એન.ઇ.પી. 2020ના ડ્રાફટમાં ઉલ્લેખ કર્યો છે કે બાળકોનો 85 ટકા વિકાસ શરૂઆતના 6 વર્ષમાં થાય છે. પ્રિ-સ્કૂલને આજ દિવસ સુધી ફોર્મલ એજયુકેશનનો ભાગ ન ગણવો છતાં ઘણી પ્રિ-સ્કૂલ બાળ વિકાસનું શ્રેષ્ઠ કાર્ય કરી રહી છે
અત્યાર સુધી પાંચ વર્ષ પૂર્ણ થાય એટલે ધો. 1 માં પ્રવેશ મળે તેવી જોગવાઇ આધારે શિક્ષણ ચાલતું હતું. સરકારી દાયરામાં આંગણવાડીમાં સાડાત્રણ વર્ષે પ્રવેશ આપતો પણ બાલ મંદિર, પ્લે હાઉસ કે પ્રી સ્કુલ જેવી સીસ્ટમને સરકારી દાયરામાં લેવાઇ નથી. ખાનગી શાળાઓ નવી સંખ્યા મળવાના આશયથી 3 કે 4 વર્ષે પ્રવેશ આપીને નર્સરી લોઅર કે.જી. અને હાયર કે.જી. ના ત્રણ વર્ષિય પોતાના સિલેબસથી બાળકોને તૈયાર કરીને પોતાની શાળામાં ધો. 1 માં પાંચ વર્ષ પૂર્ણ થયે જનરલ રજીસ્ટરમાં નામ ચડાવે ને યુ.આઇ. ડી. નંબર નોંધણી કરાવે છે. કોરોના મહામારીને કારણે ગત વર્ષ માર્ચ 2020 થી લોકડાઉન થતાં તે વર્ષની વાર્ષિક પરીક્ષા ન લેવાતા માસ પ્રમોશન અપાયું આ વર્ષે પણ અત્યારે એપ્રીલ માસ આવ્યો તો પણ ધો. 6 થી 8 તથા ધો. 9 થી 1ર ની ખોલી નખાયેલ શાળા પણ ફરી બંધ કરવાની નોબત આવી છે.
ધો. 1 થી પ અને પ્રી સ્કુલના બાળકોએ તો છેલ્લા એક વર્ષ ઉપરના સમયથી શાળામાં પ્રવેશ જ કર્યો નથી અર્થાત કોરોનાને કારણે બંધ છે. સૌથી મુશ્કેલી પ્રી સ્કુલના બાળકોની છે. આમ જોઇએ તો બાળકને મા-બાપ સાથે બધે જ જવાની છૂટ છે પણ પ્રી સ્કુલમાં નહીં !! છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં આ સ્કુલો હવે ખરેખર બંધ થવાની અણી ઉપર છે. નેશનલ એજયુકેશન પોલિસી 2020માં એક ડ્રાફટમાં ઉલ્લેખ કરાયો છે કે બાળક તેના પ્રથમ 6 વર્ષમાં 8પ ટકા જેટલો વિકાસ કરી શકે છે. આવા બાલમંદિર કે પ્રી સ્કુલ કે પ્લે હાઉસવાળાએ મંજુરી લેવી છે પણ શિક્ષણ વિભાગ કે સરકારમાં આ માટે કોઇ જોગવાઇ નથી. શિક્ષણ વિભાગ ધો.1 થી પ અને ધો. 6 થી 8 અથવા ધો. 9 થી 10 કે ધો. 11-1ર ની મંજુરી આપે છે.
હાલ ગુજરાતમાં આવી પ્રિ સ્કુલની સંખ્યા હજારો છે બાળકો તૈયાર કરીને નજીકની સરકારી કે ખાનગી શાળાને ધો. 1 માટે સંખ્યા આપે છે. જો કે હવે તો ખાનગી શાળા પોતે પણ પોતાની પ્રિ સ્કુલ ચલાવે છે. નર્સરીથી હાયર કે.જી. નો કોઇ ચોકકસ સિલેબસ નથી પણ બધા પોતાની રીતે બનાવીને ગાડુ ચલાવે છે. અમુક નામાંકિત કંપની ફેનચાઇસીસ આપીને વિવિધ શહેરોમાં મસ મોટી ફિ લઇને પ્રિ સ્કુલ ચલાવે છે. પ્રિ સ્કુલમાં ભણતા બાલ મંદિરના નાના બાળકો કે જેની ઉમર 3 થી પ વર્ષ છે તેને માટે પ્રી. પી.ટી.સી. કે બાલ અઘ્યાપન મંદિરનો શિક્ષક માટેનો કોર્ષ હોય છે. પણ આવી પ્રિ-સ્કુલ કે પ્લે હાઉસમાં આવા કોઇ કવોલીફાઇડ શિક્ષકો હોતા જ નથી. નાના બાળકો સાથે કામ કરવામાં બાળ માનસના અભ્યાસી શિક્ષક હોવો જરુરી છે સાથે ઘરથી પ્રથમ વાર શાળામાં પગલા મુકતા બાળકને શાળાએ આવવું – બેસવું રમવું કે ભણવું ગમે તેવું વાતાવરણ પ્રિ સ્કુલનું હોવું જોઇએ.
આજ સુધી અર્લી ચાઇલ્ડ એજયુકેશન સિસ્ટમ હતી જ નહી બધા પોત પોતાની રીતે ચલાવતા એમાં પણ અંગ્રેજી અને ગુજરાતી માઘ્યમ એવા બે વિભાગ પણ છે વાલીને જેમાં બેસાડવો હોય તે નકકી કરે હવે નવી શિક્ષણ નીતિમાં તો ધો. 1 થી પ ફરજીયાત માતૃભાષામાં જ શિક્ષણ આપવાનું નકકી કરાયું છે. ત્યારે આવા અંગ્રેજી માઘ્યમનું શું થશે? તે યક્ષ પ્રશ્ર્ન છે. ગુજરાતી સૌથી પહેલા જોઇએ કારણ કે મોબાઇલ, કોમ્પ્યુટર વિગેરે માટે જરુરી હોવાથી શિખવી જ પડશે. ટુંકમાં હવે એન.ઇ.પી. 2020 આવતા વર્ષથી લાગુ કરાય ત્યારે જ વિવિધ મુશ્કેલીના પ્રશ્ર્નોના જવાબો મળશે.
આજે જયારે બાળકોના અભ્યાસની વાત આવે ત્યારે ધો. 6 થી 8 અને ધો. 9 થી 1ર ની વાત આવે છે. હજી ધો. 10-1ર ની પરીક્ષાનું કાંઇ નકકી નથી તારીખ જાહેર થાય ને ફરી મુલ્તવી રખાય છે. આવા સંજોગોમાં પ્રિ સ્કુલને કોઇ ઘ્યાને લેતું નથી. એક વાત એ પણ છે કે મોટા ભાગની પ્રિ સ્કુલ સ્વતંત્ર રીતે મહિલા દ્વારા સંચાલિત છે. આજે આપણે સ્વીકારી લીધું છે કે કોરોના સામેની લડાઇ લાંબી ચાલવાની છે ત્યારે આપણે આપણા બાળકોના અભ્યાસનો સૌથી અગત્યનો તબકકો દાવ પર ન લગાડવો જોઇએ.
સરકારે નવી શિક્ષણ નીતી 2020ના અમલિકરણ માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેનું અમલિકરણ વર્ષ 2021-22 નકકી કરવામાં આવેલ છે. આ શિક્ષણ નિતિમાં 3 વર્ષથી 18 વર્ષની ઉંમરને આવરી લઇને હાલ 10+2 ના શિક્ષણ માળખાને બદલીને 5+3+3+4 ની ભલામણ કરાય છે. જેમાં સૌથી અગત્યનાં માળખામાં પ્રથમ પાંચ વર્ષમાં પૂર્વ પ્રાથમિકતા ત્રણ વર્ષ અને ધો. 1-ર માં પાયાનું શિક્ષણ નકકી કરાયું છે. બાદના 3 વર્ષ પ્રારંભિક શિક્ષણમાં ધો. 3 થી પ રહેશે. આ પ્રથમ બન્ને તબકકામાં ફરજીયાત માતૃભાષામાં જ શિક્ષણ આપવાની જોગવાઇ રાખેલ છે.
આ તબકકા બાદના 3 વર્ષમાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષણનાં ધો. 6 થી 8 ને પછીના 5 વર્ષ ધો. 9 થી 1ર ના રહેશે જેને માઘ્યમિક શિક્ષણ કહેવાશે, પ્રથમ પાંચ વર્ષ એટલે કે બાળકની ત્રણ વર્ષની ઉંમરથી પ્રારંભિક બાળ શિક્ષા કે પાયાના નબકકાના શરુઆત ના બે વર્ષો આંગણવાડી પૂર્વ પ્રાથમિક કે પ્રિ સ્કુલ કહેવાશે જેને આપણે અર્લી ચાઇલ્ડ એજયુકેશન સીસ્ટમ પણ કહી શકીએ બાળક જયારે પ વર્ષ ઉપરનું થશે ત્યારે ધો. 1 પહેલાનું વર્ષ બાલ વાટીકા અને 6 વર્ષ ઉપરના બાળકને ધો. 1 ની શરુઆત કરવામાં આવશે. હવેથી 3 વર્ષ પૂર્ણ કરેલ બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે પ્રવેશને પાત્ર ગણાશે, આ બાલવાટિકાની રચના પ્રાથમિક શાળાના ભાગ તરીકે શાળા પરિસરમાં જ કરાશે. ધો. 1 – ર માં પ્રજ્ઞા અભિગમથી બાળકોને શિક્ષણ અપાશે જે અત્યારે માત્ર સરકારી શાળામાં ચાલુ છે.
આ સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં પી.ટી.સી. – ડી.એલ. એડ. ની લાયકાત હોવી ફરજીયાત છે. પ્રારંભિક બાળ સંભાળ અભ્યાસ ક્રમ માટે શિક્ષકોને પઘ્ધતિસરની તાલીમ અપાશે. જેમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી, જી.સી.ઇ. આર.ટી. જેવા સરકારી વિભાગો તાલીસ આપશે. નેશનલ એજયુકેશન પોલિસી-2020 અન્વયે શિક્ષકોએ પોતાના વ્યવસાયિક વિકાસ માટે દર વર્ષે ઓછામાં ઓછા પ0 કલાક તાલિમી કોર્ષ ફરજીયાત કરવો પડશે. રાજયના પૂર્વ પ્રાથમિક સંસ્થાઓના નિયમન માટે સ્ટેટ પ્રી પ્રાયમરી રેગ્યુલેટરી બોડીની રચના કરાશે આ ઉ5રાંત પ્રાથમિક- હાઇસ્કુલ માટે સ્ટેટ સ્કુલ સ્ટાન્ડર્ડ ઓથોરીટીની રચના કરાશે જે જી.સી.ઇ. આર.ટી.ના સંકલનમાં રહીને કાર્ય કરશે.
બાળ વિકાસના સૌથી અગત્યના 3 થી 6 અને 6 થી 9 કે 9 થી 1ર વર્ષના તબકકા માટે હવે વિધિવન એજયુકેશન સીસ્ટમ અમલમાં આવતાં જુના શિક્ષણ ઢાંચાની વિદાય થશે. સ્કીલ બેઝ એજયુકેશન સાથે બાળકોને રસ પડતાં વિષયો સાથે તે તેનો સંર્વાગી વિકાસ કરે તે માટે તમામ જોગવાઇ એન.ઇ.પી. 2020 માં આપેલી હોવાથી દેશનો સૌથી શિક્ષણનો પેચી દો પ્રશ્ર્ન હલ થાય તેવી આશા દેખાઇ રહી છે. સમગ્ર સીસ્ટમ અમલ થતાં તેનું કડક મોની ટરીંગ જરુરી છે. શિક્ષકોએ પણ સજજતા કેળવીને બાળકોના સંર્વાગી વિકાસ માટે તનતોડ મહેનત કરવી પડશે.
નવી શિક્ષણ નિતિ 2020માં 5+3+3+4 છે શું?
ન્યુ એજયુકેશન પોલિસી 2020 અનુસાર 3 વર્ષથી 18 વર્ષની ઉંમરને આવરી લેતી આ નિતિમાં હલા 10+2 ના શાળાકિય માળખાને બદલને નવીન 5+3+3+4 શૈક્ષણિક અને અભ્યાસ ક્રમ માળખું આવી રહ્યું છે.
* પ્રથમ પાંચ વર્ષ (એટલે કે બાળકની ઉમરના 3+ વર્ષથી) ના પાયાના તબકકામાં શરૂઆતનાં બે વર્ષ આંગણવાડી- પૂર્વ પ્રાથમિકના રહેશે.
* ત્યાર પછીનું એક વર્ષ ધો. 1 પહેલાનું બાલવાટીકા વર્ષ તરીકે ઓળખાશે
* ત્યાર પછીનું એક વર્ષ ધો. 6+ વર્ષથી ધો. 1 થી શરૂઆત કરાશે
* હવેથી બાળકને 3 વર્ષ પૂર્ણ થશે ત્યારે જ પૂર્વ પ્રાથમિક કે આંગણવાડી માટે પ્રવેશ પાત્ર ગણાશે
* 3 વર્ષ ધો. 3 થી પ નો પ્રારંભિક શિક્ષણ અભ્યાસક્રમ ગણાશે
* 3 વર્ષ ધો. 6 થી 8 નો ઉચ્ચ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ ગણાશે
* 4 વર્ષ ધોરણ 9 થી 1ર નો માઘ્યમિક શિક્ષણનો અભ્યાસક્રમ ગણાશે