ઉદ્યોગોને ફરી બેઠા કરવા લોન આપવા માંગ કરાઈ
જસદણમાં મંદીનો માર ઝીલતા હિરા ઉદ્યોગમાં વધુ આઠ નાના કારખાનાઓએ તાળા મારી દેતા કારખાનેદારો અને રત્ન કલાકારોની માઠી દશા થઈ ગઈ છે. છેલ્લા બે માસથી સતત મંદીના ભાર હેઠળ હિરા ઉદ્યોગ હતો જે પણ દિવાળી નજીક આવતા વધુ નાના કારખાનેદારોએ પોતાના એકમો બંધ કરવાની ફરજીયાત નોબત આવી પડી છે. જસદણના હિરા ઉદ્યોગમાં હજારો પરિવારોને આ ઉદ્યોગને કારણે રોજીરોટી મળી રહી છે. તેને કારણે અન્ય વેપારમાં પણ તેજી હોય છે. દિવાળીના સમયે તો હિરા ઉદ્યોગ રાત દિવસ સમયે હોળી જેવો માહોલ રહ્યો હોવાનું કારખાનેદારો અને કારીગરોએ બળાપો કાઢયો છે.
તેમણે જણાવ્યું કે, જસદણમાં રાજકારણીઓ સત્યવાદી રાજા હરીશચંદ્ર જેવી વાતો સોશ્યલ મીડિયામાં કરી ભ્રષ્ટાચાર કરી ખીસ્સાઓ ભરે છે પણ અમારી વ્હારે આવતા નથી મંદીના માહોલમાં સરકારે આ ઉદ્યોગને બેઠો કરવા માટે ખાસ કિસ્સામાં લોન આપી મદદ કરવી જોઈએ.