રાજરોગ ગણાતા ટીબી સામે લડવાનો સમય: કાલે વર્લ્ડ ટીબી ડે
૨૦૨૫ સુધીમાં ટીબીને સંપૂર્ણ પણે નાબુદ કરવા વડાપ્રધાનની થીમ ‘યુનાઇટ ટુ ટીબી’
જે તે સમયે રાજરોગ કહેવાતો ક્ષયનો રોગ એટલે સામાન્ય શબ્દોમાં ટી.બી. ૨૪ માર્ચ એટલે કે વર્લ્ડ ટી.બી. ડી….દર વર્ષ લગભગ ૧.૫ મિલિયન લોકો આ ગંભીર બિમારીનો ભોગ બને છે. ક્ષય રોગ ફેલાવવાનો સૌથી મોટું કારણ છે લોકોમાં જાગૃતતા નો અભાવ કારણ કે આ રોય સૌથી વધુ ચેપી છે. ટી.બી.ના રોગ અંગે પ્રધાનમંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ રોગને ૨૦૨૫ સુધીમાં સંપૂર્ણ પણે નાબૂદ કરવામાં આવશે. તે માટે લોકોમાં જાગૃતતાથી લઇ આધુનિક મેડીકલ ટેકનોલોજી પણ પુરી પાડવામાં આવશે.
ફકત રાજકોટ જીલ્લાની વાત કરવામાં આવે તો દર મહિને પ્રાઇવેટ ડીસ્પેન્સરી, હોસ્પિટલ તથા સરકારી દવાખાનાઓમાં ટીબીના પોઝીટીવ કેસનો આંકડો લગભગ પપ૦ કરતાં વધુ છે. હજી પણ કયાંકને કયાંક લોકોને ટી.બી. અંગે જાગૃતતાની જરુર છે. કારણ કે કહેવાય છે કે ૪૦ ટકા ભારતીઓમાં ઇનએકટીવ એટલે કે જાગૃત ન હોય એવા ટી.બી. ના વાયરસ હોય છે. આ ટી.બી.ના વાયરસ એકટીવ થાય તો ટી.બી. નો રોગ થાય છે.
ટી.બી. ૨૦૧૯ ની થીમ ‘યુનાઇટ ટુ એન્ડ ટીબી’ ૨૦૧૯માં ટી.બી. ની થીમ યુનાઇટ ટુ એન્ડ ટીબી, રાખવામાં આવી છે. ૨૦૨૫ સુધીમાં ટી.બી. નાબુદ કરવાના વડાપ્રધાન ના પ્રયાસોનેઅનુલક્ષીને આ થીમ નિર્ધારીત કરવામાં આવી છે. સામાન્ય નાગરીકોની સાથે સાથે જેલમાં સજા ભોગવી રહેલા છે તે લોકો ને પણ ટી.બી. મુકત કરવા માટે અમુક સમયાંતરે મેડીકલ સ્ટાફ દ્વારા જેલમાં વીઝીટ કરવામાં આવતી હોય છે. તથા સંપૂર્ણ ચેકઅપ બાદ ડાયગ્નોઝડ એટલે કે પોઝીટીવ કેસના કેદીઓ ને સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે. એટલું જ નહી. જે તે જેલ સુપ્રિટેન્ડન્ટના ખાતામાં દર વર્ષે ૫૦૦ ની રકમ જમા કરવામાં આવેછે જેથી જે તે કેદીઓને સંપૂર્ણ ન્યુટ્રીશન મળી શકે.
ટી.બી.ના વાયરસ સક્રીય થવાના કારણો
*ધુમ્રપાનની કુટેવ
*રોગ પ્રતિકારક શક્તિ નબળી પડવી
*એચઆઈવી પોઝીટીવ
*ડાયાબિટીસ
*દારૂનું સેવન
*વારંવાર ટીબીના ડ્રોપલેટ સાથે સંક્રમણ એટલે કે ટી.બી.ના દર્દીના સંપર્કમાં વારંવાર મળવું દવા લીધા બાદ
દર્દીઓએ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરી મોનીટરીંગમાં સહભાગી બનવું: સુરેશ ઠકકર
ટીબી એ ચેપી અને ઝડપથી ફેલાતો રોગ છે તે માણસથી માણસ દ્વારા વધારે પ્રમાણમાં ફેલાય છે.બીજી અગત્યની વાત એ છે કે, જયારે વ્યક્તિને ટીબીનો ચેપ લાગતા તેનું નિદાન કરવામાં આવે છે ત્યારે તે ૨ મહિના જેટલું મોડુ થઈ ગયું હોય છે તે સમયગાળા દરમિયાન દર્દી જે તે વ્યક્તિના કોન્ટેકટમાં આવ્યા હોય છે તે વ્યક્તિને પણ ડ્રોપલેટ ફેલાયેલા હોય છે, ડ્રોપલેટ એટલે ખાંસી અથવા ઉધરસ, છીંક દ્વારા ફેલાતા છાંટા. આ છાંટા ૦.૫ માઈક્રોગ્રામ વજનથી ઓછાનો હોય જો તે હવામાં જ રહે છે.
તે જમીનમાં સમાતા નથી, એટલે ટી.બી.નો રોગ વધુ ઝડપથી ફેલાય છે, ૧ છીંક કે ઉધરસમાં ૩૦૦ ડ્રોપલેટ હોય છે. એટલે વિચારી શકાય આપણને કેટલું ધ્યાન રાખવાની જરૂર છે. ટી.બી.નો રોગ વધારે ડાયાબીટીસના દર્દી તથા એચઆઈવી પોઝીટીવના દર્દીને લાગવાની શકયતા છે. કારણ કે, તેઓમાં રોગપ્રતિકારક શક્તિની ખુબજ ઓછી હોય છે. ઈમ્યુનીટી એટલે ટી.બી.નો રોગ નાબુદ કરવા સૌપ્રથમ ટી.બી.ના દર્દીને આ રોગ બીજાને લાગુ ન પડે તે માટે સ્વૈચ્છીક રીતે ધ્યાન રાખવું જોઈએ.
ઉપરાંત ન્યુટ્રીશન ઉપર પુરતુ ધ્યાન આપવું, કારણ કે, દવાઓને લીધે ચકકરઆવવા, એસીડીટી જેવી સમસ્યાઓ રહેતી હોય છે. ઉપરોકત ટી.બી.ને સાવ નાબૂદ કરવા દવાઓનો ડોઝ કમ્પલીટ કરવો, જો જરાક સારું થાય તો દર્દીઓ દવા લેવાનું ચુકવા લાગે છે જેને કારણે ૧ થી ૨ વર્ષમાં ફરી પાછો ટી.બી. થાય છે. જે ખતરનાક સાબિત થઈ શકે છે.
૨૦૧૬થી રાજકોટ ગુજરાતમાં એક અનોખી રીત શરૂ કરવામાં આવી દર્દીને દવાની સાથે સાથે એક ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો જયાંથી માલુમ કરી શકાય કે દર્દીએ કયાં સમયે દવા લીધી તથા તેનું મોનીટરીંગ કરી શકાય. જો દવા લીધી હોય પણ ફોન ન કરે તો પણ ક્ષય કેન્દ્રમાંથી તે દર્દીની ફોન જાય અને જાણકારી લેવામાં આવે, દવા ન લેતા હોય તો કાઉન્સેલીંગ દ્વારા ફરી તેનો ઈલાજ શરૂ કરવામાં આવે, આ પદ્ધતિ સફળ થતાં હવે ભારતમાં આ રીતે ટી.બી.ના દર્દીનું મોનીટરીંગ કરવામાં આવે છે. જેણે એડવાન્સ મોનીટરીંગ સિસ્ટમ કહેવામાં આવે છે.
સમયસર નિદાનથી ટીબીનો ઈલાજ શકય: ડો. ધારી ઠકકર
ડો.ધારી ઠકકરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે મુખ્યત્વે ટી.બી.નાં દર્દીમાં ૮૦ ટકા ફેફસાના ટી.બી.ના દર્દી હોય છે.
૨૦ ટકા દર્દીઓમાં શરીરના ફેફસા સિવાયના ભાગોમાં ટી.બી. જોવા મળે છે. ટી.બી.નાં સામાન્ય પ્રકાર સિવાય ડ્રગ રેસીસટન્ટ ટીબી. અને ટીબી. તથા એચઆઈવી બંને સાથે હોય એ પ્રકારનાં દર્દીની સંખ્યા પણ વધુ જોવાય છે, જેની સારવાર મુશ્કેલ તથા લાંબી હોય છે.
જેના કારણે પરિસ્થિતિ બગડી જાય છે. ટી.બી.નો ઈલાજ શકય છે. પરંતુ સમયસર નિદાન અને સારવાર થાય તો પરિણામ સારૂ મળી શકે છે. ટી.બી.એ હવે જાનલેવા બિમારી નથી પરંતુ સમયસર નિદાન ખૂબ જરૂરી છે.