મહતમ તાપમાનો પારો ૩૮ ડિગ્રીએ આંબશે: રાજકોટમાં વહેલી સવારે ઝાંકળ વર્ષા
સામાન્ય રીતે ધિળેટીનો તહેવાર પૂર્ણ થતાની સાથે જ ઉનાળાનો આરંભ થઈ જતા હોય છે. અને ગરમીની સીઝન શ‚ થઈ જતી હોય છે. દરમિયાન સૌરાષ્ટ્ર સહિત ગુજરતમાં આગામી એક સપ્તાહ સુધી હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. જેના મહતમ તાપમાનનો પારો ૩૮ ડીગ્રીને ઓળંગે તેવી શકયતા જણાય રહી છે.
આજે સવારે રાજકોટમાં ઝાકળવર્ષા થવા પામી હતી જેના કારણે સવારના સમયે વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી હવામાન વિભાગ દ્વારા એવી આગાહી વ્યકત કરવામાં આવી છે. કે આગામી એક સપ્તાહ સુધી રાજયના હિટવેવ જોવા મળશે અને મહતમ તાપમાનનો પારો ૩૮ ડિગ્રીને પાર થશે.