સર્ગભા મહિલાને હોસ્પિટલમાં પારિવારિક વાતાવરણ મળી રહે તે માટે તબીબો, નર્સીંગ સ્ટાફ તત્પર
કોરોનાની મહામારીમાં સર્ગભાઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલે હાથ ઉંચા કરતા સિવિલ હોસ્પિટલે હાથ પકડયો હતો
રાજકોટમાં માતા બાળ મૃત્યુદર ઘટાડવાની સાથે સ્વસ્થ સમાજના નિર્માણ માટે રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજમાં ગાયનેક વિભાગમાં ગર્ભવતી મહિલાઓ અને કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકોની ખાસ પ્રકારની સારસંભાળ લેવામાં આવી રહી છે. કોરોનાની મહામારી વચ્ચે પણ અવિરત પણ તબીબો નર્સીંગ સ્ટાફ પોતાની ફરજ બજાવી સ્ટેન્ડ બાય પ્રસુતિ વિભાગ અનેબાળકોની હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે. કોવીડ ૧૯ના સંક્રમણથી બચાવવા માટે સર્ગભા મહિલાને પણ ગાયનેક વોર્ડમાં સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે બેડ કર રાખવામાં આવે છે. ઘણી મહિલાઓને દવાનો જથ્થો એકસ્ટ્રા આપવામાં આવે છે.
જેથી સર્ગભા અવસ્થામાં હોસ્પિટલ સુધી વારવાર લંબાવવું ના પડે. આ ઉપરાંત લોકડાઉન જેવા કપરા સમયમાં જયારે સંપૂર્ણ વાહન વ્યવહાર ઠપ્પ હતો તેવા સમયે ખિલખિલાટની વાને અવિરતપણે માતા અને બાળકોની સેવામાં હાજર રહીને ઉમદા કાર્ય કર્યું હતુ ચાર માસનાં સમયગાળામાં જિલ્લાની ૨૨ ખિલખિલાટ વાને ૩૦ હજારથી વધુ ફેરી કરીને માતા અને બાળકોને સ્વાસ્થ્ય સંબંધીત સેવા પૂરી પાડી હતી તો બીજી બાજુ સર્ગભાઓને સંવેદનશીલ અને સન્માન સાથે તમામ સેવાઓ પૂરી પાડી નર્સીંગ સ્ટાફ પાસે પ્રસુતિ કરાવામાં આવે છે.
ખાસ કરીને લોકડાઉનના તબકકામાં કોરોનાની પરિસ્થિતિ વચ્ચે સામાન્ય બિમારીમાં પણ હોસ્પિટલ તપાસ અર્થે જવા ઘણા લોકો સંકોચ અનુભવતા હતા ત્યારે ખાનગી હોસ્પિટલને પણ પાછળ મૂકી દઈ સિવિલ હોસ્પિટલે શ્રેષ્ઠ સારવાર બાળકો અને સર્ગભાને આપી હતી જયારે બાળકનાં જન્મ બાદ માતાને ડિસ્ચાર્જ કરતા સમયે વિટામીન ગોળીઓ સાથે સાથે પોષ્ટિક આહર લેવા માટેની પણ સલાહ આપવામાં આવી હતી.
આ ઉપરાંહત બાળકના જન્મ બાદ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં નવજાત શિશુથક્ષ લઈ ૧૨ વર્ષ સુધીના બાળકોની સંપૂર્ણ પણે કાળજી રાખી ગંભીર બિમારીની સારવાર આપવામાં આવે છે. કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડો. પંકજ બુચના માર્ગદર્શન હેઠળ પીડર્યાટ્રીક સર્જન ડો. જયદીપ ગણાત્રા, એસોસીએટ પ્રોફષસર આરતીબેન મકવાણા, ડો. પલ્લક હપાણી ફણજ બજાવી રહ્યા છે. જન્મ પછીથી ૧૨ વર્ષ સુધીના બાળકોમાં થતા રોગોમાં શરદ, ઈન્ફલુએન્ઝ, વરાછ, કાકડા, ન્યુમોનીયા, સસણી, શ્ર્વાસની બિમારી, મગજમાં ચેપ લાગવો, મલેરીયા, જીબીએસ વાયરલ ઈન્ફેકશન થેલેસેમીયાના, આંચકી, અસ્થામાં કુપોષીત બાળકો, ઝાડા ઊલ્ટી ઓછુ વજન સહિતના રોગોની તબીબી ટીમ ખડે પગે કામગીરી કરી રહી છે.