એ.ડી શેઠ પત્રકારત્વ ભવન અને એલ્યુમની એસોસિએશન આયોજિત અનેરો પરિસંવાદ ૨૧મી સદી અને મુદ્રણ માધ્યમો વિષય પર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા વરિષ્ઠ પત્રકાર નગીનદાસ સંઘવી તથા કૌશિક મહેતા પીરસશે જ્ઞાન.
પત્રકારોમાં જ્ઞાન-માહિતીની આપ લે થાય,પારિવારિક ભાવના કેળવાય અને નવી ઉર્જાનો સંચાર થાય તેવા ઉમદા આશયથી એલ્યુમની મીટનું જાજરમાન આયોજન: જ્ઞાનની ગંગોત્રી સાથે સંગીતની સુરાવલી વહાવશે નિલય ઉપાધાય: યુવા પત્રકારો વાગોળશે અનુભવ-સંસ્મરણો
સતત ભાગદોડ કરતા મીડિયા જગતના પત્રકારોને તાજગી મળે, જ્ઞાન-માહિતીની આપ લે થાય, પારિવારિક ભાવના કેળવાય અને એક નવી ઉર્જાનો સંચાર થાય તેવા ઉમદા આશય સાથે એ.ડી શેઠ પત્રકારત્વ ભવન અને જર્નાલિઝમ એલ્યુમની એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૯ને રવિવારે સવારે ૯ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય કાર્યાલયના સેનેટ હોલમાં અનેરો પરિસંવાદ ૨૧મી સદી અને મુદ્રણ માધ્યમો તેમજ એલ્યુમની મીટ-૨૦૧૭નું જાજરમાન આયોજન કરાયું છે. જેમાં વરિષ્ઠ પત્રકાર અને પદ્મ વિષ્ણુ પંડ્યા તથા નગીનદાસ સંઘવી નું અદકેરુ સન્માન સાથે સંવાદનું પણ આયોજન કરાયું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. પ્રતાપસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને રવિવારે પત્રકારત્વ ભવન તથા એલ્યુમની એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ૨૧મી સદી અને મુદ્રણ માધ્યમો વિષય પર અનેરો પરિસંવાદ યોજાશે. જેમાં ઉપસ્થિત મુખ્ય વક્તાઓ ચાવીરૂપ વક્તવ્ય આપશે. સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૦ વર્ષ પૂર્ણ થતા સુવર્ણજયંતી વર્ષની ઉજવણી અંતર્ગત કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ યુનિવર્સિટી વતી પદ્મ વિષ્ણુ પંડ્યાનું અદકેરું અભિવાદન કરશે.મુખ્ય મહેમાન તરીકે જાણીતા પત્રકાર, લેખક અને કોલમિસ્ટ એવા પદ્મ વિષ્ણુ પંડ્યા ઉપસ્થિત રહેશે. મુખ્ય વક્તા તરીકે વરિષ્ઠ પત્રકાર, લેખક અને કોલમિસ્ટ નગીનદાસ સંઘવી, અતિથિ વિશેષ તરીકે પત્રકાર કૌશિક મહેતા, અને પરિચયાત્મક વક્તવ્ય પત્રકાર જ્વલંત છાયા આપશે. એ.ડી. શેઠ પત્રકારત્વ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાશે. સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જાણીતા સિનિયર વરિષ્ઠ પત્રકાર અને પદ્મ વિષ્ણુ પંડ્યા તેમજ નગીનદાસ સંઘવી આ રૂડા અવસરે જ્ઞાનની ગંગોત્રી વહાવશે. સાથે સાથે વરિષ્ઠ પત્રકાર અને કૌશિકભાઈ મહેતા પણ પ્રસંગને અનુરૂપ જ્ઞાન પીરસશે.
૧૯૭૩માં એ.ડી શેઠ પત્રકારત્વ ભવનની સ્થાપના થઇ ત્યારથી લઈને અત્યાર સુધી હજારો વિદ્યાર્થીઓ અહીંથી પત્રકારત્વનું શિક્ષણ લઇ હાલ નામાંકિત અખબારો, સમાચાર ચેનલો, ન્યુઝ એજન્સીઓમાં સફળતાથી ફરજ બજાવી રહ્યા છે. આ તમામને એક તાંતણે બાંધવા અને રાત-દિવસ ભાગદોડ કરતા પત્રકારો આ એલ્યુમની મીટ દરમિયાન એકબીજાને મળે, ઓળખે અને એક પારિવારિક ભાવના કેળવાય તે હેતુથી જર્નાલિઝમ એલ્યુમની મીટ-૨૦૧૭ આગામી ૧૯ માર્ચને રવિવારે સવારે ૯ કલાક દરમિયાન જાજરમાન આયોજન કરાયું છે. રાજ્યભરમાંથી આવનાર પત્રકારો એકબીજા સાથે સ્નેહમિલન કરવા ઉપરાંત મનોરંજનનો આનંદ પણ માણશે. કાર્યક્રમની શરૂઆત ગણેશ સ્તુતિ કરી દિપ પ્રગટ્યથી કરાશે. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું બુકે નહીં પણ બૂક આપી સ્વાગત કરવામાં આવશે. એ.ડી શેઠ પત્રકારત્વ ભવનના વડા મતી નીતાબેન ઉદાણી સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો અને ઉપસ્થિત પત્રકારોને પ્રાસંગિક સ્વાગત પ્રવચન આપશે. ત્યારબાદ જાણીતા પત્રકાર જ્વલંત છાયા પદ્મ વિષ્ણુ પંડ્યાનો સુમધુર વાણીમાં પરિચય આપશે. ત્યારબાદ વક્તાઓ નગીનદાસ સંઘવી, વિષ્ણુ પંડ્યા અને કૌશિક મહેતા ચાવીરૂપ વક્તવ્ય આપશે.યુવાધન ડીજે, રિમિક્સની સાથે સાથે મેલોડી ગીતોના પણ ચાહક છે. જાણીતા પત્રકાર અને ગાયક નિલય ઉપાધ્યાય શ્રેણીબંધ ગીતો રજુ કરી ઉપસ્થિત સૌને સુમધુર ગીતોનું રસપાન કરાવશે. બપોરે ૧:૩૦ કલાકે ભોજન સમારંભ યોજાશે.
બપોરબાદનું સેશન યુવા પત્રકારપેઢી માટે રખાયું છે. જેમાં આજે જુદા જુદા પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક મીડિયા, સમાચાર એજન્સી, રેડિયો, મેગેઝિન, સહિતના વિવિધ મીડિયામાં પોતાના અનુભવો અને આવનારા યુવા પત્રકારો માટે આ ક્ષેત્રમાં કેવા પડકારો હોય છે, આ ક્ષેત્રમાં સફળતા કેવી રીતે હાસલ કરી શકાય, મીડિયા ક્ષેત્રમાં રહેલી તકો સહિતની બાબતો અંગે પોતાના અનુભવો વાગોળશે.
આગામી તા.૧૯માર્ચને રવિવારે યોજાનારી જર્નાલિઝમ એલ્યુમની મીટમાં પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા કોઈપણ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓ જોડાઈ શકશે. જેના માટે કોઈ ફી કે રજીસ્ટ્રેશન ચાર્જ રાખવામાં આવ્યો નથી. પરંતુ દરેક વ્યક્તિએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ઉપસ્થિતિ નોંધાવવી અનિવાર્ય છે. એલ્યુમની કમિટિના સભ્યોને રજીસ્ટ્રેશન કરાવી શકાશે. રાજકોટ રહેતા એલ્યુમની નિહિર પટેલ (મો. ૯૮૭૯૦૪૯૭૧૭), કેવલ દવે (મો- ૮૮૬૬૪૫૮૭૭૨), રવિ મોટવાની (મો-૯૯૨૫૧૯૯૦૪૦) અમદાવાદ રહેતા એલ્યુમની જયદીપ પંડ્યા (મો. ૯૭૨૭૪૯૪૬૬૪), અધિરાજસિંહ જાડેજા (મો-૯૭૩૭૩૨૩૦૯૩)ને ફોન કે મેસેજ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકશે. બાકીના વ્યક્તિઓ પણ ઉપરોક્ત એલ્યુમની કમિટિ મેમ્બરને અથવા ઓનલાઈન પણ નોંધણી કરાવી શકે છે.૧૯માર્ચને રવિવારે જર્નાલિઝમ એલ્યુમની એસોસિએશન આયોજિત એલ્યુમની મીટ-૨૦૧૭ને સફળ, યાદગાર અને અવિસ્મરણીય બનાવવા એ.ડી શેઠ પત્રકારત્વ ભવનના વડા મતી ડો. નીતા ઉદાણીના માર્ગદર્શન હેઠળ એસોસિએશનના પ્રમુખ દર્શન ત્રિવેદી સાથે ટીમ એલ્યુમની રાજકુમાર સાપરા, નિહિર પટેલ, જયદીપ પંડ્યા, નિલય ઉપાધ્યાય, ગૌતમ ઓઝા, નિર્મિત છાયા, કેવલ દવે જહેમત ઉઠાવી રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સુવર્ણજયંતી વર્ષ નિમિતે કુલપતિ પ્રો. ડો. પ્રતાપસિંહ ચૌહાણ યુનિવર્સિટી વતી પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનું અદકેરું અભિવાદન કરશે. રાજ્યભરમાંથી પત્રકારો આવશે