજોરી આવી શકે છે. એવામાં જો તમે નવરાત્રીનું વ્રત કરો છો તો ડોક્ટરની સલાહ લો.
-વ્રતમાં ફરાળ કરવાનું હોય છે. ત્યારે માર્કેટમાં વ્રતમાં ખાઈ શકાય તેવી ઘણી વસ્તુઓ મળે છે. આ દરમિયાન ગર્ભવતી મહિલાઓને વ્રતમાં વધારે ભૂખ્યા ન રહેવું જોઈએ. તેમજ થોડી થોડી વારે ફરાળ કરતું રહેવું જોઈએ.
-વ્રતમાં વધારે તળેલું ખાવાની જગ્યા પર પૌષ્ટિક વસ્તુઓ ખાઓ. વ્રતમાં બને તેટલું ફળાહાર અને દૂધ વગેરેનું સેવન કરો.
-વ્રતમાં વધારેમાં વધારે પાણી પીવો. ડિહાઈડ્રેશનના કારણે તમને કમજોરી આવી શકે છે. તેનાથી બચવા માટે પાણી, નારિયેળ, દૂધ, છાસ અને લસ્સી પીવી જોઈએ.
-પ્રેગ્નેન્સીમાં વ્રત વખતે વધારે કામ કરવાથી બચવું જોઈએ. તેમજ બને તેટલો આરામ કરો. વધારે કામ કરવા અને ઓછુ ખાવાના કારણે કમજોરી આવી જાય છે.
-વ્રતમાં મોટાભાગે લોકો વ્રતના ચિપ્સ નમકીન વગેરેનું ખૂબ સેવન કરે છે. એવું ન કરવું જોઈએ. આ વસ્તુઓ ન ખાઓ તેટલું સારૂ છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.