હોલી ચૌમાસી પાખીએ ભવ્ય આત્માઓ પોતાના આત્માને ધર્મના રંગે રંગશે
સોમવારે જૈનોની ચૌમાસી પાખી
પવે તિથિઓનું મહત્વ ધાર્મિક દ્રષ્ટિએ તો છે જ પરંતુ જયોતિષ શાસ્ત્ર,શરીર શાસ્ત્ર અને વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ તિથિઓનું મહત્વ છે.જૈન શાસ્ત્રોમાં આઠમ, ચૌદસ, અમાસ અને પૂનમ એમ આ ચાર તિથિઓનો ઉલ્લેખ અનેક સ્થળે જોવા મળે છે.તેના આધારે પરંપરા અનુસાર દર ત્રીજા દિવસે ધમે આરાધના અને ત્યાગ – પચ્ચખાણ વિશેષ પ્રકારે થાય તે હેતુથી બીજ,પાંચમ,અગિયારસ આદિ તિથિઓ મેળવીને એક મહિનામાં કુલ બાર તિથિઓનું મહત્વ દશોવવામાં આવે છે.
જૈન આગમ શ્રી ભગવતીજી સૂત્ર શતક ૨ ઉદ્દેશક ૫ માં તુંગીયા નગરીના શ્રાવકોનું વણેન આવે છે કે તુંગીયા નગરીના શ્રાવકો પવે તિથિઓમાં ત્યાગ – નિયમ ,પૌષધ,ઉપવાસ આદિનું સમ્યક્ પ્રકારે આચરણ કરતાં હતાં. તિથિઓનું મહાત્મય પૂ.સાધુ – સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા સર્વેને પ્રેરણા રૂપ છે. એક વષેમાં કુલ ૨૪ આઠમ અને ૨૪ પાખી અને તે અંતર્ગત ત્રણ ચૌમાસી પાખી આવે છે.આગામી તા.૯/૩, ફાગણ સુદ પૂનમ સોમવારે સ્થાનકવાસી જૈનોની મોટી પાખી છે.
ફાગણ સુદ પૂનમ, અષાઢ સુદ પૂનમ અને કારતક સુદ પૂનમ આ ત્રણની મોટી પાખીમાં ગણના થાય છે.જ્ઞાની ભગવંતોએ પવેનું અનેરૂ મહત્વ બતાવ્યું છે.
મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે જીવાત્માના આયુષ્યનો બંધ તેના કુલ આયુષ્યના ત્રીજા ભાગે પડે છે.જીવનું આયુષ્ય કેટલું છે તે છદ્દમસ્થો એટલે કે આપણે અજ્ઞાનીઓ જાણી શકતાં નથી,પરંતુ જ્ઞાનીઓની ગણતરી મુજબ પ્રાય : કરીને આયુષ્યનો બંધ પર્વના દિવસોમાં પડે છે.એટલે કે બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ અને પૂનમ.અનુભવીઓ આ દિવસોને ભારે દિવસો પણ કહે છે.
ફાગણ સુદ પૂનમની પાખીને અમુક લોકો ફાગણી હોલી પૂનમ તરીકે પણ ઓળખે છે. પ્રાય : કરી જૈનો હોલી – ધૂળેટી રમી પાણીનો વ્યય કરતાં નથી કારણકે પ્રભુ મહાવીરે કહ્યુ કે જળમાં અસંખ્ય જીવ રહેલા છે માટે અપકાય – પાણીના જીવોની દયા પાળવી જોઈએ.અનેક લોકો પાણી માટે વલખા મારતાં હોય છે તો આપણે પાણીનો બચાવ કરી રાષ્ટ્રહિતમાં પણ સહભાગી બનવું જોઈએ.પાપથી પાછા વાળે તેને પવે કહેવાય. હોલી ચૌમાસીએ ભવ્ય આત્માઓ તપ – જપથી પોતાના આત્માને ધમેના રંગે રંગી ભાવિત કરશે.
ચૌમાસી પાખીના પવિત્ર દિવસોમાં વધારેમાં વધારે સમય ધમે ધ્યાનમાં રત રહેવું, આતે ધ્યાન આર્ત ધ્યાનથી આત્માને દૂર રાખવો.શુભ ભાવમાં આયુષ્યનો બંધ પડે તો શુભ ગતિનું આયુષ્ય બંધાય છે.
ચૌમાસી પાખીના પાવન દિવસે અનેક હળુ કર્મી આત્માઓ પરીપૂણે પૌષધ કરશે, તપસ્વીઓ ઉપવાસ, આયંબિલ જેવા નાના – મોટા તપથી આત્માને ભાવિત કરશે.દરેક ભાગ્યશાળીઓ અનુકૂળતા મુજબ પ્રાથેના,પ્રવચન-પ્રતિક્રમણ,પૌષધ આદિમાં જોડાઈ આત્માને કમેથી હળવો ફૂલ બનાવશે.