જંગલોનાં રક્ષણ માટે ઈકો સેન્સીટીવ ઝોનમાં કોઈપણ પ્રકારનું બાંધકામ ન થઈ શકે તે મુદે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી રીટ બાદ અનાર પટેલના રિસોર્ટની મંજૂરી રદ કરતુ ગુજરાત વાઈલ્ડ લાઈફ બોર્ડ
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દિકરી અનાર પટેલનું વાઈલ્ડ વુડ રિસોર્ટનું સ્વપ્ન રોળાઈ ગયું છે. ધારી પાસે આવેલા વાઈલ્ડ વુડ રિસોર્ટ પ્રાઈવેટ લિમિટેડના પ્રોજેકટને રાજયના જંગલખાતા દ્વારા રિજેકટ કરવામાં આવ્યો છે. ધારીની આસપાસના વિસ્તારમાં વન્યજીવો રહે છે અને આ જીવોની સુખાકારી માટે અનાર પટેલના સ્વપ્ન પર પાણી ફેરવી દેવાયું છે. મહત્વનું છે કે આરટીઆઈ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં ધારી અભ્યારણ્યની ૪૦૦ મિટરના વિસ્તારમાં કોઈપણ બિલ્ડીંગ કે રિસોર્ટ જે વન્ય જીવોને નુકશાન કરતુ હોય તે સ્થાપી શકાય નહી આ નિયમ પ્રમાણે ઈકો સેન્સીટીવ ઝોનમાં કોઈપણ પ્રકારનું ક્ધસ્ટ્રકશન કરી શકાય નહી કેમકે તેનાથી વન્ય પ્રાણીઓના જીવન પર માઠી અસર થાય છે. અને જંગલને પણ નુકશાન થાય છે. મહત્વનું છે કે વાઈડવુડ રિસોર્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપની અનાર પટેલ અને તેના બિઝનેશ એસોસીએટસની છે. જોકે અનારે સોશ્યલ મીડીયામાં એવું કહ્યું છે કે તે આ કંપનીમાં કોઈ ડાયરેકટર નથી કોઈ શેર હોલ્ડર નથી બોર્ડના સભ્ય ભૂષણ ભટ્ટે જણાવ્યું હતુ કે જંગલ વિભાગ તરફથી જે અહેવાલ પ્રાપ્ત કર્યા પછી રાજય બોર્ડે સર્વસંમતિથી આ દરખાસ્તને નકારી છે.
ઉલ્લેખનીય છે કે ફોરેસ્ટ વિભાગના દિનેશ શર્માએ જણાવ્યું કે ‘બોર્ડ દ્વારા આ રિસોર્ટની મંજૂરી રદ કરવાનો નિર્ણય લેવાયો છે. કેમકે રિસોર્ટ અભ્યારણ્યથી ૪૦૦ મીટરની દૂર પર છે. અને વન્યજીવોના રક્ષણ માટે આ પપ્રોઝળને નામંજૂર કરાઈ છે. મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરનારે એવો આરોપ મૂકયો હતો કે રાજય સરકારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને રિસોર્ટ બનાવવા માટે ગીર અભ્યારણ્યની ૧ કિ.મી.ની અંદર જમીન ફાળવણી કરી હતી. જોકે વાઈલ્ડવુહ રિસોર્ટની મંજૂરી રદ થતા અનાર પટેલનું સ્વપ્ન રોળાઈ ગયું છે.