ઈંડિયન ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના સ્ટાર ખેલાડી એમએસ ધોની (MS Dhoni) ટૂંક સમયમાં જ સેના (Indian Army)સાથે જોડાવવા જઈ રહ્યા છે. 31 જુલાઈના રોજ કાશ્મીરમાં ગોઠવાયેલ ટેરિટોરિયલ આર્મીની 106મી પૈરાશૂટ બટાલિયનમાં સામેલ થશે. સેનાની તરફથી બતાવાયુ છે કે લેફ્ટિનેટ કર્નલ એમએસ ધોની 31 જુલાઈથી 15 ઓગસ્ટ 2019 સુધી પોતાની બટાલિયનમાં સામેલ થવા માટે 106મી ટેરિટોરિયલ આર્મી બટાલિયન સાથે જોડાય રહ્યા છે. આ યૂનિટ કાશ્મીરમાં ગોઠવાયેલ છે. ધોની બટાલિયન સાથે જોડાયા પછી ગાર્ડ, પોસ્ટ ડ્યુટી, પેટ્રોલિંગ જેવી ડ્યુટી સાચવશે અને જવાનો સાથે જ રહેશે.

ધોની પહેલા પણ જમ્મુ-કાશ્મીર જઈ ચુક્યા છે. વર્ષ 2017માં ધોની જમ્મુ કાશ્મીરના બારામુલા ગયા હતા. જ્યા તેમને આર્મી તરફથી આયોજીત ક્રિકેટ મેચમાં ગેસ્ટમાં રૂપમાં ભાગ લીધો હતો. ધોની આ મેચને આર્માની યૂનિફોર્મ પહેરીને જ જોવા પહોંચ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.