- અબતકની મુલાકાતમાં કોચિંગ ક્લાસ એસો.ના પદાધિકારીઓએ પ્રી બોર્ડ એક્ઝામની વિગતો આપી વિદ્યાર્થીઓને લાભ લેવા કર્યું આહવાન
Rajkot News
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યના અને દેશના વિદ્યાલય પ્રત્યેક વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષામાં વેલ પર્ફોર્મન્સનું એક સપનું હોય છે પરંતુ બોર્ડની પરીક્ષાનો ભાર ઘણીવાર હોશિયાર વિદ્યાર્થીઓ માટે પણ મુશ્કેલીનું કારણ બને છે, ત્યારે વિદ્યાર્થીઓ સારી રીતે સ્વસ્થ મને બોર્ડની પરીક્ષા આપે તે માટે રાજકોટ કોચિંગ ક્લાસ ઓનર એસોસિએશન દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અને તારીખ 9 અને 10 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર ભરમાં રાજકોટ ઉપરાંત ભાવનગર પોરબંદર વેરાવળ જુનાગઢ ઉપલેટા જેતપુર કેશોદ સુરેન્દ્રનગર ગોંડલ અમરેલી મોરબી ધોરાજી સહિતના દરેક નાના-મોટા સેન્ટરના કોચિંગ ક્લાસમાં ધોરણ 10 /12 સાયન્સ કોમર્સ ની ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ એક્ઝામ નું આયોજન કરવામાં આવ્યું છે,
અબ તકની મુલાકાતે આવેલા કોચિંગ ક્લાસ ઓનર એસોસિયેશનના પદાધિકારીઓ સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ કરમચંદાની, લખનભાઈ પટેલ, જે,ડી સર સનતભાઈ પોપટ દ્વારા કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટ કોચિંગ ક્લાસ ઓનર એસોસિએશન દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ ને તનાવમુક્ત પરીક્ષા આપવા માટે ના વાતાવરણ પ્રદાન કરવાનો પ્રયાસના ભાગરૂપે પ્રી બોર્ડ એક્ઝામ 2024 આયોજન કરાયું છે, સૌરાષ્ટ્ર તથા ટ્રાન્સ સ્ટેડીયા યુનિવર્સિટી અમદાવાદના ઉપક્રમે મોડેલ બોર્ડ એક્ઝામ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત ભરના તમામ જિલ્લા તાલુકા કેન્દ્રોમાં ચાલતા કોચિંગ ક્લાસ માં તારીખ 9 અને 10 ફેબ્રુઆરી શુક્રવાર અને શનિવારે ધોરણ 10 અને 12 ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થનારી મોડેલ બોર્ડ એકઝામ લેવાશે બોર્ડની પરીક્ષા આપતા પહેલા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો સંચાર થાય બોર્ડની પરીક્ષાનો હાઉ મનમાંથી દૂર થાય,અને વિદ્યાર્થીઓ પ્રફુલિત મને બોર્ડની પરીક્ષા આપી શકે તે માટે બોર્ડના સમયપત્રક અને પેપર સ્ટાઇલ મુજબ જ, નિષ્ણાતો દ્વારા તૈયાર કરેલા બોર્ડ સ્ટાઇલ ના પેપર દ્વારા તમામ જિલ્લાઓ તાલુકાઓમાં એક સાથે એક સમયે પરીક્ષા લેવામાં આવશે આ મોડેલ એક્ઝામ 2024 માં પરીક્ષા આપવા માટે અત્યારથી 7000થી વધુ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે મોડેલ બોર્ડ એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સસ્ટેટિયા યુનિવર્સિટી તરફથી ખાસ સ્કોલરશીપ ની સ્કીમ પણ મૂકવામાં આવી છે મોડેલ બોર્ડ એકઝામ 2020 ની શરૂઆત તજજ્ઞ શિક્ષણ વિદ્દો કેળવણીકારો અને મહેમાનોના હાથે પ્રતિભા 2024 પેપર સેટ ના વિમોચન દ્વારા કરવામાં આવશે.
તારીખ 9 ફેબ્રુઆરી શુક્રવારે બપોરે 2:30 વાગે પટેલ ક્લાસીસ જલારામ બે ઉમિયા પાર્ક બી ન તેજસ્વી સ્કૂલ પાસે યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે પ્રતિભા 2024 પેપર સેટ નું વિમોચન કરી વિદ્યાર્થીઓને વિનામૂલ્ય પેપર વિતરણ કરવામાં આવશે વિદ્યાર્થીઓને નજીકના કોચિંગ ક્લાસીસ નો સંપર્ક કરી પ્રતિભા 2024 પેપર સેટ મેળવી લેવા જણાવ્યું છે તારીખ 9 અને 10 ફેબ્રુઆરી શુક્ર અને શનિવારે સૌરાષ્ટ્ર એકેડેમી એસોસિએશનના તમામ ઘટક અને એસોસિએશન ના કોર કમિટી મેમ્બર ટ્રાન્સસ્ટેટ યુનિવર્સિટી દ્વારા આયોજિત આ ફ્રી બોર્ડ એક્ઝામ નો લાભ લેવા વિદ્યાર્થીઓ ને અનુરોધ કરવામાં આવ્યો છે.