ગરમી અને ભેજવાળા વાતાવરણમાં માનવોમાં ધાધર થવાની અને તુરંત યોગ્ય સારવાર કરાવવામાં ન આવે તો સર્વત્ર પ્રસરી જવાની સંભાવના હોવાનો ચામડીના નિષ્ણાંત ડોકટરોનો મત
ધાધર એ એક ફૂગના કારણે થતો ચેપી રોગ છે ગરમી, પરસેવો, ભેજવાળુ વાતાવરણ, ચામડીનો ઘસારો વગેરે પરિબળો ધાધરના રોગ માટે મુખ્ય જવાબદાર છે. શ‚આત ધાધર થવાનું પ્રમાણ ઓછુ હતુ પરંતુ હવે નાના બાળકોથી માંડી યુવાનો, વડીલો બધાને આ રોગ થવા લાગ્યો છે. ધાધર થયા બાદ તેને મટાડવા પહેલા અટકાવવાના પ્રયત્નો ચાલુ કરી દેવા જોઈએ.
આજકાલ લોકો ધાધર થતા મેડીકલમાંથી દવા, ક્રિમ લઈને મટાડવાની કોશીષ કરે છે. પરંતુ આ ગેરસમજ છે. નાનકડી એવી ધાધર થાય તો પણ તુરત ડોકટર પાસે જઈ સલાહ અને સારવાર કરાવવી અત્યંત જ‚રી છે. કેમકે ધાધર એ એકવાર મટી ગયા બાદ ફરી ન થાય તેવું બિલકુલ હોતુ નથી આજે ધાધરના રોગથી પીડાતા લોકોને માહિતી અને માર્ગદર્શન આપવા ચામડીના નિષ્ણાંતો એ યોગ્ય સલાહ આપી છે.
ડોકટરની સલાહ પ્રમાણે કાળજી રાખવી જરૂરી; દર્દી અબ્દુલભાઈ
રાજકોટનાં અબ્દુલભાઈએ જણાવ્યું હતુ કે મને ત્રણ વર્ષ પહેલા ધાધર થઈ હતી. પછી એ મટી ગઈ અને હવે પાછી થઈ હતી ધાધર થાય ત્યારે ખૂબજ ખંજવાળ આવે છે. હું મારા ધાધરનો ઈલાજ ડો. સુરેશ જોશીપૂરા પાસે કરાવું હુ મારા કપડા અને ટુવાલ અલગ રાખું છું અને ગરમ પાણીથી કપડા ધોવડાવું છું બીજુ ડોકટરની સલાહ પ્રમાણે કાળજી રાખું છું.
જમવામાં ગળ્યું, ભીખુ, તળેલું ખાવાનું ઓછુ રાખુ છું: દર્દી ઉર્મિલાબે
રાજકોટના ઉર્મિલાબેનએ જણાવ્યું હતુકે મને બે વર્ષથી ધાધર થઈ છે. પરંતુ હું ચાલુ ડોકટરની દવા લેતી હતી જેનાથી મને કોઈ બદલાવ ન આવ્યો જેથી હું ચામડીના નિષ્ણાત પાસે છેલ્લા દોઢ મહિનાથીક દવા લઉ છું જેનાથી મને ઘણો ફેર પડે છે. હું પહેલા ડોકટરની દવા લેતી ત્યારે દવા પીવું એટલો સમય મટી જતી પછી દવા બંધ થાય એટલે પાછી થઈ અને ખંજવાળ આવવા લાગે એક વર્ષ સુધી એક જ જગ્યાએ ધાધર હતી પછી ધીમેધીમે વધતી ગઈ હું ધાધર ન થાય એના માટે બધાના અલગ અલગ કપડા ધોઈએ છીએ જમવામાં ગળ્યું તીખુ તળેલુ ખાવાનું ઓછુ રાખીએ છીએ.
ચામડીના રોગ ધાધરમાં વહેલી તકે ડોકટર પાસે નિદાન કરાવવું આવશ્યક: દર્દી ગીરીશ જોબનપુત્રા
રાજકોટના ગિરીશ જોબનપુત્રાએ જણાવ્યું હતુ કે મને છેલ્લા ત્રણ મહિનાથી ધાધર થઈ છે. ધાધર થઈ પછી અઢી મહિના મારા ફેમીલી ડોકટર પાસે દવા લીધી હતી પરંતુ કાંઈ ખાસ ફેર ન પડતા મેં ડોકટરની સલાહ વગર પણ મેડિકલમાં દવા લીધી હતી પરંતુ કોઈ ફેરફાર થયો નહી એટલે હુ અત્યારે રાજકોટમાં ડો. સુતરીયા પાસે સારવાર કરાવું છું અત્યારે મને ૭૦ થી ૮૦ ટકા જેટલો ફેરફારક દેખાય છે.હુ ડોકટરની સલાહ પ્રમાણે સાબુથી નાહવાનું, લોશન લગાડવાનું, સમયસર દવા, પીવાનું જેવી બધી કાળજી રાખું છું ધાધર થઈ ત્યારે મને ડાબા કાનમાં હેડ ચકામુ થઈ ગયું હતુ અને અંજવાળ આવતી હતી હું લોકોને કહેવા માગુ છું કે આ એક ચામડીનો ચેપી રોગ છે.જેનું જલ્દી સારા ડોકટર પાસે નિરાકરણ કરવું જ‚રી છે.
સામાન્ય ક્રિમથી ધાધર મટી જાય, પરંતુ જડમૂળમાંથી જતી નથી: ડો. ભરત ટાંક
રાજકોટની અમૃત સ્ક્રીન કલીનીકના ચામડીના નિષ્ણાંત ડો. ભરત ટાંકએ જણાવ્યું હતુકે ધાધરમાં ૨૦ વર્ષ પહેલા ૨૦ થી ૩૦ દર્દીઓ ધાધરના રહેતા ધાધર વધવાનું કારણ એ કે આપણે ધાધરની સરખી સારવાર કરતા નથી અને લોકો ગમે તે ક્રીમ લગાવે છે અને જે પીવાની દવા આવે તે નથી પીતા એક જણાને ઈન્ફેકશન હોયતો બીજાને કોઈ શકે ધાધાર થાય એ જરાય યોગ્ય નથી અને ટેમ્પરરી દવા પીવી અને એ દવા પૂરી કરવી તે જ‚રી છે.
કયારેક એવું થાય છે કે ટેમ્પરરી ક્રિમ આપણે લગાવીએ છીએ તો તે થોડા સમય જ અસર કરે છે. અને તે મટતી નથી ધાધરના અલગ અલગ પ્રકાર હોય છે. બોડીમાં થતી ધાધરને ટીન્યા કોરપોરીસ, સાથરમાં થતી ધાધરને ટીન્યા કુરીસ કહીએ છીએ અને નખમાં થતી ધાધણને ટીન્યા અંગુઅમ કહેવામાં આવે છે. માથામાં થતી ધાધરને ટીન્યા કેપીટીસ કહેવામાં આવે છે. એમ અલગ અલગ પ્રકારનો ધાધર હોય છે. ધાધણ થઈ હોય ત્યારે અંદરના કપડા કોટનના પહેરવા અને એ કપડા ગરમ પાણીમાં બોળીને ધોવા કે જેથી કોઈ બીજાને ચેપ ન લાગે નાના છોકરાઓને પણ પહેલા ધાધર નહોતી થતી પરંતુ હવે નાના છોકરાઓને પણ ધાધર થતી હોય છે.
તેનું મુખ્ય કારણ એ છે કે નાના છોકરાઓને ગરમી માથામાં વધારે થતી હોય છે. અને તે ચેપ લાગવાથી થતી હોય છે. ઘણી વખત ધાધર થવાથી સામાન્ય ક્રિમ લગાવીને ધાધર મટી જતી હોય પણ તે જડમૂળમાંથી ન હોતી મટતી તેમના નિશાનો જતા નથી અને તે મટી શકે તેમ નથી. અને તે ચેપ બીજે લાગે છે. ધાધર થતાં લોકોએ માત્ર ક્રિમ જ ન લગાવો કે પછી સંપૂર્ણ મટાડવા માટે દવાઓનો કોર્સ પૂર્ણ કરવો.
ધાધર થઈ હોય તેવા વ્યકિતને ખૂબજ કાળજી રાખવી જોઈએ તેઓએ પોતાની સેવીંગ બહાર ન કરાવી જોઈએ ટાવલ પણ અલગ રાખવો જોઈએ કપડા ગરમ પાણીમાં ધોવા જોઈએ સ્ટોરોઈડ ને લીધે ચામડીમાં ફિઝીસ સ્ટ્રાઈસ થઈ જાય છે. જે ચામડીને ખૂબજ નુકશાન કરે છે.
પરસેવો, પહેરવેશ, લાઇફ સ્ટાઇલ જેવા પરિબળો ધાધર માટે જવાબદાર: ડો. ક્રિષ્નાકાંત પંડયા
રાજકોટના જવાહર રોડ પર આવેલી રીઝયુવલ કિલનીકના ચામડીના નિષ્ણાંત ડો. ક્રિષ્નાકાંત પંડયા એ જણાવ્યું હતું કે ધાધર એક પ્રકારની તકવાદી ઇન્ફેકશન કહેવાય છે જે એક જાતની ફુગથી થાય છે આ ફુગ મોટાભાગે ગરમી, પરસેવો, ભેજવાળુ વાતાવરણ, અંધારુ , ગરમાવો, ચામડીનો ધસારો, કપડાના ધસારાના કારણે થતી એક પ્રકારની ચેપી ફુગ છે. એમાં જુદી જુદી પ્રકારની ફુય હોય છે. ડર્મોટો ફેટીક ઇન્ફેકશન હોય છે. કેમિનયલ ઇન્ફેકશન હોય છે. જેમાંથી આ વસ્તુની ઉત્પતિ થતી હોય છે. ખાસ કરીને અંદર ગાળાના ભાગમાં જયાં બે ચામડી ભેગીથતી હોય છે. સાથળનો મુળ, બગલનો ભાગ, છાતી નીચેનો ભાગોમાંથી આ ઇન્ફેકશન ઉદભવતું હોય છે. સરખી અને યોગ્ય દવા કરવામાં આવે તો આ ચોકકસથી મટીજાય છે.
પરંતુ ઘણી વખત ખોટી રીતે ટ્રીટ થાય તો આ ધાધર ડબલ પણ ગઇ જતી હોય છે. પછી વકરી જતી હોય છે. ધાધર થવાના લક્ષણો જોઇએ તો સામાન્ય રીતે ધાધર રીંગ વોર્મ થતી હોય છે. લોકો ધાધરને રીંગ વોર્મ તરીકે જ ઓળખે છે. સાથળના ભાગમાં બીજા ભાગોમાં નાના નાના રીંગ ઉદ્દભવે છે. જે એમનું પ્રાથમીક લક્ષણ છે. એમાં દર્દીને ખંજવાળ આવતી હોય છે.
કયારેક બળતરા પણ થતી હોય છે. સામાન્ય રીતે ધાધર ચામડીમાં સુપર ફીશ્યલી ચામડીના ઉપરના પડમાં જ રહે છે તે લોહીના અંદર ભળતી નથી સિવાય કે દર્દીની શરીરની રોગપ્રતિકારક શકિત નબળી હોય તો પછી શરીરમાં અંદર કયાંક નુકશાન પહોચાડી શકે છે. ધાધર જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારે થતી હોય છે. ચામડી ઉપર મોઢાની અંદર થાય બીજું ખાસ કરીને જયાં સુવાળી જગ્યાએ અને ગુપ્તાંગમાં જોવા મળતી હોય છે.
ધાધરને એરિયા પ્રમાણે નામ આપી શકાય માથામાં થાય તો ટીનીયા કેપિટિસ કહેવાય મોઢા પર થાય તો ટીનીવા ફેસિયા કહી શકાય. સાથળમાં હોય તો ટીનીયા કુરીસ્ટ કહેવાય શરીર પર હોય તો ટીનીયા કોપોરેટ કહી શકાય. પરંતુ તેમની સારવાર એક જ સરખી હોય છે. ધાધર માટે ધરેલું ઉપચાર કરતા તેની ચોકકસ દવા લેવામાં આવે એ વધુ અસરકારક છે. ધાધર મટાડવા માટે સૌ પ્રથમ લોકોએ ધાધરના કારણો જાણવા જોઇએ. કે ધાધર શું કારણથી થાય છે. આપણા પહેરવેશમાં લાઇફ સ્ટાઇલમાં અને આપણા કાર્યમાં શું બદલાવ લાવવાની જરુર છે.
જેથી ધાધર થવાથી અટકાવી શકાય. ખાસ કરીને ખુલતા કોટનના કપડા પહેરવા જોઇએ નાઇલોન, મોલસ્ટ્રેસ્ટ, સીન્ટેટીકસ જીન્સ જાડા ફીડ કપડા પહેરવા ન જોઇએ જેથી કરીને પરસેવો ન વળી શકે. સ્કીનને હવા-ઉજાસ મળી રહે એવા ખુલ્લા કોટનના કપડા પહેરવા જોઇએ. કપડાને ઇસ્ત્રી કરીને પહેરવા જોઇએ. ધાધર એ તકવાદી વસ્તુ છે તે ગમે ત્યારે તક મળે એટલે એ ફરીથી થાય છે જો આપણે એ તક ન આપી તો એ થતી નથી.
સરખી પુરતી દવા પૂરતા ડોઝમાં પૂરતા સમયમાં કોર્ષ કરવામાં આવે તો ધાધર પછી ન થાય. ધાધરના ફેલાવામાં મોટા ભાગે એની રોગ પ્રતિકારક શકિત જવાબદાર હોય છે કે અને કઇ જગ્યાએ થાશે અને કેટલી ફેલાશે ઉપરાંત ધાધરનું કયાં પ્રકારનું ઇન્ફેકશન છે. તેમજ તેમના કામ અને પરસેવો, પહેરવેશ, લાઇફ સ્ટાઇલ આ બધા પરીબળો એના પર કામ કરતા હોય છે. ધાધર ન થાય એના માટે સૌથ પ્રથમ તો ડોકટર પાસે જઇને એની સલાહ અને સારવાર લેવી જોઇએ.
ગરગથ્થુ ઇલાજ કરવા સીધી મેડીકલ માંથી ટયુબ લઇ આવી અથવા તો કોઇપણ પ્રકારના કોમ્બીનેશન કે કોઇ સલાહ કરે એ લગાવવાથી લોકોને ટેમ્પરરી આરામ થઇ જતો હોય છે એ માત્ર તમારી તકલીફથી રાહત આપે છે. ખરેખર એ ધાધર મટાડતી નથી માત્ર ધાધરને દબાવી દે છે.
પછી પાછળથી ઊભરો લે છે જે વધુ નુકશાન કરે છે તો આ વસ્તુ ન થાય એ માટે વ્યવસ્થિત ડોકટર પાસે જઇ વ્યવસ્થિત દવા લઇ ડોકટર સલાહ કરે ત્યાં સુધી કોર્ષ પુરો કરવાનો આ વર્ષે ધાધરનું પ્રમાણ વધવાનું કારણ લોકોમાં ધાધરની જાગૃતિ ઓછું હોવાનું છે. અને લોકો ધાધર થાય ત્યારે ડોકટર પાસે જવાને બદલે મેડીકલ સ્ટોરમાંથી લઇ લે છે જેના કારણે ધાધર દબાઇ જાય છે પછી તે વધુ વકરે છે અને પ્રમાણ પણ વધુ જોવા મળે છે. જેથી ધાધર થાય તો તે ચામડીના નિષ્ણાંત પાસે જઇ એની વ્યવસ્થિત સારવાર કરાવવી જોઇએ.
ઉનાળામાં સ્વીમીંગ પૂલ, વોટર પાર્કના કારણે ધાધર વધારે થતી હોય છે: ડો. પ્રિયંકા સુતરીયા
પ્રિયંકા સુતરીયા સ્કીન એકસપર્ટ કલીનીકના ચામડીના નિષ્ણાત ડો. પ્રિયંકા સુતરીયાએ ધાધર વિશે કહ્યું હતુ કે ધાધર એટલે ફંગલ ઈન્ફેકશન, રીંગ વોર્મ, એના ઘણા નામ હોય છે. એક એવું કિટાણુ હોય જે સ્વેટીંગ એટલે ઉનાળામાં વધારે થાય ગરમી સ્વેટીંગ, સરખુ નાવાનું ન થતુ હોય એવા બધા કારણોથી વધતી જાતી હોય છે. આ ઉનાળો અને ચોમાસામાં જ એ ઓટોમેટીક વધી જાય છે. જયારે કોઈને પણ લાલ ચાઠા થાય એ થોડુક રીંગ ફોર્મમાં થાય અને જે દેખાવા લાગે તો તે ફંગલ ઈન્ફેકશન છે એવું સમજવું ધાધર એક ચેપી રોગ છે.
કલોઝ કમિનીટી, હોસ્ટેલ, જયાં હાઈજીન મેઈનટેઈન ન થતું હોય, સ્વીમીંગ પુલ, વોટર પાર્કના કારણે થતી હોય છે કોઈ ધાધરનાં કપડા બીજા કપડા સાથે વોશીંગ મશીનમાં ધોવાથી પણ બીજા લોકોને ચેપ લાગી શકે છે. અને ફીઝીકલ સ્પર્શથી પણ થઈ શકે છે. અમે ડર્મેટોલોજી સોસાયટી ઓફ ઈન્ડીયા એક ટાસ્ક ફોર્સ કરીએ છીએ જેમાં લોકોને એજ સમજાવીએ છીએ કે તમે ડાયરેકટ સ્કીન સ્પેશ્યાલીસ્ટને બતાવો સ્ટીરોઈડ કરીને દવા આવે છે.
એ મેડિકલ વાળા સરળતાથી બધાને આપી દેતા હોય છે.જે ન આપવી જોઈએ એનાથી તમને બે ત્રણદિવસ એવું લાગશે કે ધાધર મટી ગઈ છે. પણ એ પાછળથી એટલું હાનીકારક હોય કે જેનાથી તમારી સ્ક્રીન ખરાબ થઈ જાય. બળી જાય છે. અને જે ધાધર બે મહિનામાં મટવાની હતી એની જગ્યાએ એ ચારથી પાંચ મહિનામાં મટે એને ટીનીયા, ઈનકોગ્નીટો કહેવાય જેમાં કોઈ દવાની એના પર અસર જ થાય એટલે કયારેય ડોકટરને બતાવ્યા વગર સીધી જ મેડિકલ સ્ટોરમાંથી કોઈ પણ પ્રકારની દવા ન લેવી જોઈએ.
સામાન્ય રીતે હેલ્ધી માણસોને ધાધર થાય તો એ સ્ક્રીનના ઉપરનાં પડમાં જ રહે છે. એ લોહીના અંદર ન ભળે એટલે ધાધર મટાડવી જ‚રી છે. પણ એનાથી કોઈ માણસને એડમીટ થવું પડે કે કોઈ મોટી બિમારી થવાના કોઈ ચાન્સીસ નથી હોતા એ ચેપી રોગ છે જે સ્કીનના પડ ઉપર રહે જે એકથી બીજાને લાગી શકે છે. ધાધરને મટાડવા માટે જેમ બને એટલું વહેલુ ડોકટરની સારવાર લેવી કારણ કે એ ટેબલેટ અને કિમ એવી રીતે આપે કે તમે ધાધર ફેલાય જ નહી અને પ્રોપર ડોકટરને બતાવવું જોઈએ ઘરગથ્થુ ઈલાજ અને મેડિકલમાંથી ટયુબ અને વધુ બને ત્યાં સુધી અવોઈડ કરવું જોઈએ અત્યારે ધાધરના અલગ અલગ પ્રકાર હોય છે.
જેમકે અમુક ધાધર લીમડાના પાણીથી દૂર થાય તેવી નથી હોતી તમે ડોકટર પાસેથી જે મેડીસીન લખાવી એ લીમડાનું પાણી એડ કરાવી શકો ખાલી લીમડાના પાણીથી નાવાથી કે હળદળ લગાડવાથી મટતુ નથી. અમુક દર્દીઓ અહી આવતા હોય એમાંથીએક દર્દી લસણ લગાડીને આવ્યા હતા એટલે આવા ઉપચાર ન કરવા જોઈએ આમ દવાઓ અને આયુર્વેદીક સાથે ન કરવું જોઈએ એ પણ ડોકટરની સલાહ લઈને ઉપયોગ કરવો જોઈએ. અમે દર્દીઓને દર વખતે સલાહ આપતા હોય છે. કે દર્દીના કપડા અલગ ધોવડાવવા, નેઈલ કટર પણ એક નહી વાપરવાનું
ધાધરાના રોગમાં ખંજવાળ એ મુખ્ય લક્ષણ: ડો. સુરેશ જોષીપુરા
રાજકોટમાં છેલ્લા ૪૦ વર્ષથી ચામડીના રોગના નિષ્ણાંત ડો. સુરેશ જોશીપુરાએ જણાવ્યું હતું કે આ વર્ષે ધાધરનું પ્રમાણ ખુબ જ વધારે છે. ધાધર એક ફુગથી થતો રોગ છે અને ચેપી રોગ છે. તેથી એક વ્યકિતમાંથી બીજી વ્યકિતમાં ફેલાય છે. ધાધરના કારણો જોઇએ તો અત્યારે જે ઋતુ છે. ૪૦ ડીગ્રી ટેમ્પરેચર, ૪રડીગ્રી ટેમ્પરેચર અને સામે જે ગરમીમાં પરસેવો વળે એનાથી આ રોગ વધી જતો હોય છે. ખાસ કરીને યુવાનો ખુબ ફીટ પ્રકારના જીન્સ પહેરે, લેડીઝ લેગીન્સ પહેરે એટલે પરસેવો બહાર નીકળી ન શકતા આ રોગ વધારે પડતો ફેલાય છે.
ધાધર એ એક ટિનિયા કુરીસ્ટ કહેવાય એટલે સાથળના મુળમાં જે થાય એને ટીનીયા કરીસ્ટ કહેવાય આખા શરીરમાં થાય તો ટીનીયા કોપોરીશ કહેવાય, ટીનીયા એટલે ધાધર નખમાં લાંબો સમય રહે તો એને ટીનીયા અંગવિનમ કહેવામાં આવે છે ઘણી વાર કેટલાક લોકો પાણીનું કામ કરતા હોય છે તો હાથ પગમાં ફુગ થઇ જાય એને ટીનીયા મેનમ કહેવામાં આવે છે. બાળકોમાં માથામાં રોગ થાય અને માથામાં ફુગ થઇ જાય, ચેપ લાગે તો એને ટીનીયા કેપીટીસ કહેવામાં આવે છે.
આમ અલગ અલગ પ્રકારના ધાધરના સ્વરુપો હોય છે ધાધરના લક્ષણોમાં મોટામાં મોટું અગત્યનું લક્ષણ છે એ રીંગ વોર્મ એક લાલરંગમાં ચકકામાં રીંગ થાય અને એ રીંગ ઉપસેલી હોય અને એના સખત ખંજવાળ આવે કેટલાક દર્દીઓ તો મારી પાસે આવે જે સંગીતકાર, ગાયક કલાકાર એને શો દરમ્યાન એટલી ખંજવાળ આવે કે એને શો મૂકીને જવું પડે. એ રીતે અલગ અલગ પ્રકારે લક્ષણો હોય છે પરંતુ ખંજવાળ છે.
એ મુખ્ય લક્ષણ કહી શકાય. કેટલાક દર્દીઓ એમ કહે છે કે રાત્રે નીંદરમાં ખજવાળ સખત આવતી હોય છે. એટલે ખંજવાળ અને લાલાસ એ અગત્યતા લક્ષણો કહી શકાય પછી ખંજવાળ વધારે કરો તો એમાંથી પાક થાય છે અને એ પાક શરીરને વધારે દુ:ખાવો કરતો હોય છે. ધાધરને મટાડવા કરતા ધાધરને અટકાવવી એ વધુ મહત્વની બાબત કહેવાય.
હાલના તબકકામાં લોકો સીધા મેડીકલ સ્ટોરમાં જઇને ટયુબ લઇ લે છે. મેડીકલ સ્ટોરમાં ધાધરની ટયુબ આપો એવું કહે એટલે મેડીકલ સ્ટોર વાળા સ્ટીરોઇડયુકત અને એન્ટીફંગલ એવું કોમ્વીનેશન ટયુબ આપે જે ધાધરને ટેમ્પરરી મટાડી દે પછી બંધ કરો એટલે પાછી વધુ થાય છે. ઉપરાંત બજારમાં પણ બીજી ઘણી આવી ટયુબો આવે છે જે ધાધરને થોડા સમય માટે મટાડી દે છે. એટલા માટે જ અમારું ઇન્ડિયન એસોસીએશન ઓફ ડર્મોટોલોજીસ્ટ વિર્નલોજીસ્ટ અને લેપ્રોલોજીસ્ટ જે આખા દેશમાં અમારા ૧૭૦૦૦ ચામડીના ડોકટરો છે. એ આ સ્ટીરોઇઢ કોમ્બીનેશન મેડીકલ સ્ટોરમાં ન જ આપો.
સિવાય કે ડોકટર પોતે ડિસ્ક્રીપ્શન લખી આપે તો જ આપે જેમાં અમને મેડીકલ સ્ટોર વાળાનો પણ સાથ સહકાર મળ્યો છે. અને સરકારનો પણ ખુબ જ સાથ સહકાર મળ્યો છે. એ ઉપરાંત દવાઓ જે મુખ્ય ત્રણ પ્રકારની દવાઓ હોય છે. ઇન્ટોકોનેગ્વેલ છે. જે ખુબ જ મોંધી દવા છે જે સરકારી દવાખાનાઓમાં મળતી નથી. બીજી દવા ટર્બેનાફીસ એ પણ સરકારી હોસ્પિટલમાં ખુબ ઓછા પ્રમાણમાં મળે છે.
અને ત્રીજી દવા પ્રુકોનેલ જે અસર કરતી નથી. કારણ કે જંતુ પ્રુફ થઇ ગયા છે. જે સરકારી દવાખાનામાં મળતી હોય છે પરંતુ એનાથી દર્દીને મટતી નથી. આ રોગમાં ત્રણ ચાર મહિના દવા લેવામાં આવે છે. ડોકટર સલાહ કરતા હોય છે કે ત્રણ ચાર મહિના દવાઓ કરો. એટલે કે સામાન્ય માણસ હોય એ તો થોડુંક સારુ થાય એટલે દવા પીવાનું મૂકી છે. એટલે પાછી થાય અને વળી પાછી ડોકટરને પુછયા વગર દવા લઇ
આવે જેથી શરીરને નુકશાન થાય છે પણ દવા છે ખરી ! ધાધર માટે ચોકકસ દવા છે. અત્યારે એટ્રોકોનેઝોલ નામની દવા છે જે ધાધરને ચોકકસ મટાડે છે. પરંતુ લાંબો સમય સુધી દવા લેવી પડે એ બહુ મહત્વનું છે. ખાસ કરીને નાવા-ઘોવાનું ખુબ રાખવું જોઇએ. પરસેવો ન વળે એનું ખાસ ઘ્યાન રાખવું જોઇએ. બહારથી આવો એટલે નાહી લેવું જોઇએ ચુસ્ત કપડા ન પહેરવા જોઇએ. ખુલતા કપાડ પહેરવા જોઇએ અને નખ કાપી નાખવા અથવા તો નખમાં ચોખ્ખાઇ રાખવી જોઇએ. કારણ કે નખમાં જંતુ ભરાઇ જતા હોય છે.
ઘરમાં એક પણ વ્યકિતને ધાધર થઇ હોય તો એના કપડા, ટુવાલ, બધુ અલગ રાખવું જોઇએ. નહીંતર બધાને રોગ ફેલાઇ અને દર્દીના કપડાને વોશીંગ મશીનમાં પણ નહીં ઘોવાના કારણ કે મશીનમાં બધાના કપડાને એ ધાધરના જંતુ ચોટી જાય તો એ ખુબ નુકશાન કારણ નિવડે છે. અને બધા સભ્યોને ધાધર થાય, કપડા ગરમ પાણીમાં ઘોવા અને નિયમિત આહાર વિહાર કરવો. ધરેલું ઉપચારમાં મારી દ્રષ્ટિએ ઘણા લોકો લીમડાના પાણી ખંજવાળ માટે વાપરે છે.
લીંબુ લગાડતા હોય છે પણ આ કરવું ન જોઇએ. દર્દીએ ડોકટર પાસે દવા કરવી જોઇએ જેથી લોકોને ચેપ ન લાગે. ધાધરમાં ખોરાકનું મહત્વ નથી પરંતુ વધારો થાય અને ચરબીના કારણે પરસેવો થાય અને એનાથી ધાધર થવાની શકયતા વધે છે. ખાસ કરીને ડાયાબીટીસના દર્દીઓએ ખાસ ઘ્યાન રાખવું જોઇએ કારણ કે ફુગ અને ડાયાબીટીસની મિત્રતા છે જેમાં ડાયાબીટીશના દર્દીઓને ડાયાબીટીસને કંટ્રોલ માં રાખવી જોઇએ ખુલતા કપડા પહેરવા જોઇએ.
ધાધર ‘શરદી’ જેવું ઈન્ફેકશન છે, એકવાર મટી ગયા બાદ બીજી ન થાય એ જ‚રી નથી; ડો.કેનીત આરદેસણા
ચામડીના નિષ્ણાંત ડો.કેનીત આરદેસણાએ જણાવ્યું હતું કે, ધાધર એક પ્રકારની ફુગજન્ય ચેપી રોગ છે. પહેલાના સમયમાં ધાધર ઉનાળામાં અને ચોમાસાની સીઝનમાં જ જોવા મળતી પરંતુ હવે રોગચાળો થઈ ગયો છે તેથી ધાધર બારે માસ જોવા મળે છે. પહેલા મોટા ભાગે સાથળમાં, નિતમના ભાગમાં જ જોવા મળતી પરંતુ હવે આખા શરીરમાં જોવા મળે છે. એક ફંગલ ઈન્ફેકશન છે જે થવાનું કારણ ફુગ છે જે મોટાભાગે ભેજના કારણે, પરસેવા વાળા કાપડથી થતી હોય છે. ધાધર ઘણા બધા પ્રકારે થતી હોય છે જેમાં પોપીરેસીક વર્સીકલર જેને એના કરોડીયા થતા હોય છે. ગળાના ભાગમાં, ડોકના ભાગમાં વધારે થતું હોય છે. ધાધર નખમાં, ચામડીમાં, નાના બાળકોમાં, વાળમાં ધાધર વધારે જોવા મળતી હોય છે. ધાધરને મટાડવા માટે સૌપ્રથમ ધાધર શું કરવા થાય છે.
એ સમજવું જોઈએ ધાધર ગરમી, પરસેવો, પરસેવાવાળા કપડા અથવા ઘરમાં બીજા વ્યક્તિઓને હોય તો એનો ચેપ બીજાને લાગતો હોય છે. એટલે ધાધરની દવા કરતા પણ વધુ મહત્વનું ધાધરની કાળજી રાખવી. ધાધર ન થાય એની કાળજી રાખવી જોઈએ. ખાસ કરીને ઉનાળામાં કોટનના અને ખુલતા કપડા પહેરવા જોઈએ જેથી કોટેનનું કાપડ પરસેવાને શોષી લે છે, ખુલતા કપડા હશે તો પરસેવો ઓછો થશે. એક કપડા બીજી વાર નહીં પહેરવાના, કપડા અલગથી ધોવાના, વોશીંગ મશીનમાં કે ડોલમાં એક સાથે કપડા પલાળવાના નહીં કેમ કે, ધાધર ચેપી રોગ છે.
જેથી એક કપડામાં ચેપ હશે તો બીજા કપડામાં ચેપ લાગી શકે, કપડા ધોયા પછી તડકે સુકવવા એ ખુબ જ‚રી છે. ઉનાળામાં તડકે સુકવવામાં કોઈ પ્રોબ્લેમ નથી થતો પરંતુ ચોમાસામાં વરસાદ અને ભેજવાળા વાતાવરણના કારણે કપડા તડકો ન હોવાથી કપડા ભેજવાળા રહી જતા હોય છે. જેથી ભેજપના લીધે કપડામાં ફુગ થાય ત્યારે કપડા ધશેયા પછી એને ઈસ્ત્રી કરવાની જેમાં ખાસ કરીને અન્ડરવેરને ઈસ્ત્રી કરીને જ પહેરવાનું રાખવું જોઈએ.
તેમને ખૂબ ટાઈટ કપડા પહેરવાનું ટાળી ખુલતા કપડા પહેરવા જોઈએ. ધાધરને સ્ટીરોઈડ યુકત ટયુબ એ શરીરને ઘણુ નુકશાન કરે છે. ઉપરથી આપણને એમ લાગે કે એ ફાયદો કરે એનું કારણ એ છે કે સ્ટીરોઈડમાં એવા ગુણધર્મો હોય છે કે જે ખંજવાળ ઓછી કરે છે તેમજ ધાધરમાં જે લાલ ચાંભા થાય છે એ ઓછા કરે છે જેથી લોકોને એ ઝડપથી ફાયદો કરે છે એવું લાગે છે.
ઉપરાંત એ ક્રિમ સસ્તી પણ આવતી હોય છે. એટલે દર્દીઓ આળસના લીધે કે સમય નથી હોતો એના લીધે ડોકટર પાસે ન જતા સીધા મેડિકલ સ્ટોરમાં જઈને આવી ક્રિમ લઈ લેતા હોય છે. દર્દી આ સ્ટીરોઈડથી અજાણ હોય છે તે ધાધરની દવા સમજીને જ લેતા હોય છે. પરંતુ એ ક્રિમમાં ચાર થી પાંચ અલગ અલગ પ્રકારની દવા હોય છે જેમાં એન્ટી બાયોટીક હોય એન્ટી ફંગલ હોય અને સ્ટીરોઈડ હોય છે.
કેમિસ્ટને પણ અંદાજો નથી હોતો કે દર્દીને શું થયું છે એટલે આવા કોમ્બીનેશનવાળી ક્રિમ એમ સમજી આપી દેતા હોય છે કે કદાચ આમા ચાર-પાંચ વસ્તુમાંથી એક વસ્તુ ધાધરને મટાડવા માટે કામ કરે છે. પણ ખરેખર આમા ઉંધુ થાય છે એક વસ્તુ કામ કરે છે તો બીજી ત્રણ વસ્તુ શરીરને નુકશાન કરતી હોય છે. ખાસ કરીને સ્ટીરોઈડ, સ્ટીરોઈડનું નુકશાન જોઈએ તો ચામડીમાં જે લાલ ચાઠા થાય છે એ શરીરને રોગપ્રતિકારક શક્તિ ફંગલને દૂર કરવાની કોશીષ કરતી હોય છે પણ એ સ્ટીરોઈડ રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરે છે એની એક્ટિવીટી છે જેથી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થતી હોય છે.
જેથી લાલ ચાઠા દેખાતા ઓછા થઈ જાય છે એટલે દર્દીએ એમ થાય છે ધાધર મટી ગઈ પણ ખરેખર મટયું નથી એ રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરે છે જેવું લાલ ચાઠા દેખાતા બંધ થાશે એટલે દર્દી ક્રિમ લગાવવાનું બંધ કરી દેશે જેથી ત્યાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી થયેલી છે તેથી ફંગલ્સ પેલા કરતા પણ વધારે થાશે ફરી પાછી દર્દીએ જ ક્રિમ લગાવશે અને લાલ ચાઠા દેખાતા બંધ થઈ જાશે અને આ સાઈકલ આમ જ ચાલતું રહેશે.
એક સમય એવો આવશે કે એ ક્રિમ કામ કરતી બંધ થઈ જાશે અને પછી એની સાઈડ ઈફેકટ દેખાશે. સાઈડ ઈફેકટમાં સ્ટેચ માર્ક થવા, ચામડી પાતળી થઈ જવી, અંદર બ્લીડીંગ થાય છે. વખતે ચામડીમાં બ્લીડીંગ થાય, સ્ટ્રેચ માર્ક રહી ગયા હોય એ કાયમી માટે રહી જાય છે પછી એનો કોઈ ઈલાજ નથી થતો. આવી ક્રિમવાળી ટયુબ માર્કેટમાં ઘણા પ્રકારે મળતી હોય છે આ બધી ક્રિમ ખુબ સરળતાથી મળી જતી હોય છે. એટલી અમારી દર્દીઓને હંમેશા માટે એજ સલાહ હોય છે.
આજ કાલ વધારે પ્રમાણમાં જેટલા દર્દીઓ આવતા હોય એ કોઈને કોઈ આવી ક્રિમ લગાવીને જ પછી ચામડીના નિષ્ણાંત પાસે આવતા હોય છે. એટલે દર્દીને સૌથી પહેલા અમે એક પુછીએ કે તમે કઈ ક્રિમ અત્યાર સુધી લગાવી છે અને એમાંથી મોટાભાગના દર્દીઓએ આવી સ્ટીરોઈડ યુકત ક્રિમ લગાડેલી હોય છે ઘરેલુ ઉપચારમાં બહુ ફાયદો નથી થતો જેમ કે, ઘણા દર્દીઓ આવીને એમ કહેતા હોય છે કે, અમે લીમડાના પાણીથી નાહીએ છીએ અથવા તો ગરમ પાણીમાં કપડા ધોઈએ છીએ પણ લીમડાનું પાણી એ કદાચ ગુમડા થયા હોય તો કામ કરશે પરંતુ ફંગલ્સમાં એ કામ નહીં કરે એની દવા કરાવવી જ પડે.
એકાદમાં ચાખા થયા હોય તો કદાચ કયારેક મટી જતા હોય પણ એ કાળજી રાખીએ તો જેમ કે પરસેવો ન થાય એવું કાર્ય નહી કરવાનું, કોટનના ખુલતા પહેરવા, દિવસમાં બે વખત સ્નાન કરવું, કપડા અલગ રાખવા, ઈસ્ત્રી કરીને કપડા પહેરવા પછી ફિઝીકલ એક્ટિવીટી કરી હોય તો આવીને નાહી લેવું કપડા શેર નહીં કરવાના, નખ કાપી નાખવાના, ચામડી સુખી રાખવાની જેવી કાળજી રાખો તો મટી જાય. પરંતુ વધુ થયું હોય તો ઘરેલું ઉપચાર કામ નથી કરતો. દર્દીએ પોતાના કપડા, ટુવાલ, નેપ્કીન, ચાદર અલગ રાખવા જોઈએ. ઘણા દર્દીઓ એવા પણ આવે છે કે, દવા કર્યા પછી મટી ગયા પછી થોડા દિવસોમાં પાછી થાય તો અમને પ્રશ્ન પુછે કે આમ કેમ થાય છે.
ધાધર પાછી શુંકામ થઈ ત્યારે ઘરમાં કયારેક એવું પણ બનતું હોય કે બીજા લોકોને પણ હોય છે પરંતુ શરમ સંકોચ ના કારણે વાત નથી કરતા ઘણી વખત સ્ત્રીઓ સાથળના ભાગમાં હોય તો વાત કરતી નથી આ ચેપી રોગ છે તેથી ઘરમાં ચેપ લાગતો હોય છે એટલે દર્દીને અમે પુછતા હોય છે કે, ઘરમાં બીજા કોઈને ધાધર છે કે નહીં જો કોઈને હોયત તેની પણ દવા કરાવવાની રહેશે.
ઘરમાં એકાદ વ્યક્તિની દવા નહીં થાય તો તેનો ચેપ બધાને લાગ્યા રાખશે પછી ભલે તમારી સારવાર કરો અને મટી જાય પણ પાછુ થશે. ધાધર શરદીની જેમ એક ઈન્ફેકશન છે જે એક વખત મટી ગયું એટલે પાછું નહીં થાય એવું જરૂરી નથી એ વારંવાર થયા કરે. ધાધર એ ખૂબ જ ઝડપથી ફેલાઈ જાય છે એ ૧૦ દિવસમાં વધુ ફેલાતા વાર નથી લાગતી. પહેલા ધાધર જલ્દી મટી જતી પરંતુ આજકાલ ખોટી દવા કરવાથી પરસેવાની અને ખોરાકના અને લાઈફ સ્ટાઈડ અને પહેરવેશના કારણે ધાધર ખુબ ઝડપથી થાય છે અને મટતા વાર લાગે છે. ડાયાબીટીસના દર્દીને ફંગલ્સ ઝડપથી થાય છે કારણ કે એમની રોગ પ્રતિકારક શક્તિ ફંગલ ઈન્ફેકશન સામે નબળી પડતી હોય છે જેથી એમને જલ્દીથી ઈન્ફેકશન લાગી જાય છે.