ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગ બઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો: સરકારી, ગ્રાન્ટેડ, સ્વનિર્ભર અને તમામ બોર્ડની સ્કૂલોને લાગુ પડશે

રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ સોમવારે તેમના સત્તાવાર હેન્ડલ પરથી એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સરકારે 21 સપ્ટેમ્બર 2019ના રોજના ઠરાવને અમલમાં નહીં મૂકવાનો નિર્ણય લીધો છે જે શાળાઓને ધોરણ 5 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓને નાપાસ કરવાની મંજૂરી આપે છે. જે અનુસાર 2022-23 શૈક્ષણિક વર્ષ માટે લેવામાં આવેલી પરીક્ષાઓ રોગચાળાની પરિસ્થિતિને કારણે ધોરણ 1થી ધોરણ 8 સુધીના કોઈપણ વિદ્યાર્થીઓને નાપાસ કરશે નહીં.

રાજ્યના શિક્ષણમંત્રી અને ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ સોમવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કોરોનાની પરિસ્થિતિને કારણે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગબઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.

વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને વર્ષ 2022-23માં લેવાયેલી વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગબઢતી આપવા અંગેના 21 સપ્ટેમ્બર 2019ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ પૂરતો મુલતવી રાખવામાં આવશે.

આ નિર્ણયને કારણે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું પરિણામ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગબઢતી આપવામાં આવશે.પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ દ્વિતિય (વાર્ષિક) પરીક્ષા પૂર્ણ થઈ હોવાથી પરીક્ષાના પરિણામની અસર વિદ્યાર્થીઓની વર્ગબઢતી પર લાગુ કરવાની રહેશે નહીં.

સતત બીજા વર્ષે માસ પ્રમોશન આપવામાં આવ્યું

014
https://www.facebook.com

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસો ઘટ્યા બાદ તમામ સ્કૂલોમાં ઓફલાઈન અભ્યાસ શરૂ થઈ ગયો હતો. પરંતુ વર્ષની શરૂઆતમાં ઓનલાઈન શિક્ષણ અપાતા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ પર કોરોનાને લીધે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.