જિલ્લાની ૬૨ કચેરીઓમાં વડા સો જિલ્લા કલેકટર બેઠક યોજાશે: તરવૈયાની યાદી, રાહત બચાવ કામગીરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ઘડી કઢાયો.
તેને પહોંચી વળવા આયોજન ઘડી કાઢવા આગામી તા.૧૯ના રોજ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ પ્રિ-મોન્સુન બેઠક યોજી છે જેમાં શહેર જિલ્લાના જુદી જુદી ૬૨ વડા હાજર રહેશે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજયમાં ૧૫ જૂની સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ તો હોય રાજય સરકારની સુચના અન્વયે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ આગામી તા.૧૯મીના રોજ પ્રિ-મોન્સુન બેઠક બોલાવી છે. જેમાં સરકારી મિલકતો, રસ્તાઓ, પુલ, સિંચાઈ વિભાગ હસ્તકના ડેમો, તળાવો સહિતને ગત ચોમાસામાં નુકસાન યું હોય તો મરામત કામ કરવું, વર્તમાન પરિસ્થિતિનું નિરીક્ષણ, નદી નાળામાં અવરોધરૂપ દબાણો દૂર કરવા, પુર, વાવાઝોડુ કે અતિવૃષ્ટિની પરિસ્થિતિનિર્માણ પામે તો આપતીને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટનો પ્લાન ઘડી કાઢવો સહિતની બાબતોની ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
વધુમાં આ પ્રિ-મોન્સુન બેઠકમાં જિલ્લા-તાલુકા કક્ષાએ ફલડ ક્ધટ્રોલ શતરૂ કરવા, પુર, અતિવૃષ્ટીના સંજોગોમાં સ્ળાંતર, રીલીફ કેમ્પ ઉભા કરવા, જંતુનાશક દવાનો છંટકાવ કરવો, વીજ પુરવઠો સપન કરવો તેમજ ગામે ગામ તરવૈયાઓની યાદી બનાવાનો મુદ્દો હા પર લેવામાં આવશે.
પ્રિ-મોન્સુનની આ બેઠકમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષ સને જિલ્લા વિકાસ અધિકારી, સિંચાઈ વિભાગના અધિકારીઓ, પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ, સિંચાઈ વિભાગ, પોલીસવડા, પુરવઠા તંત્ર સહિત જુદા જુદા ૬૨ વિભાગના વડાઓ હાજર રહેશે.
રાહત બચાવ કામગીરી માટે જિલ્લામાં ૭૨ આપદા મિત્રો
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે પધ્ધતિસરની તાલીમ આપી: ૧૧ તાલુકાઓમાં આપતિ સમયે કામગીરી કરશે
પુર-વાવાઝોડુ કે અન્ય કુદરતિ આપદા સમયે નાગરિકો માટે તુરંત રાહત બચાવની કામગીરી થઈ શકે તે માટે રાજકોટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા જિલ્લામાં ૭૨ આપદા મિત્રોની ભરતી કરવામાં આવી છે. જેઓને વિધિવત તાલીમ પણ આપી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા લોકોને કુદરતિ આફત વેળાએ તુરંત જ મદદ કરી શકાય તે માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં કુલ મળી ૭૨ આપદા મિત્રોની નિમણૂંક કરી છે. વોલીએન્ટર તરીકે નિમણૂંક કરવામાં આવેલા આ આપદા મિત્રોને ગોંડલ એસઆરપી કેમ્પ ખાતે વિધિવત તાલીમ આપવામાં આવી છે અને પ્રમ તબકકામાં ૪૮ વોલીએન્ટરોની તાલીમ પુરી તાં તેઓને પ્રમાણપત્ર અને રીફલેકટીવ જેકેટ પણ આપી દેવાયા છે. વધુમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પુર, અતિવૃષ્ટી, ભૂકંપ સહિતની કુદરતી આફતો વેળાએ આ આપદા મિત્રો તંત્રને મદદરૂપ થશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,