વિશ્વભરમાં કોરોનાના નવા વેરીએન્ટ સાથે ભારતમાં પણ કોરોનાએ માથું ઊંચક્યું હોય તેમ દૈનિક કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણ માં આવેલી ઝડપ સામે “સાવચેતી” એ જ એકમાત્ર અસરકારક શસ્ત્ર બની રહેશે. કોરોનાની વૈશ્વિક સ્થિતિ ની તુલનાએ ભારતનીપરિસ્થિતિને એક સમાન ધોરણે એટલા માટે મૂલવી ન શકાય કે ભારત પ્રથમ લહેર થી જ કોરોના સામેની લડાઈમાં વિશ્વથી હંમેશા આગે કદમ રહેવામાં સફળ  રહ્યું છે, કોરોના સામે સુરક્ષાની સાથે સાથે રસીના સંશોધન નવી રસીના આવિષ્કાર માં અને તમામ નાગરિકને રસીકરણ થી સુરક્ષિત કરવામાં ભારત સમગ્ર વિશ્વ માટે “પથદર્શક” બની રહ્યું છે.

નવા કોરોના સંક્રમણની ઝડપ અને વૃદ્ધિદર વધ્યો છે દેશના 10 રાજ્યોમાં કોરોનાના નવા દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે, આ રાજ્યોમાં ગુજરાત પણ સામેલ છે આ વાતની ચિંતા  સ્વભાવિક છે, પરંતુ કોરોના સામેની સુરક્ષામાં દવા અને ઈલાજ ની જેમ જ સાવચેતીનું પણ ખૂબ જ મહત્વ છે ,ગુજરાત સહિત દેશમાં કોરોનાની પ્રથમ લહેરથી જ સારવાર અને બચાવ અને સુરક્ષા ને સાવચેતી માં સરકારની સાથે સાથે સામાન્ય જનજીવન દ્વારા પ્રથમ લહેરથી જ અનુભવમાંથી મેળવેલી શિખામણ કોરોના ને ડામવામાં મદદરૂપ થઈ રહી છે.

નવા વેરીએન્ટની દરેક આફત વખતે ગુજરાતના સામાજિક જીવનને સામૂહિક સહિયારા પ્રયાસોથી બીમારી સામે જાહેર આરોગ્યને વધુ સુરક્ષિત રાખવામાં સફળતા મેળવી છે. હવે ફરીથી કોરોના ના સંક્રમણ ના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે ગભરામણ અને સોશિયલ પેનિક નો ભોગ બન્યા વગર દરેક વ્યક્તિ પરિવાર સમાજ અને સામૂહિક ધોરણે સુરક્ષા ના પ્રમાણિત નીતિ નિયમો ને અનુસરીને આ મહામારીનો શાંત ચિત્તે આયોજન બદ્ધ રીતે મુકાબલો કરવો વ્યાજબી ગણાશે. કોરોનાના નવા વેરીએન્ટ ના ઝડપી વૃદ્ધિદરમાં ગુજરાત સામેલ છે, ત્યારે સરકાર -આરોગ્ય તંત્ર -વહીવટી વિભાગ અને સમાજસેવી સંસ્થાઓની સાથે સાથે જાહેર જીવનના માર્ગદર્શક આગેવાનોએ સહિયારા પુરુષાર્થથી સારવાર કરતા સાવચેતી નું મૂલ્ય સમજીને આ નવા વેરિએન્ટ સામે સમજદારીથી તકેદારી રખાશે તો આ આફત પણ વીતી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.