અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને સહાય માટે આયોજીત કાર્યક્રમમાં નિરંજન પંડયા અને હેમંત ચૌહાણ સહિતના કલાકારો આપશે સ્વરાંજલી
ભાવનગરના રંઘોળાના પાટીયા પાસે જે દુર્ઘટના બની હતી તેમાં અનિડા ગામના ૩૫ી વધુ વ્યક્તિઓ સ્વર્ગવાસ થયા હતા. તેઓની આત્માની શાંતિ તેમજ પરિવારની સહાય ર્એ રાજકોટના જાણીતા લોકગાયીકા લલીતાબેન ઘોડાદ્રા દ્વારા અશ્રુભીની શ્રધ્ધાંજલી કાર્યક્રમનું અનિડા ખાતે આગામી ૨૩મીએ સાંજે આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગે વિગત આપવા લલીતાબેન ઘોડાદ્રાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રંઘોળાના પાટીયા પાસે સર્જાયેલી દુર્ઘટના બાદ લલીતાબેન ઘોડાદ્રાએ અનિડાની મુલાકાત લેતા ત્યાંની પરિસ્થિતિનો તેમને ખ્યાલ આવ્યો હતો. ઘણા ખરા પરિવારમા તો માત્ર બાળકો જ વધ્યા હોવાનું તેમને જાણવા મળ્યું હતું. જેથી મૃતકોના પરિવારના લાર્ભો સંતવાણીનો કાર્યક્રમ યોજવાનું તેઓએ નકકી કર્યું હતું. બાદમાં સાી કલાકારો અને અન્ય લોકોનો સહયોગ મળતા તેઓએ અનિડા ખાતે ૨૩મીએ સાંજે અશ્રુભીની શ્રધ્ધાંજલીનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં લલીતાબેન ઘોડાદ્રા સો નિરંજન પંડયા અને હેમંત ચૌહાણ પણ જોડાશે.
કાર્યક્રમમાં દિગ્ગજ કલાકારો સો અનેક સંતો-મહંતો પણ હાજરી આપશે. કાર્યક્રમમાં એકત્રીત યેલા ફંડને મૃતકોના પરિવારજનોને સહાય પેટે આપવામાં આવશે. રંઘોળાના પાટીયા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના ભોગ બનેલા અનિડા ગામના ૩૫ થી વધુ વ્યક્તિઓને સ્વરાંજલી આપવા માટે યોજાનાર સંતવાણીમાં ઉપસ્તિ રહેવા જાહેર નિમંત્રણ લલીતાબેન ઘોડાદ્રા દ્વારા પાઠવવામાં આવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,