મોદી સ્કૂલમાં પ્રાર્થના એકટીવીટી યોજાઈ
તાજેતરમાં પી.વી.મોદી સ્કૂલમાં પ્રિ-પ્રાયમરી થી ધો.૪ ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પ્રાર્થનાનું શું મહત્વ છે ? તેના માટે પ્રાર્થના એકટીવીટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થનાએ આત્માનો ખોરાક છે અને સ્વર્ગમાં જવાની સીડી છે. પ્રાર્થના ભકત અને ભગવાન વચ્ચેની વાતચીતનું માધ્યમ છે. પ્રાર્થનામાં આપણે ઈશ્ર્વરની પ્રશંસા, સ્તુતિ, ગુણગાન, સહાયતાની કામના અને માર્ગદર્શનની ઈચ્છા વ્યકત કરીએ છીઅ. પ્રાર્થનામાં જેટલી સચ્ચાઈ, એકાગ્રતા અને સમર્પણ ભાવના વધારે હશે એટલી જ પ્રાર્થના પ્રભાવશાળી બનશે. બધા વર્ગમાં દરેક વિદ્યાર્થીઓને પ્રાર્થનાની સમજણ આપી હતી અને તેનાથી થતા ફાયદા કહ્યા હતા. તેથી તો કહેવાય છે કે જેવી રીતે શારીરિક વિકાસ માટે ભોજન જ‚રી છે એવી જ રીતે મનની સુદ્ધતા માટે પ્રાર્થના‚પી ખોરાક જ‚રી છે. આ પ્રાર્થના એકટીવીટી માટે દરેક વિદ્યાર્થીઓએ શ્ર્લોક, ભજન, મંત્ર, ધુન, ભાવગીતની સુંદર રીતે ઘરેથી તૈયાર કરીને આવ્યા હતા.