સરકારના સહયોગથી ચાલતી આ સમિતિ ગૌરક્ષા માટે દેશ અને વિશ્વમાં કાર્યરત
ભારત દેશમાં ગૌરક્ષા માટે અનેક સંગઠનો અને અનેક લોકો કાર્ય કરી રહ્યા છે પરંતુ જગતગુરુ શંકરાચાર્યો દ્વારા પણ વર્ષોથી હિન્દુ ધર્મના રક્ષણની સાથે સાથે ગૌમાતાના રક્ષણ માટે કામ કરવામાં આવી રહ્યું છે અને આવા સરાહનીય કામોમાં સરકાર તેમજ અધિકારીગણ પણ શંકરાચાર્યના માર્ગદર્શન મુજબ જ વર્ષોથી કામ કરતા આવ્યા છે , ત્યારે હિન્દુ ધર્મના મુખ્ય ચાર મઠમાના એક જોષી મઠ ( કેદારનાથ, બદ્રીનાથ ) દ્વારા વર્ષોથી ગૌરક્ષા માટે અખિલ ભારતીય સર્વદલીય ગૌરક્ષા મહાભીયાન સમિતિ ચલાવવામાં આવી રહી છે,જેમની અંદર સરકારનો સંપૂર્ણ સહયોગ રહે છે, આ સમિતિ સમગ્ર ભારત અને વિશ્વ લેવલે ગૌ રક્ષા માટે કાર્ય કરી રહી છે જેમના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જગતગુરુ શંકરાચાર્ય જ છે, હાલ સ્વામી ઇન્દુઆશ્રમજી મહારાજ કેદારનાથ,બદ્રીનાથ અને જોશીમઠના જગતગુરુ શંકરાચાર્ય તો છે પણ સાથે સાથે આ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે ત્યારે આ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જોશીમઠના જગતગુરુ શંકરાચાર્ય ઇન્દુઆશ્રમ સ્વામીજી અને સમિતિના રાષ્ટ્રીય મંત્રી પ્રકાશ ગુજ્જરજી દ્વારા ગુજરાતના સફળ આંદોલનકારી પ્રવિણ રામ ઉપર વિશ્વાસ મૂકીને એમને આ સમિતિના ગુજરાતના અધ્યક્ષ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે,
પ્રવિણ રામ પોતે ગુજરાતમાં એક જાણીતો ચહેરો છે જેમણે લોકોના સ્વાસ્થ્યે, કર્મચારીઓ ે,ખેડૂતો, યુવાનો માટે અનેક આંદોલનો કર્યા છે અને મોટાભાગના આંદોલનોમાં પ્રવિણ રામને સફળતા પણ મળી છે