કોરોના મહામારીના કારણે કલાકારોની હાલત કફોડી થઇ ગઇ છે

૧૯૯૧ થી મુળ કચ્છ ભુજના અને હાલ છેલ્લા ત્રણ દાયકાથી અમદાવાદમાં વસવાટ કરનાર ગુજરાતી કલાકાર અંશુ જોશીએ અબતક સાથેની વાતચીતમાં હાલની કોરોના મહામારીના કારણે કલાકારોને પડતી મુશ્કેલી પ્રત્યે વ્યથા ઠાલવી હતી. આજથી ર૦ વર્ષ પહેલા દુરદર્શનની ‘શ્યામલી’સીરીયલથી ફિલ્મ યાત્રા શરુ કરનાર અંશુ જોશીએ  થઇ જશે, પાસપોર્ટ, પાઘડી, ધૂનકી, હવે થશે બાપ રે, છુટી જશે છકકા, અફરાત ફરી, ફેમીલી સર્કલ જેવી એક ગુજરાત ફિલ્મોમાં અભિનય કર્યો છે.

ફિલ્મનું શુટીંગ કયારે શરૂ થશે તેવા પ્રશ્ર્નના જવાબમાં અશુ જોશીએ જણાવેલ કે હું અને બધા કલાકારો ઇશ્ર્વરને પ્રાર્થના કરીએ કે બધુ પાછું પહેલા જેવું શરૂ કરી દે, જો કે જયાં સુધી રસી નહી શોધાય ત્યાં સુધી નોર્મલ વાતાવરણ થશે નહીં તેમ અંશુ જોશીએ જણાવેલ છે.

હાલમાં ઓડિટોરીયમ, મલ્ટીપ્લેકસ ઓરકેસ્ટ્રાના કલાકારો, ફિલ્મી શુટીંગ સાથે જોડાયેલો વિવિધ સ્ટાફ બધા જ બેકાર થઇ ગયા છે. આર્થિક મુશ્કેલીને કારણે હાલત ખરાબ થઇ ગઇ છે. સરકારે આવા કલાકારો માટે કાંઇક કરવાની તાતી જરુરીયાત છે છેલ્લા ૭ માસથી બધુ જ બંધ છે ત્યારે કલાકારો માટે આર્થિક પેકેજ ક આવી કોઇ યોજના કરવી જરુરી છે. તેમ ગુજરાતી ફિલ્મ કલાકાર અંશુ જોશીએ અબતક સાથેની વાતચીતમાં વધુમાં જણાવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.