૨૦૧૭માં ઈન્ટરનેશનલ ડેવલાપેમેન્ટ સેક્રેટરીના પદ પરથી આપ્યું હતુ રાજીનામું: ભારતીય મૂળનાં શકિતશાળી બ્રિટીશ મહિલા તરીકે ખ્યાતનામ પણ છે
બ્રિટનના વડાપ્રધાન બોરીસજોન્સન દ્વારા બુધવારે તેમના કાર્યાલયમાં વરિષ્ઠમંત્રીઓની નિમણુંકોની પ્રક્રિયા શરૂ કરી ચૂકયા છે. ઓકટોમ્બર ૩૧ની બ્રેક્રીઝીટ પ્રક્રિયા માટે મદદરૂપ થનારી આ ટીમમાં ભારતીય મૂળના પ્રિતિ પટેલને ગૃહસચિવ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિતિ પટેલની સાથે વિદેશ સચિવ તરીકે ડોમીનીરબ અને નાયબ વડાપ્રધાનની નિમણુંક કરવામાં આવી છે. બ્રિટનના નવા ચાન્સલર તરીકે સાજીદ જાવીદની નિમણુંક કરવામાં આવી છે.
બ્રિટનના કેબીનેટમાં હોમ સેક્રેટ્રીના મહત્વના પદ ઉપર પ્રિતિ પટેલની નિમણુંકે ભારતીય મૂળના બ્રિટશરોનું ગૌરવ વધાર્યું છે. ૪૭ વર્ષના પ્રિતિ પટેલ ૨૦૧૭માં ઈન્ટરનેશનલ ડેવલોપમેન્ટ સેક્રેટ્રી પદેથી રાજીનામું આપીને ઈઝરાયલ સરકાર સાથેની દ્વિપક્ષીય વાટાઘાટનું નેતૃત્વ કરીને પોતાના ચોમાસુ વેકેશનની રજાઓનો સદઉપયોગ કર્યો હતો. પ્રિતિ પટેલ ભારતીય મૂળના શકિતશાળી બ્રિટીશ મહિલા તરીકે આખા જગતમાં ઓળખ પામ્યા છે. આજ રીતે સાજીદજાવીદ ડેસ્ટ ચેક બેંકના બ્રેકજીક તરીકે સારી કારકીર્દી ધરાવે છે. તેમને બ્રેકજીક પ્રક્રિયામાં આર્થિક બાબતોનું સુકાન સોંપવામાં આવ્યું છે. ૪૯ વર્ષના સાજીદ જાવેદ ૧૯૯૦થી બ્રિટનની ફાયનાન્સ ઈન્સ્ટ્રોઝ સાથે જોડાયેલા છે.
ડોમોનિકરેબે તેમની નિમણુંક પછી આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે બ્રેકજીંગ પ્રોસેસમાં તે પોતાની સંપૂર્ણ કાર્યક્ષમતા મુજબ કામ કરીને યુરોપીન યુનિયનને વધુ સધ્ધર બનાવીશ. જોનસન સરકાર દ્વારા કેબીનેટમાં ૧૯ મંત્રીઓની નિમણુંક કરવામાં આવી છે જેમાં બ્રેકઝીટ સેક્રેટી તરીકે સ્ટેફન બ્રેકલેની નિમણુંક યથાવત રાખવામા આવી છે. ડેવીડ ડેવીસને કોમીનીકરેબએ પૂર્વ વડાપ્રધાન થેરેસા સરકારમાંથી રાજીનામું આપ્યું હતુ. ભારતીય મૂળના પ્રિતિ પટેલને પ્રોબ્રેકઝીટ સંઘમાં કેબિનેટમાં સ્થાન આપતા ભારતીયોનું ગૌરવ વધ્યું છે.