વાહનોની કાળજી એટલે સ્વરક્ષણ
ચોમાસા પૂર્વે ફોર વ્હીલરના ટાયર, વાયપર, અન્ડરકોટીંગ, વાયરીંગ તેમજ બાઈક-સ્કુટરમાં બ્રેક, કલચ, ચેઈન, પ્લગ, બેટરીનું ચેકઅપ કરાવવું અનિવાર્ય
વાહનોની ફિટનેસ જાળવવી રાખવા માટે પ્રિ-મોનસુન સર્વિસ ખુબ જરૂરી બની રહે છે. ચોમાસા પૂર્વે ફોર વ્હીલરમાં ટાયર, વાયપર, અન્ડરકોટીંગ, વાયરીંગ તેમજ બાઈક કે સ્કૂટરમાં બ્રેક, કલ્ચ, ચેઈન, પ્લગ અને બેટરીનું ચેકઅપ કરાવવું અનિવાર્ય બને છે.
વાહનોના અનેક વર્કશોપમાં ચોમાસાને ધ્યાને લઈને ખાસ પ્રિ-મોનસુન સર્વિસ કેમ્પો ગોઠવવામાં આવ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લઈને પોતાના વાહનોનું ચેકઅપ કરાવ્યું હતું.
ફોર્ડ ચોમાસાની નુકસાની સામે કારનાં ૧૨૦૦ પાર્ટસની વોરંટી આપે છે: ધિમિત ઢેબરજય ગણેશ ફોર્ડના જનરલ મેનેજર ધીમીત ઢેબરે જણાવ્યું કે, કારની કેર કરવા માટે માર્કેટમાં અવેરનેસ રહી નથી. અમે લોકો જે પણ કાર ડિલીવર કરીએ એ માહિતી માંગે ત્યારે જ અમે સર્વિસ શેડયુલ આપીએ છીએ અને કેર કેવી રીતે કરવી એ માટે અમે જણાવીએ છીએ. એના જ માટે ફોર્ડની વેબસાઈટ પણ છે. જેમાં આ સર્વિસ પ્રાઈઝ પ્રોમીસ કરીને જેમાં ઓનલાઈન પણ અમે જણાવીએ છીએ કે કેટલા કિલોમીટર અને કેટલા ગાળે કેર કરવી જોઈએ. વધુમાં કોસ્ટીંગ પણ જણાવીએ છીએ. સર્વિસ માટે અવેરનેસ ફિએટ કરવી હોય તો એ માટે અમુક પ્રકારના કેમ્પ ચલાવીએ છીએ. જે લાસ્ટ ૧ વર્ષમાં આવ્યા ન હોય તો એમના માટે સ્પેશિયલ કેમ્પેઈન ચલાવીએ છીએ.
અમારૂ સેટઅપ જોવે, કારણકે અને કારની હેલ્થ પણ ચેકઅપ કરીએ છીએ જેમાં ચર્ચા પણ કારમાં શું જરૂરિયાત છે એમના માટે કરીએ છીએ. હમણા જ નાનામવા સર્કલ ખાતે મહાકેમ્પ યોજયો હતો. જેમાં અમે લાઈવ ડેમોસ્ટ્રેશન આપતા હતા. વર્કશોપની મુલાકાત લેવી જરૂરી છે. અમે કાર ડિલિવર કરીએ છીએ તેમની પહેલી સર્વિસ બુક કરીએ ઉપરાંત ડિટેઈલમાં માહિતી કારના ફિચર્સ, વર્ક વિશે માહિતી આપીએ છીએ. વધારે પડતુ પાણી ભરાઈ ગયું હોય ત્યાં કાર ન જવા દઈએ ઉપરાંત કારમાં ઈન્સ્યોરન્સ કવર છે તો વોટરને લગતા નોર્મસ જોડાયેલા છે એ ચકાસી લઈએ અને પ્રિમોનસુન ચેકઅપ કેમ્પ પણ કરીએ. એન્જિન, ઓઈલ, બેટરી, એસીના કુલીંગ, મોઈસ્ચર વધી જાય છે કે નહીં વગેરે નાના-મોટા પ્રિકોશન લઈ લેવા જોઈએ અને ૧૦૦૦થી કરતા વધુ વાહનોની કેર કરી આપી હતી. મોનસુન રીલેટેડમાં ઘણીવાર ગ્રાહકો ઈટેન્સલી કાર પાણીમાં જઈ નુકસાન પહોંચાડે છે ત્યારે તેના માટે કંપની ઈન્સ્યોરન્સ કે વોરંટી આપતી નથી પરંતુ ફોર્ડ દ્વારા ૧૨૦૦ જેટલા પાર્ટમાં વોરંટી કવરેજ આપીએ છીએ. બુકલેટ જે આપવામાં આવે છે જેની સર્વિસ અને યુસેજ રીલેટેડ માહિતી અંગ્રેજી અને હિન્દીમાં હોય છે તો એ ગુજરાતીમાં આપવી જોઈએ જેનાથી લોકલ પબ્લીક પણ જાગૃત અને વાંચી શકે. દરેક કલાયન્ટસ માટે ફોર્ડ દ્વારા હોમ ઈન્સ્ટોલેશન કરીને પ્રોસેસ છે તો તેની અપોઈટમેન્ટ લઈ ટેકનિકલ પર્સન ઘરે જઈ ગ્રાહકને પ્રેકટીકલ નોલેજ આપે છે.
ઓથોરાઈઝડ વર્કશોપમાં નિષ્ણાંત સ્ટાફ પાસેથી વાહન સર્વિસ લેવી વધુ યોગ્ય: રઝીયા ઠેબાસુઝુકીના રઝીયા ઠેબા (જનરલ મેનેજર) અને સાગર સખીયા (ટીમ લીડર)એ જણાવ્યું હતું કે, કંપની બધી જ કારની વસ્તુઓ માટે ફોલોઅપ લે છે કે કારની સર્વિસની સ્તુર છે સર્વિસ કરાવી જાઓ, પ્રિમોનસુન માટે પણ કંપની જણાવે છે. સર્વિસીંગ ચેક કરાવી જાઓ પરંતુ કસ્ટમરએ પણ કેર કરવી જોઈએ. રેગ્યુલર ટાઈમ એ સર્વિસ કરાવી, ઓઈલ ચેન્જ કરાવવું જોઈએ. અત્યારે સર્વિસ માટે કંપની ૩ વિવિધ પ્રકારની સુવિધા આપે છે કે કોઈ કસ્ટમરનું બીઝી શેડયુલ હોય તો અગાઉથી કરાવી શકે જેના માટે વોશિંગ, કલીનીંગ ત્યાં જઈને કરી આપે છે. કોઈ કસ્ટમરને સર્વિસ માટે પીકઅપ ડ્રોપની ફ્રિ સુવિધા આપવામાં આવે છે. વોરંટી, એન્યુઅલી કોન્ટ્રાકટ જેવી સુવિધા પણ આપવામાં આવે છે અત્યારે વર્કશોપનું મહત્વ એ છે કે કસ્ટમર ઓથોરાઈઝડ કંપની પાસે કેર લે છે તો અમારે કવોલીટી અને ટ્રેઈન્ડ સર્ટીફાઈડ લોકો જેને કારની સર્વિસનું પુરતુ જ્ઞાન હોય એ વધારે લાભદાયી બની શકે.
કોઈપણ જગ્યાએ કસ્ટમરનો રેકોર્ડ કે જે નાની-મોટી સર્વિસને લઈને હોય તો એ ચેક પણ કરાવી શકે છે. પ્રિ-મોનસુન એકટીવીટીમાં આપણે અત્યારે ફ્રી કેમ્પ રાખીએ છીએ. જેમાં કસ્ટમર વધુ કારની સર્વિસની સલાહ અને ચેકઅપ કરાવી શકે છે. વાઈપર ગ્લાસનો ફોલ્ટ કોઈપણ વસ્તુને મોનસુન પહેલા રીપેર કરાવી જોઈએ. ઈન્ટરનલમાં એક ફંકશન આવે કે જે એન્જિન પ્રોટેકટર છે કે જે વોરંટીમાં કે ઈન્સ્યોરન્સમાં કવર થતી નથી એ અલગથી એડ કરાવી પડે. જેનો ૨૦૦૦-૨૫૦૦નો ચાર્જ ઈન્સ્યોરન્સમાં કવર થાય જેના દ્વારા કાર આપી પાણીમાં ડુબી જાય તો એ નુકસાન થાય તે પ્રિમોનસુન એકટીવીટીમાં લેવી જોઈએ. વોરંટીમાં ૧ લાખ કિમીની વોરંટી હોય છે કે જેમાં એસી, વાયરેગને લગતા એસેસરી કવર થાય છે. ગેરેજ સાથે કંપનીના વર્કશોપની સરખામણી કરે છે જેના દ્વારા પ્રાઈઝ વધુ લાગે છે અને જયારે વર્કશોપમાં ટ્રેઈન્ડ સ્ટાફ હોય છે કે જે બધા જ પ્રીએસ્ટીમેટ આપે છે પરંતુ લોકલવાળા ઘણીવાર ચલાવી લેતા હોય અને વસ્તુ ન ચેન્જ થાય તો વધુ લોઝ આવે પરંતુ કંપની દ્વારા રેગ્યુલર સર્વિસ કરાવે તો એ વધુ સારું પરવડે છે. પરંતુ મારૂતિનું ટાઈપ ઘણીબધી કંપનીઓ સાથે છે તો એમને કેશલેશ સુવિધા, એકસીડન્ટનો ચાર્જ વીમા કંપની આપે છે. ફ્રોડ થવાની શકયતા અહીંયા રહેતી નથી.
ચોમાસા પૂર્વે ગ્રાહકોએ બાઈકનું જનરલ ચેકિંગ કરાવવું અનિવાર્ય: કનુભાઈ ધરજીયાકનુભાઈ ધરજીયા પરફેકટ ઓટો સર્વિસના એડમિન મેનેજરે જણાવ્યું હતું કે, ચોમાસા પહેલા ગ્રાહકોએ જનરલ ચેકઅપ કરાવું જેમાં બ્રેક, કલ્ચ, ચેઈન, પ્લગ ફિલ્ટર, ચાવીના જયાં અર્થિંગ થાય તે વાયરિંગ ચેક કરાવવા અને ખાસ કરીને તો બેટરીમાં જે ચોમાસાનું પાણી લાગવાથી કીટ જામે ત્યાં ટોપીંગ પર પણ ગ્રીસ લગાવવાનું હોય છે.
જેથી પાણી લાગવાથી શોર્ટ ના થાય અમે એન્જીનમાં પાણી ઘુસી જવાથી પ્રોસિંગ પણ બળી જાય છે. એના માટે પણ કસ્ટરમને ખાસ સર્વિસ કરાવી જોઈએ સાથે જયારે વાહનો ખરીદવા ગ્રાહકો આવે ત્યારે તેમને ટેકનીકલ જ્ઞાન સાથે કેટલી તકેદારી રાખવી તેનું પણ જ્ઞાન આપવામાં આવે છે કે, કેટલા કિલોમીટરે સર્વિસ કરવી એ પણ માહિતી આપે છે. કોઈપણ કંપની જનરલ ૨ વર્ષ સુધી ફ્રી સર્વિસ તો આપે જ છે પણ હિરો કંપનીમાં ૫ વર્ષની વોરંટી આપવામાં આવે છે. સાથે ગ્રાહકોએ ફ્રિ સર્વિસ બાદ પેઈડ સર્વિસ દર ૩ મહિને કરાવી જરૂરી રહે છે. રેગ્યુલર સર્વિસ કરાવાથી બાઈકની સાર-સંભાળ પણ જળવાઈ રહે છે. ખાસ કરીને ઓઈલ સમયસર બદલાતું રહેવું જોઈએ. જો ઓઈલ બદલવામાં ન આવે તો તેની ઘટના ઘટી જાય છે સાથે એન્જીન ચોકઅપ થઈ શકે છે અને બાઈક બંધ પડી રીક્ષામાં નાખીને લઈ જાઉ પડે એથી સારૂ કે બાઈકમાં ઓઈલ સમયસર બદલાવું અને જનરલ ચેકઅપ કરાવતું રહેવું જોઈએ.
બુલેટના મેઈન્ટેનન્સ માટે એન્યુલ કોન્ટ્રાકટ સિસ્ટમ: રવી મોરીરોયલ ઈનફિલ્ડ શો-રૂમના સર્વિસ મેનેજર રવિ મોરીએ જણાવ્યું હતું કે અમે સેકન્ડ યર માટેની સર્વિસ ચે તેના માટે એન્યુલ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટ પણ આપી છીએ અને તેના માટે કસ્ટમરને કયાંય જવું નથી પડતું અને કોઈ ચાર્જેબલ પણ રહેતુ નથી. અમે સર્વિસ કરીએ જયારે ત્યારે તે બધુ અમે ગ્રાહકને સર્વિસ એડવાઈઝરમાં તેની સાથે વાતચીત કરાવી દઈએ છીએ અને એકવાર વર્કશોપની વિઝિટ કરાવી જ દઈએ છીએ. એટલે કઈ રીતે શેડયુલ છે. શું શું ચેન્જ કરવાનું છે. પહેલી બીજી કે ત્રીજી સર્વિસમાં કસ્ટમરને શેડયુલ પ્રમાણે બધુ સમજાવી દઈએ લ્યૂબ્રિકેશન છે ત્યાં તેની જરૂર નથી. ઈલેકટ્રોનીકસ કોઈલમાં વોટરના રહેવું જોઈએ તેનાથી ઈલેકટ્રોનિકસ લાઈન બધી ડેમેજ થઈ જાય. સાયલેન્સરમાં પાણી ન જતું રહે તે માટે થઈને એન્જીન ડેમેજ ના થાય તો મોટુ ખાબોચીયામાંથી પસાર થઈને લીધે તે થતું હોય છે અને તે માટે કોઈ વોરંટી કવર થતી નથી તે કંપની નોર્મ પ્રમાણે હોય છે. પાર્ટસ જો ચેન્જ કરવાના હોય તો અમે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપીએ છીએ. અમે પાર્ટસ જે જૂના છે તે બદલીએ તે પેક કરી ગ્રાહકોને પાછા આપીએ છીએ અને જે પાર્ટસ ચેન્જ કરવાના છે તે સ્ટોરમાં બતાવીને કરવામાં આવે છે જયારે કોઈ વાહન ખરીદવા આવે ત્યારે અમે ગ્રાહકોને સંપૂર્ણ માહિતી આપી દઈએ છીએ. સર્વિસના પાર્ટસ જો ના હોય તો તે ચાર દિવસમાં આવી જાય છે. દિવસમાં ૩૦ થી ૩૫ વાહનો સર્વિસમાં આવે છે અને વાહનોની સર્વિસમાં જે કામ કરવાનું છે તે પ્રમાણે સમય લાગે છે.
જાગૃત ગ્રાહકો ઓથોરાઇઝ વર્કશોપમાં જ વાહનોની સર્વિસ કરાવે છે: નરેન્દ્રસિંહ ચૌહાણસિઘ્ધિ હોન્ડાના સર્વિસ મેનેજર નરેન્દ્રસિંહ ચૌહાણએ જણાવ્યું કે બાઇક કે એકટીવાની સર્વિસ કરાવવી તે કસ્ટમર્સની થિકિંગ પર ડિપેનડ છે કોઇ કસ્ટમર બાઇક કે એકટીવા ખરીદી કરીને જાય છે પછી એ તેના પર ડિપેન્ડ છે કે તેને રેગ્યુલર સવિસ કરાવવી કે નહીં. વધુમાં જણાવ્યું વધારે કસ્ટમર્સ જોબ કરતા હોય છે અને તેને ૩ થી ૪ વખત રિમાઇન્ડર નહી આપી ત્યાં સુધી સર્વિસ કરાવવા નથી જ આવવાના એજયુકેટેડ કસ્ટર્મસ રેગ્યુલર સમયે પોતાના વાહનની સર્વિસ કરાવે છે. ઘણાં બધા કસ્ટમર્સને વિશ્વાસ નથી હોતો કે વાહનમા પાર્ટસ રિપ્લેસ થશે કે નહીં
ઓઇલ રિપ્લેસ થશે કે નહીં પરંતુ જે લોકો એજયુકેટેડ છે અને હોન્ડાના ઓથોરાઇઝ વર્કશોપના ટુલ્સ અને પોલીસીથી જાણકાર હશે તે વર્કશોપમાં જ સર્વિસ કરાવશે.
પરંતુ જેનું એવું થિકિગ હશે કે પેમેન્ટ લઇ લેશે અને પાટર્સ બદલી નહી આવે તો અમારા વર્કશોપમાં અમે તેના વાહનના જુના પાર્ટસ તેને પાછા રિટર્ન કરી આપીએ છીએ. અને ઓઇલ ચેઇન્જ કરતી વખતે ઘણા એવું કહેતા હોય કે ચેઇન્જ કરી આપીએ છીએ. કસ્ટમર્સ જયારે ગાડી લેવા આવે છે. તો ગાડી લઇને છુટી જતા નથી.
ગાડી લીધા પછી સર્વિસ કરાવવી જરુરી છે હોન્ડા કંપનીને પણ ખબર છે કે અમુક સમયે ગાડીમાં પ્રોબ્લેમ આવશે તેથી હોન્ડા કંપનીએ સર્વિસ સેન્ટર ઉભા કરેલા છે જયારે કસ્ટમર ગાડી ખરીદવા આવે તો તેને વર્કશોપની વિઝીટ કરવી જરુરી છે. આગળ સેલ્સ સર્વીસ બાદ સર્વીસ સ્ટેશન સાથે જ સંબંધ હશે તો ગાડી કેવી રીતે સર્વિસ કરાવામાં આવે છે.
કસ્ટમર પાંચથી દસ મીનીટ જો વિઝીટ લે તો સારું રહે તેના માટે હમણાં જ ચોમાસા ઋતુની શરુઆત થશે તો વાહનોમાં થોડા ઘણા પ્રોબ્લેમસ આવે જેવા કે ચેઇન્સ પ્રોકેઇનમાં લુબ્રીકેશન થવું ઓઇલ ચેઇન્જ કરવું જરુરી સ્પાર્ક પ્લગ ચેક કરાવવું જરુરી જો આવું ન થાય તેના માટે અગાઉથી જ સર્વિસ કરાવવી જોઇએ. કંપની કસ્ટમર્સને ફી ઓફ કોર્સ્ટ સર્વિસ થોડા સમય માટે આપતી હોય છે. ફી ઓફ કોર્સ્ટ સર્વિસ પૂરી થયા બાદ પેએબલ સર્વિસ કસ્ટમર લેતા નથી કારણ કે પછી તેને તેનો બેનીફીટ ખ્યાલ નથી હોતો અને ફી ઓફ કોર્સ્ટ સર્વિસ પૂરી થયા બાદ અમે તેમને સલાહ આપીએ છીએ કે સમયાંતરે સર્વિસ કરાવી જરુરી છે.
ચોમાસામાં કારના ટાયર, વાયપર અને અન્ડર કોટીંગની કાળજી જરૂરી: મયુરધ્વજસિંહ બારડજે.કે.મોટર્સના ઓનર મયુરધ્વજસિંહ બારડે કહ્યું કે, વર્કશોપમાં એક પ્રિ-મોનસુન સર્વિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોમાસા માટે ગાડીની કેર કરવી જરૂરી છે. સૌથી પહેલા અંડરબોડી કોટીંગ આવે છે જેનાથી પ્રોટેકશન મળે છે. જે વરસાદમાં થતા ગારાથી રક્ષણ આપે છે અને બોડીને કાટ ના લાગે તેના માટે અંડરબોડી કોટિન કરાવું જરૂરી છે અને ખાસ વાયપર બોકસનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ત્યારબાદ વાયપરના સ્પ્રે પણ ચાલવા જરૂરી છે. કારણકે કોઈ કાર બાજુમાંથી કાદવ કે છાંટા ઉડાવે તો તેને સાફ કરવા માટે સ્પ્રે. જરૂરી છે અને સાથે એ પણ જણાવ્યું હતું કે, ચોમાસામાં ખાસ કારોમાં વાયપર અને ટાયરની તકલીફ વધુ રહે છે. કેમ કે ભીના રસ્તા પર ટાયર સ્લીપ થવાના ચાન્સ રહે છે. ચોમાસામાં ટાયર, વાયપર અને અંડર કોટિંગનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. જેના માટે મહિન્દ્રા જે.કે.મોટર્સમાં પ્રિ-મોનસુન ચેકઅપ કેમ્પ માટે એક કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં ગ્રાહકો માટે ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું હતું. જેનાથી લોકો ચેક કરાવી શકે અને સાથે જનરલ ચેકઅપ પણ કરી શકે. માણસો સમજતા નહીં એમની માનયતા એવી છે કે કંપનીની સર્વિસ મોંઘી પડે છે. લોકો લોકલમાં સર્વિસ કરાવવા જાય છે. જેમાં લોકોને બેનીફીટ મળતા નથી જયારે કંપનીમાં જો સર્વિસ માટે આવે તો જનરલ ચેકઅપ થાય છે.
ટેકનીકલ મેનેજર નિલેશ સોલંકીએ જણાવ્યું કે, ચોમાસામાં ખાસ કરી ગ્રાહકોને વાયપર ન ચાલતુ હોય, સ્પ્રે ન ચાલતો હોય તેવી તકલીફ રહે છે. જેની સાથે પાણીમાં જો વાહન ચાલી ગયું હોય તો વાયરીંગની પણ તકલીફ રહે છે. સેન્સરવાળી કાર જે આવે છે જે બ્રેકડાઉન કંડીશનમાં આવેલી હોય છે તથા વાયરીંગનો ફોલ્ડ હોય છે. સાથોસાથ પ્રિ-મોનસુન કેમ્પમાં ૨૧ પોઈન્ટ ચેકઅપ માટેના રાખેલા છે.
ચોમાસામાં કારની બોડીને વધુ નુકશાન પહોંચે છે: આકાશ ગૌસ્વામીશીવ હ્યુન્ડાઈના સર્વીસ મેનેજર આકાશ ગૌસ્વામીએ જણાવ્યું હતુ કે ચોમાસુ આવતુ હોય ત્યારે ગ્રાહકોએ સ્પેર વ્હીલ વિશેની તકેદારી રાખવી જોઈએ ચોમાસામાં સ્કિપ થવાની સમસ્યા વધારે રહેતી હોય છે. ટાયરનું પ્રેશર ચેક કરવું પડે જનરલી અત્યારે ચોમાસુ આવી રહ્યું છે. તો તેના માટે અંડર બોડી કોટીગ કેમકે અત્યારનું વાતાવરણ ભેજ વાળુ છે. તો તેના હિસાબે ઘણી વાર રસ્ટીંગની સમસ્યા થતી હોય છે. ગાડીઓમાં તો વેસ્ટિંગના થાય તે માટે અંડર બોડી કોટીંગ જે આવે છે.તે એન્ટી ડસ્ટ હોય છે. અને કાટના લાગે જે આપણે દેશી ભાષામાં કરીએ તો અને રૂટીન જોઈટેઈનન્સ સર્વીસ હોય તેપણ કરાવવી પડે કારમાં ચોમાસુ બોડી ઉપર વધારે ડિફેકટ કરે છે. વૃક્ષ નીચે ગાડી પડી હોય ત્યારે તેની કવર પેનલ હોય અને કવર પેનલમાં પોપડા ભરાઈ જતા હોય છે.તો આપણે એ તકેદારી લેવી પડે અને પાંદડાઓ ને એ બધુ સાફ કરવું પડે. અંદરની મેટીંગ સાફ રાખવી પડે વ્હીલ્સમાં જે વેટ છે. તેના ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચોમાસામાં સ્પ્લિટ થવાના ઘણી બધી સમસ્યા હોય છે. તો તેના માટે ટાયર ખાસ જોવા પડે જનરલી ફ્રી સર્વીસ હોય ત્યારે પાર્ટસ બહું મોંઘા નથી હોતા અને હ્યુડાઈ કંપનીમાં પાર્ટસ સાવ સસ્તા હોય છે. ઓઈલ માર્કેટની સરખામણીમાં સસ્તુ હોય છે. અને માણસોને એવું છે કે કંપની વધારે પૈસા લઈ લ્યે છે. પરંતુ એવું કોઈ નથી કંપનીમાં જે કામ થતુ હોય તે માપદંડ મુજબ થતુ હોય છે.