હેમુગઢવી હોલમાં રાત્રે ૯ કલાકથી ખ્યાતનામ કલાકારો કલા રસિકોના હૃદયને ડોલાવશે

અબતક ચેનલ, વેબસાઈટ, ફેસબુક અને યુ-ટયુબ ઉપર લાઈવ પ્રસારણ થશે

અબતક સુરભી રાસોત્સવના પ્રિ-લોન્ચીંગમાં આજે રાત્રે સોનાનો સુરજ ઉગશે. હેમુગઢવી હોલ ખાતે રાત્રે ૯ કલાકથી ખ્યાતનામ કલાકારો સંસ્કૃતિ અને પરંપરાનો પરિચય કરાવતું સંગીતમય વાતાવરણ ઉભુ કરશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ અબતક ચેનલ, વેબસાઈટ, ફેસબુક તથા યુ-ટયુબ ઉપર થશે.

વૈશ્વિક ઓળખ બની ચૂકેલા નવરાત્રી મહોત્સવનું ઉજવણી કરવા રાજકોટવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આગામી નવરાત્રી મહોત્સવમાં અબતક સુરભી રાસોત્સવ-૨૦૧૮નું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.

આજે રાત્રે ૯ થી ૧૨ કલાક દરમિયાન અબતક સુરભી રાસોત્સવનો પ્રિ-લોન્ચીંગ કાર્યક્રમ હેમુગઢવી હોલ ખાતે યોજાશે. જેમાં નાનો ડેરો તરીકે ખ્યાતનામ દેવરાજભાઈ ગઢવી, વંદના દેવરાજભાઈ ગઢવી, હિના હિરાણી અને રઉફ હાજી સહિતના કલાકારો રમઝટ બોલાવશે.

આ કાર્યક્રમમાં ઝીલ એન્ટરટેઈનમેન્ટનું સંગીત કલારસીકોના હૃદયને ડોલાવશે. જયારે કાલુ ઉસ્તાદની રિધમ લોકોના મનમાં વસી જશે. અબતક સુરભી રાસોત્સવ-૨૦૧૮ના પ્રિ-લોન્ચીંગના સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ‘અબતક સુરભી રાસોત્સવ-૨૦૧૮’ તથા ‘સુરભી કલબ રાજકોટ’ ફેસબુક પેઈઝ પર થશે.

નવરાત્રી મહોત્સવને વૈશ્ર્વિક ઓળખ મળી ચૂકી છે. આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને જાળવવા તથા યુવાધન ઉલ્લાસપૂર્વક તહેવાર ઉજવી શકે તેવા હેતુથી અબતક સુરભી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પારિવારીક વાતાવરણ વચ્ચે સુરક્ષાની વ્યવસ્થા ખુબજ અગત્યનો ભાગ ભજવી જશે. આયોજનના ભાગરૂપે આજે રાત્રે ૯ કલાકે અબતક સુરભી રાસોત્સવ-૨૦૧૮નો પ્રિ-લોન્ચીંગ કાર્યક્રમ જાજરમાન રીતે હેમુગઢવી હોલ ખાતે યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.