સંક્રમણ થોડું ઘટતા લોકોમાં હાશકારો: ધ્રાંગધ્રાના ૭૮ વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા કોરોનાના કેસમાં બ્રેક લાગી હોય તેવું હાલ વર્તાઈ રહ્યું છે. ત્યારે જિલ્લામાં ફક્ત રવિવારે સાત જ કોરોના માં પોઝીટીવ કેસોમાં નોંધાયા હતા. જિલ્લામાં એક માસ બાદ એક દિવસમાં કોરોના વાયરસના સાત જ પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે આગામી સમયમાં પણ જિલ્લામાં કોરોનાનો પ્રકોપ ઓછો થાય એટલે કોરોના સંક્રમણ એટલે એવું જિલ્લાવાસીઓ ઇચ્છી રહ્યાં છે ત્યારે હાલમાં જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન જિલ્લામાં આવેલ મહાદેવના મંદિરમાં ખાસ પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના ૭૮ વર્ષના વૃદ્ધનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે નિધન થયું છે. ત્યારે ધાંગધ્રાના વૃદ્ધને આશરે ૧૫ દિવસ પહેલા કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારે આ વૃદ્ધ જયંતીભાઈ નાગરદાસ પુજારાનું સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાના પગલે નિધન થવા પામ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૬ લોકોના કોરોના પગલે મોત નીપજ્યા છે અને કુલ ટોટલ અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૯૩૦ કોરોના વાયરસના કેસો નોંધાવા પામ્યા છે.

પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે અને ખાસ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ શિવમંદિરોમાં કોરોના સંક્રમણ કાબુમાં આવે તેવી શિવ મંદિરો માં પ્રાર્થના કરવા માં આવી હતી.અને મહાદેવ ભોળાનાથ પાસે આવતા શિવ ભગતો એ પણ કોરોના કાબુમાં આવે અને પરિસ્થિતિ સુધરે તે અંગે ભગતો દવારા પ્રાર્થના કરવા માં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.