રેલવે મંત્રી ગોયલે હુમલાને વખોડી કાઢયો
પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણીનો પ્રચાર જોરશોરથી થઇ રહ્યો છે ત્યારે મુર્શીદાબાદ જિલ્લાના નીમટાટા રેલવે સ્ટેશન પર અજાણ્યા હુમલાખોરોએ કરેલા બોમ્બ હુમલામાં મંત્રી ઝાકીર હુસેન ગંભીર રીતે ઘવાયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ મંત્રી પર થયેલા આ બોમ્બ હુમલામાં મંત્રી સાથે અન્ય બે લોકોને પણ ઇજા થઇ હતી. મંત્રીને ગંભીર ઇજા થઇ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ હુમલાની પશ્ચિમ બંગાળ સી.આઇ.ડી. આગળની તપાસ કરી રહી છે.
આ હુમલા અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે બોમ્બ હુમલો રેલવે પરિસરમાં થયો છે એટલે કેન્દ્રીય સત્તા તંત્રની જવાબદારી બને છે.
મંત્રીની હાલત મુશીર્દાબાદ મેડિકલ કોલેજના અધિક્ષક અમિતકુમાર બેરાએ જણાવ્યું હતું કે ઝાકીર હુશેનની હાલત સ્થિત છે અને તેઓ ભયમુકત છે તેમના એક હાથ અને એક પગમાં ઇજા થઇ છે મંત્રી કલકતા ખસેડવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે ઝાકીર હુસેન પર બોમ્બથી થયેલો હુમલો એક કાવત્રું છે ઝાકીર હુસેનને તેમના પક્ષમાં આવી જવા દબાણ કરવામાં આવતું હતું. બીજી બાજુ રેલમંત્રી પિયુષ ગોયલે પણ હુમલાને વખોડી કાઢી જણાવ્યું હતું કે પશ્ર્ચિમ બંગાળના નીમટાટા રેલવે સ્ટેશન પર થયેલા નૃશંસ બોમ્બ હુમલાને વખોડી કાઢું છું. આ હુમલામાં ઘવાયેલાઓ ઝડપથી સાજા થઇ જાય એવી હું પ્રાર્થના કરું છું.