ગત 8 વર્ષમાં ભારતમાં ખુલતી 10 સ્કૂલો માંથી 7 સ્કૂલ ખાનગી : ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે વાલીઓનો ખાનગી શાળા તરફનો ઝુકાવ વધ્યો
અબતક, નવીદિલ્હી
ઉચ્ચ ગુણવત્તા યુકત શિક્ષણ માટે વાલીઓનો ઝુકાવ ખાનગી શાળાઓ તરફ વધુ જોવા મળી રહ્યો છે ત્યારે યુનેસ્કો દ્વારા જે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો તેમાં એ વાતનો ખુલાસો થયો કે ભારતમાં પ્રતિ દસ સ્કૂલ પૈકી સાત સ્કૂલ ખાનગી છે. સરકારી શાળામાં વિધાર્થીઓનો સર્વાંગી વિકાસ ન અટકે માટે વાલીઓ તેમના સંતાનોને ખાનગી શાળામાં અભ્યાસ અર્થે મોકલી રહ્યા છે અને તેમનો વિકાસ પણ પૂર્ણત: શક્ય બને છે. બીજી તરફ ભારતમાં પ્રાઇમરી શાળા 45 ટકા ખાનગી છે.
બીજી તરફ ઘણા એવા રાજ્યો છે કે જેઓને રાજ્ય તરફથી જે સહયો મળવી જોઈએ તે મળતી નથી . આ વાતને ધ્યાને લઇ ભારતમાં પણ 90 ટકા ટીચર એજ્યુકેસન સંસ્થાઓ આપવામાં આવતી ફી દવારા જ પૂર્ણ કરવામાં આવે છે. વર્ષ 2020ની જો વાત કારવામાં આવે તો 29600 જેટલી ગેરમાન્ય શાળાઓ 38 લાખ વિધાર્થીઓને શિક્ષણ આપી રહ્યું છે. ત્યારે શિક્ષણની ગુણવત્તા કેવી રીતે આંકી શકાય તે એટલુંજ જોવું જરૂરી અને અનિવાર્ય છે. ભારતમાં માન્યતા ન મળેલા 4139 મદરેસા 5 લાખ વિધાર્થીઓને શિક્ષણ આપી રહ્યું છે. ખાનગી શિક્ષણ એટલે કે ટ્યુશન આપવા માટે પણ નોંધણી કરાવી ફરજિયાત છે પરંતુ હાલ ભારતમાં આ પ્રકારના ઘણા શિક્ષકો એવા છે કે જે ખાનગી ટ્યુશન કોઈપણ નોંધણી વગર ચલાવી રહ્યા છે જેના ઉપર આકરા પગલા લેવા ખૂબ જ જરૂરી છે.
યુનેસ્કો દ્વારા જે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે તેમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે 73% ભારતના વાલીઓ પોતાના સંતાનોને ખાનગી શાળામાં અભ્યાસ કરવા માટે આગળ આવી રહ્યા છે જેનું કારણ એ છે કે પબ્લિક સ્કૂલમાં જે ગુણવત્તા વાળું શિક્ષણ મળવું જોઈએ તે મળી શકતું નથી. એટલું જ નહીં હાલ જે સર્વે હાથ ધરવામાં આવ્યો તેમાં 4,400 વાલીઓને ભેગા કરવામાં આવ્યા હતા જેમાંથી ઓછી આવક ધરાવતા પરિવારો કે જે તેમના બાળકોને ખાનગી શાળા કેજા ઓછી ફી હોય ત્યાં ભણાવી રહ્યા છે ને તેનો આંકડો 86 ટકા જેટલો છે.
જો સરકાર સરકારી શાળાઓ ને વિકસિત કરવામાં રસ ધરાવતું હોય તો તેને શિક્ષણનું સ્તર ઓછું લાવું ખૂબ જ જરૂરી છે અને તેના માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથો સાથ વાલીઓમાં સરકારી શાળા પ્રત્યે સજાગતા કેળવવી પણ એટલી જ જરૂરી સાબિત થઈ રહી છે જો આ કરવામાં સરકાર સફળ થશે તો ફરી સરકારી શાળામાં અભ્યાસ કરવાનું ચલણ અને પ્રમાણ વધતું જોવા મળશે.