ઉપલેટા શહેરમાં રાજય સરકારની સુજલામ-સુફલામ યોજના અંતર્ગત પ્રિ-મોનસુનના ભાગરૂપે વિવિધ નદી-નાળા સફાઈ કરવાના ભાગરૂપે ઉપલેટામાં નગરપતિની આગેવાનીમાં સફાઈ અભિયાનની પુરબહાર કામગીરી કરવામાં આવી રહી છે.

123456 1જુન માસ પૂર્વે એક માસ શહેરમાં વિવિધ નદી-નાળા-ભુગર્ભ સહિતને સુજલામ-સુફલામ યોજના અંતર્ગત સફાઈ અભિયાન શહેરના સ્મશાન રોડ, દરબારગઢ, રબારીની ખડકી વિસ્તાર તેમજ મોજ નદીની અંદર સહિત વિવિધ જગ્યાએ ગંદકી દુર કરવાની કામગીરી ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર સી.જે.દવેની દેખરેખ નીચે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં નગરપાલિકાના પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા ખુદ સફાઈમાં જોડાઈને વિવિધ જગ્યાએથી ગંદકીનો નિકાલ કરાવ્યો હતો. આ તકે ઉપપ્રમુખ ધવલભાઈ માકડિયા, આરોગ્ય શાખાના અશોકભાઈ ડેર, અનુભા જાડેજા સહિતના કર્મચારીઓ જોડાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.