અત્રેના સ્વામીનારાયણ ગુરુકુલ રાજકોટમાં પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદો સૈનિકોને શ્રઘ્ધાંજલી અર્પવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલ. આ પ્રાર્થના સભામાં મૃત્યુ પામેલ સૈનિકોના આત્માની શાંતિ અર્થે સમુહમાં ધુન કરવામાં આવેલ.
આ પ્રંગે ગુરુકુળ રાજકોટના મહંત તથા ગુરુકુલ પરિવારના ગુરુ સ્થાને બિરાજતા સદગુરુ દેેવકૃષ્ણદાસજી સ્વામીએ જણાવાયું કે આતંકવાદીઓનું કૃત્ય અમાનનીય છે. દેશની રક્ષા માટે કરતા જવાનોના મૃત્યુથી ગુરુકુલ પરિવાર દુ:ખની લાગણી અનુભવે છે. જે જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે.
તેમને ભગવાન સ્વામીનારાયણ શાંતવન અને ધીરજ અર્પે અને સ્વર્ગસ્થના આત્માને પોતાના ચરણનું સુખ અર્પે આપણે કોઇનું સારુ ન કરીએ શકીએ તો કંઇ નહી પણ ખરાબ કરવાનો આપણને હકક નથી મનુષ્ય જન્મ ગણ્યા પછી દેશની રક્ષા માટે વાપરવો એ પવિત્ર કાર્ય છે પરંતુ આતંકવાદીઓને એ ખબર નથી એને પોતાનો જ સ્વાર્થ દેખાય છે. આ પ્રસંગે તેઓએ હીન કૃત્ય કરતા આતંકવાદીઓને પ્રભુ સમજણ શકિત અર્પે એવી પ્રાર્થના કરી.
આ પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં સંતવૃંદ તથા હરિભકતો જોડાયા હતા.આ સાથે ગુરુકુલ રાજકોટના એકસો એકસો વિઘાર્થીઓ ત્રણ ટુકડીઓની શ્રઘ્ધાંજલી રેલી કાઢી અને આર્થિક ફંડ ઉધરાવશે. આ પ્રસંગે મળે ફંડ ઉધરાવશે. આ પ્રસંગે ફંડ મૃત્યુ પામેલ અને ઘાયલ સૈનિકો માટે વપરાશે સૌને ઉદાર હાથે ફાળો આપવા શાસ્ત્રી હરિપ્રિયદાસજી બાલુભગત, નિલકંઠ ભગત તથા ‚ગનાથભાઇ દલસાણીયાએ જણાવ્યું હતું.