કુંભના મહાપર્વને વિશ્વનું સૌથી મોટું ધાર્મિક આયોજન કરવામાં આવે છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અંદાજે ૪૫૦ વર્ષ બાદ ૫વિત્ર વડને દર્શન માટે ખુલો મુકવામાં આવ્યું છે, વડ નીચે ભગવાન શ્રીરામ-સીતાએ સમય વિતાવ્યો હતો
અલ્હાબાદમાં ચાલી રહેલ સૌથી મોટા ધર્મકુંભમાં આયોજન ચાર નદીઓના કિનારે કરવામાં આવે છે. તા.૧૪ના મકરસંક્રાંતિના દિવસે શરૂ થયેલ પ્રયાગરાજ કુંભમેળો ૪થી માર્ચની શિવરાત્રી સુધી ચાલનાર છે ત્યારે કુંભના મહાપર્વને વિશ્વનું સૌથી મોટું ધાર્મિક આયોજન કરવામાં આવે છે. જેની વર્ષોથી લોકો રાહ જોતા હોય છે, કુંભનો શાબ્દીક અર્થ કળશ થાય છે જે અમૃત માટે દેવ-દાનવો સાથે જોડાયેલ કથાનું સ્મરણ કરાવે છે.
કહેવાય છે કે ભારતમાં જેટલા દિવસો નથી તેનાથી વધુ તહેવારો છે. એટલા માટે ભારતની જનતા ઉત્સવપ્રિય તેમજ શ્રધ્ધાળુ લોકોથી સમૃધ્ધ છે. પ્રયાગરાજ કુંભમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પવિત્ર સ્નાન કર્યું હતું. પ્રયાગરાજ ખાતે અખીલ ભારતીય શ્રી પંચનિર્મોહી અને અખાડાની મુલાકાત લઈ સાધુ-સંતોના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
તેમજ પ્રયાગરાજ ખાતે પવિત્ર વડની મુલાકાત લઈ દર્શન કર્યા હતા. આ વડને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અંદાજે ૪૫૦ વર્ષ બાદ દર્શન માટે ખુલો મુકવામાં આવ્યું છે. આ પવિત્ર વડ નીચે ભગવાન શ્રીરામ-સીતાએ સમય વિતાવ્યો હતો.