પાટણ આત્મવિલોપનના પડઘા હજુ શમ્યા નથી ત્યારે હજુ પણ દલિત સમાજનો વિરોધ અને રોષ યથાવત જ છે. સાંથણીની જમીન મામલે અગાઉ તંત્રને આત્મવિલોપનની ચીમકી આપ્યા બાદ આજે કલેકટર કચેરીએ યુવાન આત્મવિલોપન કરે તે પૂર્વે જ તેની અટકાયત કરવામાં આવી હતી.
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામના વતની બાબુભાઈ રાજાભાઈ ચાવડાએ ગામમાં આવેલી તેની માલિકીની જમીનીમાં ભુમાંફીયાઓએ સરકારી તંત્રની મિલીભગતથી કબજો કરી લીધો છે…. અને ભૂમાફિયાઓના ત્રાસને કારણે દલિત પરિવારને પરેશાની ઉઠાવવી પડતી હોય… જેથી દલિત યુવાને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી… જે અંગેના અહેવાલ માધ્યમોમાં પ્રસારિત થયા હતા અને આજે આ દલિત યુવાન જામનગર કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન કરવા પહોંચ્યો હતો… જોકે યુવાનની ચીમકીને પગલે કલેકટર કચેરી ખાતે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો…યુવાન આત્મવિલોપન કરે તે પૂર્વે જ તેની અટક કરવામાં આવી હતી અને પોલીસમથકે લઇ જવાયો હતો….. પાટણકાંડના ઘેરા પ્રત્યાઘાતો દલિત સમાજમાં જોવા મળ્યા હત… ત્યારબાદ સરકાર અને તંત્રએ આ ઘટનામાંથી બોધપાઠ લીધો હોય તેમ લાગી રહ્યું છે…. અને આજે દલિત યુવાન આત્મવિલોપન કરે તે પૂર્વે જ તેને અટકાવવામાં પોલીસ વિભાગને સફળતા મળી હતી……