21મી સદીના આધુનિક વિશ્વમાં ભૌતિક સુવિધા અને ટેકનોલોજી ની “ભરમાર” વચ્ચે કુદરતી આફતોનું પ્રમાણ પણ વધ્યું છે ,આજે સૌરાષ્ટ્ર ગુજરાત પર બીપરજોઈ વાવાઝોડા ની અસર ચાલી રહી છે, પવન સાથે ભારે વરસાદની આગાહી વચ્ચે વાવાઝોડું દરિયાકાંઠેથી પસાર થવાની શક્યતાને લઈને ગુજરાત સહિત સમગ્ર દેશના દરિયાકાંઠા અને સંભવિત વાવાઝોડા વિસ્તારમાં  એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે, વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા તંત્ર સજ થયું છે, સરકારી તંત્ર ને ખાસ કરીને “ડિઝાસ્ટર મેનેજમેન્ટ” દ્વારા કુદરતી આફતોને પહોંચી વળવા માટે સાબ દે કરી દેવાયું છે.

ત્યારે વિશ્વ વાયુ મંડળની બદલાઈ રહેલી પરિસ્થિતિ અને ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગ ના કારણે હવે વાવાઝોડા, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ; સુનામી અને ભૂકંપ જેવા પ્રકૃતિના કહેવાતા  પ્રકોપ નું પ્રમાણ વધતું જ રહેશે, કુદરતી આફતો નું પ્રમાણ અને આપત્તિ  ની વધતી જતી ભરમાર વચ્ચે એક વાત અગાઉના જમાના કરતા રાહત રૂપ છે કે.   હવે વાવાઝોડા અતિવૃષ્ટિ જેવી આફતોની આગોતરી આગાહી શક્ય બની છે .વાવાઝોડાની તીવ્રતા થી લઈને ગતિ, દિશા અને કેટલા સમય અસર રહેશે? કયા કયા વિસ્તારમાં વધારે વિનાશ અને તારાજી  થશે ,તેની સચોટ માહિતી ઉપલબ્ધ બને છે. આથી ભયંકર ગણી શકાય તેવી વિનાશક આફતો પણ સાવચેતી અને આગોતરા આયોજનના કારણે “કોષ નો ઘા સોયના ઘસરતાથી નિવારી શકાય” તેવી સ્થિતિ શક્ય બની છે.

અત્યારની પરિસ્થિતિમાં કુદરતી આફતોમાં આગોતરું આયોજન અને સાવચેતી એ જ સાચી સલામતી બની રહે છે .કુદરતી આફતોમાં ખાસ કરીને દરેક વ્યક્તિએ સરકારી સૂચનાઓનું અણીચૂક પાલન કરવું.. અને સૂચન મુજબ ની વ્યવસ્થા નો અમલ કરવો ..ક્યાંય પણ આગાહીની અવગણના ન થાય તેની ચીવટ રાખવી અનિવાર્ય બની છે.  કુદરતી આપતો ને નિવારવીએ ભલે કાળા માથાના માનવીની  અખતત્યારની વાત ન હોય, પણ કુદરતી આફતોમાં માં સાવચેત રહી, ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે અવશ્યપણે દરેક વ્યક્તિ નિમિત બની શકે, એટલે કુદરતી આફતોમાં સાવચેતી એ જ સાચી સલામતી બની રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.