વી કેન ગ્રુપ આયોજીત બે દિવસીય ફેરમાં વાલીઓને કરાયા માહિતગાર: બાળકોએ રજુ કર્યા અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો
નવા શૈક્ષણિક સત્રી શ‚ તી એડમિશન પ્રક્રિયામાં સ્કુલ પસંદગીમાં પડતી મુશ્કેલીઓ તેમજ માહિતીના અભાવે વાલીઓ ગેરમાર્ગે દોરાય ન જાય તેમજ બાળકના અતિ મહત્વના પાયાના શિક્ષણ માટે વાલીઓને જ‚રી માહિતીી માહિતગાર કરવા વિકેન ગ્રુપ દ્વારા રાજકોટમાં પ્રમ વખત પ્રિસ્કુલ એજયુકેશન ફેર ‘ઉડાન’નું આયોજન કરાયું હતું. જેમાં રાજકોટની નામાંકિત પ્રિ-સ્કુલો માહિતી આપવાના શુભ આશયી એકત્ર ઈ હતી.
ખોડલધામ ટ્રસ્ટનાં શર્મિલાબેને વિશેષ હાજરી આપી હતી. બન્ને દિવસનાં આયોજનમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્ય
ક્રમો દ્વારા પોતાની આગવી પ્રતિભા રજૂ કરી હતી. તેમ ખાસ માનસિક ક્ષતિવાળા બાળકો માટે મનોરંજન વિભાગ ખુલ્લો મુકાયો હતો. બાળકો માટે અવનવી ગેમ અને રાઈડઝનું આયોજન કરાયું હતું. વી.કેન સ્કુલના પીના કોટકને અભિનંદન પાઠવતા કમલેશ મિરાણીએ જણાવ્યું હતુંકે, આ સમાજે મને કાંઈક આપ્યું છે. બદલામાં મારે સમાજને કંઈક આપવું છે તેવી શુભ ભાવનાી પીનાબેન અને તેમની સમગ્ર ટીમ કામ કરી રહી છે. આજે બાળકો માટે પડેલી અવનવી ક્ષમતાઓને બહાર લાવવાનો પ્રયાસ વી કેન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે.
રાજકોટની જનતા અને મિડિયાનો આભાર વ્યકત કરતા વી કેન ગ્રુપના પીના કોટકે જણાવ્યું હતું કે આજના ફેરમાં ૩૮ સ્કુલોએ ભાગ લીધો છે અને માત્રને માત્ર રાજકોટના વાલીઓને પોતાના બાળકોને પાયાના શિક્ષણની માહિતી આપવા ‘ઉડાન’નું આયોજન કરાયું હતું જેમાં રાજકોટ સ્કુલોએ કોમર્શીયલ કે માર્કેટીંગના હેતુી નહીં પરંતુ શાળાએ જતા પહેલા બાળકોને કેવા શિક્ષણની જ‚ર હોય છે તેની માહિતી પુરી પાડવા પ્રિ એજયુકેશન ફેર ‘ઉડાન’માં હાજર રહ્યાં હતા.